વિકાસની વાટે –

એક જાહેરખબર લગભગ બધાએ જોઈ જ હશે – ‘૪૦૦૦ હજાર એકરમે ઓર્ગેનીક ફાર્મ કીસકે પાસ હે ?’ ન્યુટ્રિલા (ઍમવે). હવે ‘ઓર્ગેનીક’ની કમાલ જુઓ ! વિકાસના નામે પહેલા જંતુનાશકો લાવી ખેતીનો સત્યાનાશ કર્યો અને હવે પાછા ‘વિકાસ’ના જ નામે ‘ઓર્ગેનીક’ લાવ્યા.

બજારમાં પણ હવે ‘ઓર્ગેનીક’ શાકભાજી, અનાજ મળતા થયા અને એ પણ મોંઘા. ભારત પછાત (?) હતું ત્યારે બધું ‘ઓર્ગેનીક’ જ મળતું , હવે ‘વિકાસશીલ’ દેશ થયું, આથી દેશી-પરદેશી મીક્સમાં મળે છે અને પછી ‘વિકસીત’ થશે એટલે બધું પરદેશી (જો કે એ સમયમાં બધું દેશમાં જ બનતું હશે) મળશે. સમયની દ્રષ્ટિએ એથી પણ આગળના સમયનો વિચાર કરીએ તો પાછું ‘પછાત’ થઈ જશે, બધુ ‘ઓર્ગેનીક’ મળતું હશે. આ ચક્ર ચાલતું રહેશે.

આમાં ‘વિકાસ’ શેનો કર્યો ?

જીવનશૈલીનો ? સુખસગવડનો ? એશોઆરામનો ? ઝડપનો ?

ચંદ્ર પર યાન ઉતાર્યું, પાણીની શોધખોળ કરી, પુરાવા એકત્ર કર્યા – પણ

આફ્રીકન દેશોના ‘સોમાલીયા’ માં ઉતર્યા ? ત્યાંની પ્રજાને ખાવાનું તો ઠીક પણ પીવા પાણી મળે એવો કોઈ પ્રયોગ કર્યો ?

ગુજરાતમાં બુલેટ ટ્રેઈનનો પ્રોજેક્ટ આવશે, બસ બે કલાકમાં મુંબઈ. કેટલી કુદરતી સંપત્તિનો નાશ થશે ?

પૈસેટકે સુખી માણસોના શરીરને સુગંધીત રાખવા બોડીસ્પ્રેના ફુવારા ઉડાડી વાયુમંડળના ‘ઓઝોન’ના પ્રોટેક્શનનો નાશ કરી સામાન્ય માણસોને ચામડીના રોગો ભેટમાં આપવા, એ વિકાસ છે ?

અંતે પ્રાપ્ત શું કર્યું ?

માનસિક અશાંતિ ? સ્ટ્રેસ ? ઇલાજ ન કરી શકાય એવા રોગો ?

માથું ફરી જાય એટલા સવાલો છે.

તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે આપણી વિકાસની પ્રક્રીયાનું ‘ફોકલ પોઈન્ટ’ શું છે ?

માનવીના એશો-આરામ ?

‘ અમે આ સિધ્ધ કર્યું ’ એવા અહંમની પૃષ્ટિ ?

વૈજ્ઞાનિક સિધ્ધિ મેળવનાર બે-પાંચ વૈજ્ઞાનિકોનો આત્મસંતોષ ? (કરોડો માનવીઓ ભુખ નથી સંતોષી શકતા એમની આત્મગ્લાનીનું શું ?)

ઇન્ટનેટ પર ફેઈસબુક, ટ્વીટર આપનાર હવે આ એડીક્શનથી દુર રહેવા એવી શિખામણ આપે છે ‘દિવસમાં થોડો સમય ટેકનોલોજીથી દુર રહો.’ એટલે કે દારુની લત લગાડનાર હવે એમ કહે છે કે દિવસમાં એક જ પેગ દારુ પીઓ. આને કેવો વિકાસ કહેવો ?

મનમાં એટલા બધા સવાલો ઉઠે છે કે મારે શું લખવું તેનું ‘ફોકલ પોઈન્ટ’ નક્કી નથી થતું.

પણ એટલું તો ચોક્ક્સ છે કે આપણે ‘વિકાસનું ફોકલ પોઈન્ટ ખોટું નક્કી કરીએ છીએ.’

“પ્રત્યેક માનવી આત્મિક સુખ મેળવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે એ દિશામાં આગળ વધવું એને વિકાસ કહેવો જોઈએ.”

ગરીબની પ્રાથમિક જરુરીયાતો સંતોષાય પછી અમીર તેની ‘લક્ઝરી’ માટે વિકાસ કરે તેમાં વાંધો ન હોય શકે. જેમકે ગુજરાત, બુલેટ ટ્રેઈનના બદલે એંસીના દાયકાથી વિચારાધિન કલ્પસર પ્રોજેક્ટ અંગે પહેલા વિચારે તે યોગ્ય ગણાય.

ફેઈસબુક પર આંતરરાષ્ટ્રિય મિત્રો બનાવવા કરતાં પાડોશીની ઓળખાણ થાય એ વધારે યોગ્ય ગણાય. આધુનિક વિચારધારામાં આ બાબત કદાચ જુનવાણી લાગશે. પણ યાદ રાખો આ આધુનિક માણસો જ ‘ઓર્ગેનિક’ નો વિચાર લાવ્યા છે. પર્યાવરણનો નાશ કરનારા પર્યાવરણ બચાવવા ઝુંબેશ કરે છે (પછી ભલે તે ધુમાડા કાઢતી મોટરગાડીઓમાં ફરીને આ ઝુંબેશ ચલાવતા હોય !)

……………

માથું ફરે છે ને ! કંઈ વાંધો નહીં, કોમેન્ટરુપી ગોળી ગળી જાઓ, મને પણ એક આપજો…..

Advertisements

4 comments on “વિકાસની વાટે –

 1. yuvrajjadeja કહે છે:

  આ તો બધુ આમ જ ચાલ્યા કરશે – અને માથું ચઢે તો ડીસ્પ્રીન જ ગળવી પડશે ! ડીસ્પ્રીન ગળી શકાય ? કે પછી એમાય શરીરને નુકસાન થાય ….?

  Like

 2. Patel $umit H. કહે છે:

  નમસ્તે જગદીશભાઇ

  જોવો આ દુનિયાનો રુલ્સ કહો કે માણસ જાતીનો આગળનો વિકાસ જે કહો તે પણ આ દુનિયા આજ રીતે ચાલતી રહેશે. જ્યારે તમે લગ્ન કર્યા હશે ત્યારે જે પેંટેની ફેશન હશે. તે અત્યારે કે હવે પછીના દિવસોમાં લેટેસ્ટ ફેશન તરીકે બજારમાં આવશે. જેમ કે એંટી વાઇરસ વાળા પોતે વાઇરસ ડેવલપ કરે અને પછી પોતાની પ્રોડક્ટ વેચે. અને તમે કલ્પસરની વાત કરી એ બહુ અગત્યની છે. જો માત્ર તે પ્રોજેક્ટ સફળતા પુર્વક પુર્ણ થઇ જાય તો ગુજરાત ની રોનક બદલાય જાય તેમ છે.
  બીજુ એ કે અત્યારે ના માનવીને એ જ વસ્તુ હોય પણ એમા કાઇ નવીનતા ન આવે તો તેને ગમતુ નથી. માટે જુનો દારૂ નવી બોટલ જેવા હાલ આ દુનિયાના છે. તો કેવી રહી આ ગોળી તેનો જવા જણાવશો.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s