કડવાશ –

હમણા બે-ત્રણ દિવસ ‘નેટ ગેરહાજર’ રહ્યો અને ‘નાસ્તિક’ પર તરખાટ મચી ગયો. કોમેન્ટસમાં કડવાશ ઉભરાઈ ગઈ. ન છુટકે મારે ન ગમતું કાર્ય – ‘ટ્ર્રેશ’ કરવાનું થયું. મને લાગે છે કે ‘જીન્સ’ની જેમ વિચારોમાં પણ મુળ વિચારના બીજ અંકુરીત થતા હશે. ‘નાસ્તિક’ પોસ્ટ લખવાનું બીજ, મારા મનમાં ઉગેલી એક કડવાશ જ હતું. ‘મુર્ખ મૃતાત્માઓને શ્રધ્ધાંજલી’ વાંચીને મને માનવીય સંવેદનાઓને શ્રધ્ધાંજલી આપવાની ઇચ્છા થઈ ગઈ હતી.

depressedpeople

કોઈપણ વ્યક્તિ પોતાના વિચારોથી અલગ વિચારો ધરાવતા માનવીઓને મુર્ખ કેવી રીતે ગણી શકે ? એવું કહી શકે કે ‘હું તમારાથી અલગ વિચારો ધરાવું છું’ કે ‘મારો તમારી સાથે વૈચારીક મતભેદ છે.’ કે ‘તમે આ બાબતમાં ખોટા હોય શકો.’ (‘તમે ખોટા છો’ એમ કહેવું એ કદાચ અહંકારનું પ્રદર્શન હોય શકે.)

પણ ‘મનભેદ’ શા માટે ? અને મરેલા માણસને ‘મુર્ખ’ સંબોધન શા માટે ?

 

અભિવ્યક્તિની સ્વતંત્રતા અન્યને ઉતારી પાડવા કે ઉતરતા દેખાડવા માટે હોય છે ?

બ્લોગ લખવાની શરુઆતમાં મને હતું કે આ ક્ષેત્રમાં ફેઈસબુકીયા વિચારોથી થોડું ઊંડાણ હશે, ગંભીરતા હશે, પણ કોમેન્ટસના કંકાશથી તકલીફ થાય છે. પોસ્ટની કોમેન્ટસમાં નવા વિચારોનો ઉમેરો હોય શકે, આપણાથી અલગતા પ્રત્યે અંગુલીનિર્દેશ હોય શકે, હળવી મજાક હોય શકે પણ કંકાશ તો ન જ હોવો જોઈએ. કંકાશથી આપણી ઘણી વૃત્તિઓ સંતોષાય છે, આથી મોટા ભાગના લોકોને કંકાશ ગમે છે, સ્‍હળી કરવાનો આનંદ આવે છે અને કદાચ સીરીયલો માટે જેમ કંકાશ ‘ટીઆરપી’ વધારે તેમ ‘વ્યુઅર્સ’ની સંખ્યા પણ વધતી હશે, પણ આવા ક્ષુલ્લક લાભ માટે કડવાશ શા માટે ફેલાવવી ? અગાઊ હું કોલમ રાઈટરો માટે પણ કહી ચુક્યો છું કે જાહેર અભિવ્યક્તિમાં ‘વિવેક-મર્યાદા’ને અગ્રતાક્રમ મળવો જોઈએ. સમાજમાં ઘણા લોકો એવા છે કે જે લાંબુ વિચારી શકતા નથી તેઓ ‘પબ્લીક ફીગર’ ને ‘અંધશ્રધ્ધા’થી અનુસરે છે. આવા લોકોને ‘કંકાશ’ માટે શા માટે દોરવા જોઈએ ?

પ્રેમ અને વિવેક પ્રતિ લઈ જવાનો પ્રયત્ન, આપણો સમાજ પ્રત્યેનો ઋણ સ્વીકાર નથી ?

Advertisements

One comment on “કડવાશ –

  1. સાચી , વાત છે . . . કેટલીય વખત અલગ વિચારો અને સાવ સામાન્ય વાતમાં કંકાસ ફેલાઈ જાય છે અને વાત સાવ આડે ફાંટે ફંટાઈ જાય છે 😦 . . . ” વિવેક ” આ એક એવો અનુપમ સદગુણ છે કે જે પામી ગયો . . તે જાણે કશુક ભાળી ગયો ! . . .

    આપણે સૌ જુદા છીએ , માટે જ તો મસ્ત ભેળ બની છે 🙂 અને , ભેળ ખાવાની મજા તો આપને ખબર જ હશે 😉

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s