કુંભ –

કુંભ –

kumbhlogo

આજે એક બ્લોગ પર પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદન કાર્યક્રમમાં પાંખી હાજરીથી શરુ થયેલ લેખ, બીજા પેરેગ્રાફથી ભારતની ધર્માંધતા (?) પરની ચર્ચા દ્વારા અલ્હાબાદનો કુંભમેળો પસાર કરી વહેવા લાગ્યો અને ગંગાની જેમ દુષીત થઈ ગયો. મેં થોડી હકીકતો પર ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો, ત્યારે એક મિત્રએ પુછી પાડ્યું કુંભમેળા વિશે આપનું શુ કહેવું છે ? ત્યાં તો મેં પ્રત્યુત્તરમાં જણાવી દીધું કે “મને ધર્મ કે ભગવાનમાં રસ નથી મનુષ્યમાં રસ છે, આથી કુંભ વિષે શું લખું ?” પરંતુ ધર્મિકતા દ્વારા શ્રધ્ધાનું ઘડતર થાય છે એ અંગે કદાચ કોઈ અન્ય મત નહીં હોય. નાનપણમાં બાળકને મા-બાપ પર શ્રધ્ધા હોય છે કારણ કે તેઓ તેને ‘પ્રોટેક્ટ’ કરે છે, ‘હુંફ’ આપે છે. મોટા થતા યુવાન આવા જ કોઈ ટેકાની શોધમાં હોય છે. મિત્ર, પ્રેમિકા, પત્ની, કોઈ ‘રોલ મોડેલ’, કોઈ પણ હોય શકે. હવે જો આ ટેકામાં કોઈ ‘ખામી’ દેખાય તો, (દેખાવાની જ કારણ કે સામેની વ્યક્તિ જીવંત છે, તેને પણ પોતાના વિચારો, પોતાનું રોલ મોડેલ હોવાનું જ, અહીં મતભેદ અને પાછળથી વિચારભેદ થવાનો જ) યુવાન અન્ય ટેકા માટે પ્રયત્ન કરે. એમાં હાથવગો ટેકો ભગવાનની ‘મુર્તિ’ નો મળી જાય, કારણ કે તે કોઈ ડાયલોગ કરવાની નથી, કોઈ મતભેદ કે વિચારભેદની શક્યતા નથી. (ભગવાનમાં શ્રધ્ધા કેટલા યુવાનોમાં છે એનો કોઈ આંકડો મારા ધ્યાનમાં નથી, પણ વિવિધ પ્રસંગોએ મંદીરોમાં યુવાનોની હાજરી પ્રમાણમાં વધારે દેખાય છે. એનાથી પણ એક વધુ વાત કરું તો સ્પીડમાં બાઈક પર જતા યુવાનો મંદીર પાસેથી પસાર થાય છાતી અને હોઠે હાથ લગાડીને માથા પર ફેરવતા મેં જોયા છે. ભલે તે એક રીચ્યુઅલના ભાગરુપે કરતા હોય પણ મુળીયા તો ધર્મ સુધી પહોંચે જ.) સીનીયર સીટીજનો તો ‘ધર્મ’ નો ટેકો લઈ જ લે, કારણ કે ઘરમાં …..(શાનમાં સમજોને !)

વચ્ચે એવું ક્યાંક વાંચેલુ કે ભારતની સંપત્તિનો ૯૦-૯૫ ટકા હિસ્સો, ભારતની વસ્તિના ૫-૭ ટકાના હાથમાં છે. એનો સીધો અર્થ એ થાય કે બાકીના ૯૦-૯૫ ટકાની વસ્તિ ફક્ત ૫ ટકા સંપત્તિ સાથે જીવે છે. જીવન જીવવા માટેનો એક આધાર ‘સંપત્તિ’ છે, તો આ ૯૦ ટકા વસ્તિ કોનો માનસિક ટેકો કે હુંફ લેશે ? જ્યાં કોઈ ખર્ચ થતો નથી તેનો ! અને એવા સ્થળોમાં મંદીર-મસ્જીદનો સમાવેશ થઈ જાય, અને વ્યક્તિ ‘ટેકો’ મેળવવા ‘ધાર્મિક’ બની જાય. (મંદીરોમાં સોનુ આપનારાઓ પેલા પાંચ ટકાવાળા છે, ગરીબ પ્રજા તો મંદીરોમાં મનસિક ટેકો કે હુંફ મેળાવવા જાય છે, આથી એથીસ્ટ, રેશનાલીસ્ટને વિનંતિ કે ગરીબ પ્રજાની ધાર્મિકતાની ઠેકડી ઉડાડવાને બદલે, આ પાંચ ટકાને સમજાવવા જાય, અને કોમેન્ટ લખનારાઓને પણ વિનંતિ કે શ્રધ્ધાના કારણે ફના થઈ જનારા ગરીબોના અપવાદોને ટાંકીને સામાન્ય શ્રધ્ધાળુઓની મજાક ના કરે.)

kumbh

કુંભ મેળા વિષે કંઈ કહેવાનું હોય તો મારી કોઈ એવી અંગત શ્રધ્ધા નથી. કુદરતે સમયનું નિર્માણ કર્યું હશે પણ વાર-તિથી મનુષ્ય એ બનાવ્યા છે. આમ  અમુક દિવસો સારા એમ માનવું મારા માટે શક્ય નથી. ‘કાળ’ બધો સરખો જ છે. ગમે ત્યારે નદીમાં ડુબકી લગાવી શકાય, પછી ગંગા હોય કે અન્ય, પણ આનંદ આવે છે એ અનુભવ્યું છે. કુંભમેળાના દિવસો અને સ્થળ માટે, રાશી-નક્ષત્રોના કોઈ વૈજ્ઞાનિક કારણો હોય તો મારી પાસે કોઈ આધાર કે જ્ઞાન નથી.

ધાર્મિકમેળાઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરનારા દેશી-વિદેશી વૈજ્ઞાનિકોના ગ્રુપ દ્વારા થયેલા સંશોધનનું એક સરસ તારણ એ છે કે આવા મેળાઓ વ્યક્તિને પોતે ‘એકલો’ નથી એવો અહેસાસ કરાવે છે –

Stephen Reicher, a psychologist at the University of St. Andrews, in Scotland, who worked on the study, writes in the Guardian: –
Our analysis… shows it is the sense of intimate social relations – that we are not alone, that we can call on others, that these others form a “social safety net” for us – that creates improvements in well being once [devotees] leave the Ganges and go back to their everyday lives.

વધુ વિગત નીચેની લીન્ક પર વાંચો.

http://world.time.com/2013/01/15/the-kumbh-mela-inside-the-worlds-single-largest-gathering-of-humanity/

(ગુજરાતી કોલમીસ્ટ અને બ્લોગર મિત્રોએ અંગ્રેજી કોલમીસ્ટ પાસેથી વિવેક અને તટસ્થતા શીખવા જેવી છે. કુંભમેળાના શ્રધ્ધાળુઓ દ્વારા એકાદ માસમાં થતા ગંગા પ્રદુષણની ટીકા કરવા કરતાં, ગંગા કિનારે આવેલા કારખાના અને શહેરોની ગટરોના અભ્યાસ કરવા જેવા છે અને એ વિષે લખવાની વધુ આવશ્યકતા છે.)

આડવાત તરીકે –

કુંભમેળામાં ધાર્મિક સાધુબાવાઓની ચર્ચા પણ થાય છે, પણ ‘એલર્જી’ ને યાદ કરતાં લખું તો કુંભમેળામા રામદેવજી પણ છે. જાહેરમાં ‘એલોવેરા’ નું પાંદ ચહેરા પર ઘસી, એનો જ્યુસ બનાવવાની રીત અને પીવાથી થતા ફાયદાઓની ચર્ચા કરનાર અને ‘સ્વદેશી’ની હિમાયત કરનાર ‘વેપારી’ સાધુ બીજે ક્યાંય ધ્યાનમાં હોય તો જણાવશો, આનંદ થશે.

Advertisements

11 comments on “કુંભ –

 1. Dipak Dholakia કહે છે:

  “ગંગા કિનારે આવેલા કારખાના અને શહેરોની ગટરોના અભ્યાસ કરવા જેવા છે અને એ વિષે લખવાની વધુ આવશ્યકતા છે.”
  આ વિધાન સંપૂર્ણ સાચું છે, આ પ્રદૂષણ મૂડીદારો કરે છે અને સરકાર સમજી વિચારીને મૌન છે. ગંગાના પ્રદૂષણ વિશે કામ કરનારા લોકોના સંપર્કમાં છું રસ હોય તો હું આ બાબતમાં સામગ્રી મોકલાવી શકું એમ છું. હું નામ ભૂલી ગયો (આ સ્થિતિ છે, આપણી!) પણ એક સ્વામીજી, દિલ્હીમાં બાબા રામદેવના ઉપવાસ ચાલતા હતા એ જ અરસામાં ગંગાનું પ્રદૂષણ રોકવા માટે આમરણ ઉપવાસ કરતા હતા અને મૃત્યુ પામ્યા. ક્યાંય પહેલા પાને એમના સમાચાર ન આવ્યા.

  Like

 2. bharodiya કહે છે:

  જગદીશભાઈ નમસ્કાર
  તમે નાસ્તિક બ્લોગ માં કરેલા સવલનો જવાબ મેં આપેલો. પણ મારી વાતો એ લોકોને ક્યારેક જ હજમ થાય છે અને ક્યારેક જ રાખે છે બાકી ડિલિટ કરી નાખે છે. તમે પણ આ કોમેન્ટ અસંગત લાગે તો ડિલિટ કરી નાખજો.

  મેં લખેલું કે બ્રિટને કોઇ પણ દેશને આઝાદ નથી કર્યા, હિટલરને કારણે પોતે નબળા પડ્યા એટલે બધા દેશો સ્થાનિક પ્રજાને ભાડાપર ચલાવવા અમુક વરસ માંટે આપી દિધા,પોતાની શરતોએ. ૧૯૪૭ માં આઝાદી ની ઉજવણી વખતે ગાંઘીજી “આ આઝાદી મને મંજુર નથી” કહીને રિસાઈને બંગાળ જતા રહેલા. ના ગાંધીજીએ પ્રજાને કારણ સમજાવ્યુ કે બિજા કોઇ નેતાઓએ હકિકત કહી. અધકચરી આજાદી સ્વિકારી લિધી. અને સત્તા હસ્તાંતરણના દસ્તાવેજ ભંડકિયામાં ભંડારી દિધા, કારણ કે ૫૦ વરસ સુધી પબ્લિકને બતાવવાના નહોતા શરત પ્રમાણે. ૧૯૯૯ માં એ પબ્લિક થઈ ગયા છે.

  એમા ધણી શરતો અંગ્રેજોએ મુકેલી છે જેમ કે ભારત બ્રિટનને આધિન દેશ જ ગણવામા આવશે અને ચાલ્યા અવતા મૂળભૂત કાયદાઓ બદલવાનો સ્થનિક સરકારોને અધિકાર નથી. એમા ભાષાની પણ એક શરત છે કે
  સંસદ અને કોર્ટ્નુ કામ અંગ્રેજી સિવાય બીજી કોઇ ભારતિય ભાષામા ચલાવવું નહી.

  દેશના અન્ય ભાગોમાં લોકો હિન્દી શિખ્યા છે લોકોના સ્થાનાંતરને કારણે કે હિન્દી પોકેટ બૂક, રેડિયો,ટીવી અને સિનેમાના કારણે. બાકી સરકારી હિન્દી તો માત્ર ઔપચારિકતા ખાતર જ હતી. હિન્દી પર જોર ના લગાવ્યું કેમ કે એનાથી રાષ્ટ્રવાદ વધે, ભાષાને કારણે લોકો પણ નજીક આવે. લોકોની એકતા દેશને મજબૂત બનાવી દે. દુનિયાનો કોઇ પણ દેશ મજબૂત બની જાય એ કોઇ પણ ભોગે પોસાય નહી. કેમ કે વિશ્વસરકાર બનાવતી વખતે મજબૂત દેશ પાછો ગુલામે સ્વિકારવાની ના પડે. ગુલામ નેતા તો તરત તૈયાર થઈ જાય પણ પબ્લિક ના માને કેમ કે એ સ્વતંત્ર દેશના નાગરિક હોવાના વહેમમાં હોય. યુરોપ અને અમેરિકાના રાષ્ટ્રવાદીઓ છેક હવે જાગ્યા છે તો હમેશા પછળ જ પડી જનાર ભારતના નગરિકોને જાણ જ ક્યાંથી હોય ?

  જગદીશભાઈ નિચે લિન્ક અને શબ્દો આપું છું. તમને ખબર જ હશે. ના ખબર હોય તો ગુગલ છે જ.

  Illuminity, Freemason, અને New world order.

  http://www.pseudoreality.org/committeeof300.html

  http://www.pseudoreality.org/

  આ સવાલો ના જવાબો મળશે.

  શું કામ દુનિયાના દેશોમાં નગ્નતા, અને માણસનુ ચારિત્ર નાશ કરવામાં આવી રહ્યું છે ?
  શું કામ માણસને કુટુંબ અને સમાજ થી દૂર કરી એકલો પાડી દેવાની કોશીશ થઈ રહી છે ?
  માણસ ડરી જાય અને લગ્ન કરવાનું જ ટાળે એ હદે નારીના પક્ષમાં કાયદા શું કામ બનાવવામાં આવે છે ?
  સ્ત્રી સશક્તિકરણના બહાને નર અને નારીને, જાતિ કે ધર્મ ના નામે લોકોને શુઅં કામ ભડકાવવામાં આવી રહ્યા છે.
  વસ્તિ ઘટાડવા કે શારિરિક રિતે કમજોર કરવા ખોટી દવા, લેબોરેટરી માં બનાવટી રોગો બનાવવા કે પાણી સપ્લાયમાં ફ્લોરીન જેવા ગેસ ભેળવવા, કયા રક્ષસોનુ કામ છે ?
  આતંકવાદિઓને કોણ પોષેછે ? ભારત માં મુસ્લિમોનુ સશક્તિકરણ અને હિન્દુઓ ને કમજોર કરવાનું શું કાવતરુ કોનુ છે ?
  મિડિયા, બુધ્ધિજીવીઓ અને નાસ્તિકોને કોણ ખરિદે અથવા બ્રેઇન વોશ કરે છે જેથી ધાર્યો જનમત બનાવિ શકાય ?.

  ઘણા સવાલો છે, સાહેબ. એવું લાગે તો ડિલિટ કરી નાખ જો.

  Like

 3. jagdish48 કહે છે:

  શ્રી ભારોદીયા,
  આપની કોમેન્ટ એ આપના વિચારો છે અને ઇન્ટરનેટનું માધ્યમ એ સ્વતંત્ર માધ્યમ છે, અહી નહીં તો બીજે ક્યાંય પણ આપ લખી શકશો. આપના વિચારો કે માન્યતા વિષે મને શું વાંધો હોય ?
  મારા બ્લોગ પર કોઈની પણ કોમેન્ટ ડીલીટ કે એડીટ નહી થાય, જેમની તેમ રહેશે. એની સાથે હું સંમત હોઊં કે ન હોઊં.
  ઉપરની કોમેન્ટ વિશે કહું તો આજના વિષયને અસંગત જરુર છે, પણ મારી ૨૬ જાન્યુ.ની પોસ્ટ માટે સંગત છે.
  (‘આનંદ થતો નથી …. ‘ જોઈ જશો)
  ભારતની સ્વતંત્રતા માટે તથા આવા જ મુદ્દાઓ માટે સ્વ. રાજીવ દિક્ષીતના ઘણા વીડીયો યુ-ટ્યુબ પર છે. નમુના માટેની લીન્ક –

  Like

 4. bharodiya કહે છે:

  જીતુભાઈ
  રાજીવ ભાઈ એ થોડી અલગ રીતે બાત કરી જે મેં લખી છે. રાજીવભાઈની વિચારધારા સમજમાં ના આવી. ઘણી વાતો એમણે છુપાવી છે કે અલગ રીતે કરી છે. એમનોં હિન્દુ ધરમ માટેનો વિડિયો જોયેલો, સવાયા નાસ્તિક હોય એ રિતે બોલતા હતા. નામ તો સ્વદેશીનું લે છે અને સ્વદેશી સંસ્કારથી વહુ સ્વદેશી શું હોઈ શકે ?

  અમેરિકાના ટ્વિન ટાવરના વિડિયોમા સ્વિકારતો કર્યું કે બુશે ટાવર તોડાવેલા પણ વાતને અમેરિકાની મંદી સાથે જોડી દિધી. એ હકિકત છુપાવી દિધી કે અમેરિકાને એસિયામાં ઘુસ મારવી હતી અને તાલિબાન અને સાદ્દામ નો નાશ કરવો હતો. અમેરિકાને મંદી સાથે કોઇ નિસ્બત નથી કેમ કે તેજી મંદી ત્યાના ધનિકોના ખેલ છે અને જગતના તમામ સંસાધનો પર કબજો જમાવી દીધો છે પછી ફિકર શેની ? .

  Like

  • jagdish48 કહે છે:

   શ્રી રાજીવ દિક્ષિતની ટ્વીન ટવરની કન્સ્પીરન્સીની વાત જોયા પછી મેં અમેરીકાની કેટલીક સંસ્થાઓની સાઈટ ક્રોસ ચેકીંગ માટે જોઈ હતી, થોડુંક સત્ય હોય તેમ લાગ્યું હતું.

   Like

   • bharodiya કહે છે:

    સત્ય તો પૂરુછે, ન્યુયોર્ક રહેલા મૂળ આપડા ગુજરાતી પત્રકારે ૨૦૦૫ માં ભાંડો ફોડી નાખેલો. પણ એ વખતે મને બહુ સમજાયુ નહોતુ. પણ સિક્રીટ સોસાઈટી અને એની કોસ્પિરસી ની શોધમાં મને ધણુ બધુ મળ્યુ. ગૂગલમાં ભ્રમ તો બહુ ફેલાયેલો છે પણ ધણા રેફરન્સ અને આસપાસ ની ઘટેલી ઘટનાઓ ને સાંકળી લઈએ તો આપડો પોતાનો મત બનાવી શકીએ.

    Like

 5. bharodiya કહે છે:

  મે તમને કાલે કિધેલું ને ઉછળ કુદ ! રાક્ષસી આનંદ ! નેચેની લાઈન વાંચો.
  મુર્ખ મૃતાત્માઓને શ્રદ્ધાંજલી…

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s