બ્લેન્ક સ્પેશ –

આજે એક હળવી, પણ મુદ્દાની વાત !

નીચેના બંને ચિત્રો જુઓ.

heavy

light

 

 

 

 

 

ક્યુ ગમ્યુ ?

કેમ ?

 

 

બન્ને ચિત્રોમાં એક જ શબ્દ લખેલો છે. પણ સામાન્ય રીતે આપણને જે ચિત્રમાં વધારે બ્લેન્ક સ્પેશ છે તે ગમે છે.

તો મગજ શા માટે ભરેલું રાખો છો ? અહીં આપણા જાગૃત મગજની વાત થાય છે, જેને ફીજીયોલોજીની ભાષામાં ‘કોર્ટેક્ષ’ કહે છે, જેમાં જાત જાતની ગણત્રીઓ અને તર્ક થતા રહે છે. કોઈ વર્ષો જુનો મિત્ર તમને મળી જાય અને તમે મનમાં ને મનમાં ભૂતકાળ ઉખેડીને તેને પ્રેમથી આવકારો છો અથવા ફક્ત ‘કેમ છો’ કહી ટાળો છો. જેમ તમે વહેતી નદીના પાણીમાં આંગળી ડુબાડો અને પ્રતિક્ષણ આંગળીની આસપાસનું પાણી બદલાતું રહે તેમ વહેતી જીવનધારામાં વ્યક્તિ પણ ક્ષણેક્ષણે બદલાય છે, તો તમારો મિત્ર આજે વર્ષો બાદ તમને મળે ત્યારે બદલાય ચુક્યો નહી હોય ? તમે તેને જુના વાઘા પહેરાવીને શા માટે જુઓ છો ? આજે ‘જેવો’ મળ્યો છે ‘તેવો’ સ્વીકારોને !

જુના વાઘા કેમ પહેરાવ્યા? કારણકે ‘મગજ’ ખાલી નથી રાખ્યું. જુના વાઘા સંઘરી રાખ્યા છે. ‘બ્લેન્ક સ્પેશ’ નથી રાખી. મિત્રનો દાખલો તો ફક્ત મારી વાત સમજાવવા પુરતો જ છે. પણ જો મગજમાં (મનમાં) બ્લેન્ક સ્પેશ હશે ઘણા ફાયદા છે. જીવન જીવવાનો આનંદ આવશે.

કોઈ મિત્રની કોમેન્ટ આવે તે પહેલા લખી જ નાખું કે એવી દલીલ થઈ શકે – આજના જમાનામાં જો પાછળના વ્યવહાર યાદ ન રાખીએ તો સામેવાળો આપણો ઉપયોગ કરી જાય. પણ હું એમ માનું છું કે જે સમયે વ્યવહાર થયો ત્યારે જ, તેના લાભ-ગેરલાભની ગણત્રીઓ કરીને જ નિર્ણય લેવાય ગયો હોય તો, જ્યારે ફરી મળીએ ત્યારે નવેસરથી વિચારવાની તક મળે. ભુતકાળના વાઘા વગર નવેસરથી લેવાયેલો નિર્ણય કદાચ ફાયદાકારક પણ બની શકે.

વધુ વિચારવાનું સુજ્ઞ વાંચકો પર…..

કાન પકડવાની છુટ તો છે જ…

Advertisements

2 comments on “બ્લેન્ક સ્પેશ –

  1. Vinod R. Patel કહે છે:

    ડો .જગદીશભાઈ તમોએ આ લેખમાં વિચારવા જેવી વાત કહી . બહુ ગમી .

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s