આક્રમકતા –

આક્રમકતા –

ટ્રિગર દબાય અને થાય ધડાકો ! અમેરીકાના આદમ લાંઝાના શુટઆઉટ જેવા પ્રસંગો બને.

connecticut-lanza-_2430767b

આવા પ્રસંગોને સમજવાના પ્રયત્નમાં, Aggression ને સમજવાનો પ્રયત્ન કરવાનો થયો. એગ્રેશનનો અતિ સામાન્ય કે વિસ્તૃત અર્થ – ઉશ્કેરણી વિના કરેલો હુમલો, અકારણ આક્રમણ કે એવું વર્તન. સમાજવિજ્ઞાન અને વર્તણુકશાસ્ત્રના સંદર્ભમાં એનો અર્થ – સામેવાળાને નુકશાન પહોંચાડવાનો ઉદ્દેશ અથવા તો સામાજીક પ્રભુતા (social dominance) મેળવવાનો પ્રયત્ન કરવો.

માનવીની એગ્રેશનની વૃત્તિ ખુબ મહત્વની છે. જો એને સમજી શકાય તો વ્યક્તિના શારિરીક, સામાજીક અને માનસિક વિકાસની પ્રક્રીયાને સમજવાની તક મળે અને જો આવી સમજણ આપણને મળે તો, જે તે વ્યક્તિ સાથે વ્યવહાર કરવાની ‘સ્ટ્રેટેજી’નો અણસાર આપણને મળે.

શારિરીક એગ્રેશનની શરુઆત બાળપણથી થઈ જાય – બાળકનું જોર જોરથી રડવું, રમકડાઓના ઘા કરી દેવો, રમાડનારને મારી દેવું, બચકું ભરી લેવું, આ બધી પ્રક્રીયા શારિરીક એગ્રેશનના ભાગરુપે થાય. નવાઈની વાત એ છે કે આ પ્રક્રીયા બાળકને અન્ય સાથેના વ્યવહારોને શીખવામાં મદદ કરે. હવે જો માબાપ તરફથી તેને આક્રમકતામાંથી હકારાત્મક વલણ તરફ જવા માટે યોગ્ય માર્ગદર્શન ન મળે તો આ ‘એગ્રેશન’ ભવિષ્યમાં મુશ્કેલીરુપ બની જાય. મેં એવા માબાપ જોયા છે કે જે બાળકને શિખવતા હોય – ‘માર ખાવાનો નહીં, મારીને આવવાનું, બીજીવાર રડતો રડતો મારી પાસે આવ્યો છો તો બે ધોલ મારી દઈશ’. ખરેખર તો બાળક, માબાપ પાસે  હુંફની અપેક્ષા સાથે સમજવા અને શીખવા આવ્યું હોય, ત્યારે પિતા તેની અપેક્ષા જાણી, તેની પરિસ્થિતિ સમજી, યોગ્ય  માર્ગદર્શન આપવાને બદલે ‘રીજેક્ટ’ કરે છે, (પશ્ચિમી સંસ્કૃતિમાં ‘It’s your problem’) ત્યારે બાળકના મનમાં એગ્રેશનનો વિચાર પાકો થઈ જાય. હકીકતમાં એગ્રેશન એ  તો assertinveness (દ્દઢ નિશ્ચય) શિખવા માટે બાળકનું પ્રથમ પગથીયું છે. એગ્રેશન દ્વારા એ અન્ય સાથે સંવાદ (communication) સાધે છે, શીખે છે. પરંતુ સંવાદમાં જો ‘સમજુતિ’ ના સ્થાને ‘શિક્ષા’ મળે તો, બાળક એસર્ટીવનેસ શીખવાને બદલે એગ્રેશનને વધારે મજબુત બનાવે, જેની ચર્ચા ‘ટ્રિગર’ની પોસ્ટમાં આદમના કેસમાં થઈ. અન્યનું એગ્રેશન જોઈને પણ બાળક એવી વર્તણુક શીખે છે. એ માટે મનોવૈજ્ઞાનિકોએ કરેલો ‘બોબોડોલ’નો પ્રયોગ સમજવા જેવો છે. ઢીંગલી પર અત્યાચાર ગુજારતા માણસને જોઈને, ચાન્સ મળ્યે બાળક પોતે પણ એવું જ કરે છે.

જે કુંટુંબમાં નાના બાળકની હાજરીમાં વિખવાદ થતો હોય, લડાઈઝગડા થતા હોય, ઉંચા અવાજે ઉગ્ર ચર્ચા થતી હોય તે કુટુંબમાં બાળકના ઉછેરમાં ખામી રહી જતી હોય છે. જો કે માબાપ એવી દલીલ કરી શકે કે અમે પોતે અમારા પ્રશ્નોમાં ગુંચવાયેલા હોઈએ છીએ, તેથી એવું તો થઈ જાય એ સ્વભાવિક છે ! પણ એ તો યાદ રાખવું જ જોઈએ કે બાળકને તમે ‘લાવ્યા’ છો, સારો ઉછેર તમારી જવાબદારી છે, આથી વર્તનમાં સંયમ તો રાખવો જ પડશે. બાકી મોજમજામાં ……, તો તો કંઈ કહેવાનું રહેતુ નથી.

મોટી ઉમરે અન્યને ધમકાવીને, મારીને, ઇજા પહોંચાડીને, દાબમાં રાખવાનું કૃત્ય, સામાજીક પ્રભુત્વ (social dominance) મેળવવાનો પ્રયત્ન પણ હોય શકે. નવો નવો આવેલો બોસ પહેલા જ દિવસે જોયા-જાણ્યા વગર કોઈ કર્મચારીને બધાની હાજરીમાં ખખડાવી નાખે તો એ કૃત્ય પોતાનો ‘સિક્કો’ જમાવવાનો પ્રયત્ન હોય છે.

(આજની પોસ્ટ ખરેખર તો આદમ લાંઝાના કૃત્યને સમજવા કરેલા ખાંખાખોળાનું પરીણામ છે. પણ યુવાન મિત્રોને નીચેની બન્ને લીન્ક જોઈ જવા વણમાગી સલાહ..)

http://en.wikipedia.org/wiki/Aggression

http://en.wikipedia.org/wiki/Bobo_doll_experiment

જતાં જતાં મહાત્મા ગાંધીને પણ યાદ કરી લઊં, એ પણ ‘આક્રમકતા’ નો જ ભોગ બનેલાને …… મહાત્માજીની તસ્વીર તો હૃદયમાં કોતરાયેલી છે. આથી ગોડસેને જ જોઈ લો.

 

 

????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????

 

Advertisements

2 comments on “આક્રમકતા –

  1. yuvrajjadeja કહે છે:

    આ વૈજ્ઞાનિક પ્રયોગ ઘણું બધું કહી જાય છે , આ પ્રયોગ સાયકોલોજીસ્ટસ ને પણ પોતાના કન્સલ્ટીંગ માં યોગ્ય માર્ગદર્શન આપવા ઘણો ઉપયોગી થયો હશે . શોકિંગ અને ક્રાંતિકારી પ્રયોગ . જીવનભર યાદ રહી જાય , અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણો માં ખુબ જ ઊપયોગી થઇ પડે તેવી વાત . – આક્રમકતા ના આ લેખ ના અંતમાં ગોડસે ની તસ્વીર ! વાહ ! 🙂

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s