સુષ્ઠુ સુષ્ઠુ …..

કોલેજમાં ભણતા ત્યારનો શબ્દ છે – સુષ્ઠુ કે સુષ્ટુ એ પણ યાદ નથી, કોઈ ખોટે ખોટે પણ, સારું સારું કહે કે સારું લગાડવાનો પ્રયત્ન કરે ત્યારે અમે આ શબ્દ વાપરતા હતા. હમણા હાસ્યદરબારમાં બ્લોગર પરની ગીતા વાંચ્યા પછી મને કોમેન્ટેટરો (બ્લોગના, ક્રીકેટના નહી !)ની યાદ આવી, જુઓ નમુના –

‘એક અભ્યાસુ લેખ’ (રીસર્ચ પેપર લખતી વખતે ગાઈડ દમ કાઢી નાખતા અને અહીં બે-ચાર સાચાખોટા ગપ્પાનો ‘અભ્યાસુ લેખ’ ?)

‘વાહ વાહ !!’ (ટીવી એડની જેમ ‘વાહ વાહ ક્યા જચ રહે હે કલર, યાર’)

‘સરસ લેખ’ (ટુંકમાં પતે, બહુ મગજ કસવાની જરુર નહીં)

‘સ…રસ લેખ. ધન્યવાદ.’ (છે ને ?….ગુજરાતી લખાવટની કમાલ ! ‘સારું લખ્યું’ એવું ખોટું ખોટું પણ લખવું ન પડે !)

‘તમારી સાથે સંપુર્ણ સહમત’ (આ પોસ્ટમાં શું કહેવા માગો છો ? તે તો સ્પષ્ટ નથી, પણ મને સહમત થવામાં કોઈ ખર્ચ નથી)

‘અભિનંદન’ (દસ મીનીટની કટ-પેસ્ટની મહેનત માટે)

‘ખુબ જ લાગણી અને બુધ્ધિથી લખાયેલો અદભુત લેખ.’ (તમે મારા બ્લોગની મુલાકાત લઈ, જે લાગણી દર્શાવો છો તેનું વળતર – હિસાબ બરાબર !)

‘Very good thoughts !’ (ગુજરાતી કી-પેડ શોધવું નહી કે પછી સ્માર્ટ ફોન પરથી SMS ની જેમ સીધુ ટાઈપ કરી દેવું.)

‘વાહ ! વાહ ! ક્યા બ્બ્બાત હૈ !’ (જાણે મુસાયરામાં હાજરી આપી !)

(નોંધ – આ બધા અથવા એના જેવા વાક્યો નોટપેડ પર તૈયાર કરી રાખવા જેવા છે, આપણે ય ટાઈપ કરવાની મહેનત નહી, બ્લોગની મુલાકાત લઈ ચીપકાવી દેવાના, શું ક્યો છો ?)

આમ જોઈએ તો આને પાડોશી સાથેના ‘વાટકી વહેવાર’ સાથે સરખાવી શકાય. (મરદ બચ્ચાઓએ ઉછળવું નહીં, સ્ત્રીઓ જ  વાટકી-વહેવાર કરે, એમ કહેવા કરતાં ‘સ્ત્રી’ ના સ્થાને ‘ક્રીએટર’ને મુકો, ‘બ્લોગ’ એ ‘ક્રીએશન’ જ છે ને ?) તમે કોઈના બ્લોગ પર ગયા, વર્ડપ્રેસવાળાએ વ્યુઅર્સની સંખ્યામાં નોંધ્યું, એ તમારે ત્યાં આવ્યા અને વર્ડપ્રેસમાં નોંધ થઈ, વહેવાર પુરો. તમારો ‘વાટકી વહેવાર’ જેટલો વધારે તેટલો વ્યુઅર્સનો આંક વધારે અને વર્ષના અંતે તમારે, પોતાની પીઠ થાબડતાં થાબડતાં આ આંકડાઓ પ્રસિધ્ધ કરી દેવાના એટલે પાછી વાહવાહી !

આ તો હરતા-ફરતા કોમેન્ટેટરોની વાત થઈ. બીજા તમને એવા મળે કે તમે જે વિષયને વળગવાનો પ્રયત્ન કર્યો હોય તેને નજર અંદાજ કરી પોતાના જ્ઞાનનો ખજાનો પોતાની કોમેન્ટમાં જ ઠાલવી દે. ઘણીવાર તો તમારી પોસ્ટ કરતાં તેમની કોમેન્ટની લંબાઈ વધી જાય. એમાં પાછું સાઈડટ્રેકિંગ તો ખરું જ. (સારું ને ! તમારે તેમના બ્લોગ પર જવાની તસ્દી લેવી ન પડે !)

કેટલાક વિશિષ્ટ કોમેન્ટેટર અમુક શબ્દોના શબ્દાર્થને વળગીને તમને ગુંચવી નાખે અને સા…લી મજબુરી તો જુઓ ! આપણે એમનો આભાર માનવો પડે !

એનાથી પણ વિશિષ્ટ કોમેન્ટેટર તમારી પોસ્ટ પર આવેલી કોમેન્ટ પર જ કોમેન્ટ કરી નાખે અને કોઈવાર તો એવું લખી નાખે કે સાચી-સારી કોમેન્ટ કરનાર પણ, તમારા બ્લોગ પર અવતો બંધ થઈ જાય. (આપણા મહેમાનનું કોઈ અપમાન કરે તો આપણને કેવું લાગે નંઈ !)

 

મફત સલાહ – બને ત્યાં સુધી બ્લોગરના વિષય સાથે સંમત થઈ જવું, (આપણું કંઈ જતું નથી) કોમેન્ટમાં કોઈ એડવર્સ કોમેન્ટ ન મુકવી. જો મુકો તો ‘કાપાકાપી’ ની તૈયારી રાખવી (જો કે બ્લોગરો તેને વિચારોની ‘આપ-લે’ કહે છે). હું ‘કાપાકાપી’ એટલા માટે કહું છું કે – બની શકે કે આપણે બ્લોગરના પર્સેપ્શનને સમજ્યા હોતા નથી અને બ્લોગર પણ તમારી કોમેન્ટના શબ્દો ન વાંચીને અથવા ન સમજીને પોતાનો કક્કો ખરો કરવા પ્રયત્ન કરે છે. અને પાછો પોતાનો કક્કો ખરો કરવા એવા શબ્દો પણ વાપરે કે તમને એવું લાગવા માંડે કે ‘સાલું મારે મગજ છે જ નહી !’ (ક્યાં આને ભટકાણો ?) જો તમે કોઈ આધાર સાથે લખો તો એ આધારો પણ ખોટા છે એવું જણાવી દે. ટુંકમાં, સહૃદયી મિત્રો સાથે જ્ઞાનની આપ-લે કરવી, જ્યાં ત્યાં ભટકવું નહીં.

બીજી સલાહ – (વર્ડપ્રેસવાળા આવી સલાહ નહીં આપે) કોઈ પોતાની જાતને વિશિષ્ટ વ્યક્તિમાં ખપાવે અને થોડું ‘અળવીતરું’ લખતા હોય તેવા બ્લોગ પર જઈ ‘સળી’ કરી આવવી, તમારી વ્યુઅર્સ સંખ્યા ચોક્ક્સ વધશે.

અચ્યુતમ…

મુ. જુગલભાઈ ભાષાશુધ્ધિ સાથે ઉત્તમ જ્ઞાન પ્રસારના પ્રયત્નોમાં છે, એમને શુભેચ્છાઓ પાઠવીએ…. આવજો.

Advertisements

16 comments on “સુષ્ઠુ સુષ્ઠુ …..

 1. ” ખુબ જ લાગણી અને બુધ્ધિથી લખાયેલો અદભુત લેખ.’ . . . ” અરે આ કમેન્ટ તો મારી છે 🙂 કે જે મેં , ભુપેન્દ્રસિંહ રાઓલજીનાં બ્લોગ પર આપી હતી ! વાહ મારો પણ સમાવેશ થઇ ગયો 😀

  અને મેં તે કમેન્ટ ખુબ વિચારીને જ આપી હતી ( તે ખરેખર તે વિષયને તર્કસંગત હતી – મગજના જે તે હિસ્સાઓ કે જે , જે તે પ્રકારની વર્તણુક કરે છે અને તેઓના લેખ ખરેખર અભ્યાસપૂર્ણ હોય છે . )

  પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી , કમેન્ટ જેવી પણ હોય . . . પણ તેનું મુલ્ય પોસ્ટ લખનાર માટે અમુલ્ય હોય છે . . . અને મૂંગે મૂંગા ચાલ્યા જાવું , તેના કરતા તો નાની તો નાની અને સાદી તો સાદી . . . કમેન્ટ ખુબ મહત્વ ધરાવે છે 🙂

  Like

  • jagdish48 કહે છે:

   હું પણ એ બ્લોગ વાંચું છું અને અમારે ‘કાપાકાપી’ પણ થાય જ છે. હમણાં જ જુગલભાઈની એક પોસ્ટ પર અવું જ શરુ થઈ ગયેલું. મને હવે ઘોડાનું ચોકઠું (લગામ) પહેરવાની ઈચ્છા થઈ જાય છે.
   એમના એક Massacre પરના લેખની વાસ્તવિકતા આ લીન્ક પર જોઈ જજે.
   http://www.examiner.com/article/a-killer-s-profile-why-adam-lanza-killed-innocent-children
   આખી વાત માનસિકતાના સંદર્ભમાં છે. મેં ‘સાયકોલોજીકલ ટ્રીગર’ સંદર્ભમાં લખવાનું શરુ કર્યું, પણ હમણાં બ્રેક લાગી ગઈ છે.
   જીન્સવાળી વાતનો સંબંધ આ વાતમાં ક્યાં ફીટ થશે ?
   હૂં એવી આશા રાખું કે જે લોકો ઇન્ટરનેટ વિષે જાણે છે, વાંચી, વિચારી શકે છે તેમણે અંધારામાં ન રહેવું જોઈએ, એમાં પણ યુવાનોએ ખાસ. બાકી કટપેસ્ટવાળું –
   આભાર.

   Like

 2. Anurag કહે છે:

  સરસ લેખ — આ શબ્દો તમારે ત્યાં થી જ કોપી કર્યા છે 😛

  બહુ જ સરસ અવલોકન છે આપનું…

  ગમ્યું 🙂

  Like

 3. આ – ‘વાહ ! વાહ ! ક્યા બ્બ્બાત હૈ !’ — આપણું ! 🙂
  મને તો એમ કે જ્યાં જલસો પડે તે મુશાયરો ! (અર્થ, ભ.ગો.મં.)

  જો કે અમ ડાયરાપ્રેમીઓનો એક કાઠિયાવાડી દુહો છે;

  ’નિશદિન જામે ડાયરા, ને સદા લીલાલહેર;
  મેરાણીના જાયા ઈ તો, મરદ ખરા છે મેર.’

  બધાની સારી ફિરકી લીધી છે ! લપેટવાનું પણ જાણો છો ! સંક્રાંતિએ તો સિક્કા પડતા હશે જ !! 🙂
  બાય ધ વે, ’સુષ્ઠુ’ એ જ સાચો શબ્દ છે. મજા પડી. ધન્યવાદ.

  સંદર્ભ: (http://raolji.com/2012/12/16/%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%96%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2/#comment-8181)

  Like

 4. Shakil Munshi કહે છે:

  મુ.શ્રી.જગદીશદાદા, થોડો મોડો પડ્યો ! કૉમેન્ટ લખતા પણ બીક લાગી કે દાદા આને શામાં ખપાવશે !
  પણ કાઠિયાવાડી ખરો ને ! હિંમત કરીજ નાખી ! 🙂 આને વાટકી વહેવાર ન ગણતા પાછાં !
  ખૂબ સ_રસ અવલોકન.આપના અભ્યાસપૂર્ણ લેખ માંથી પુષ્કળ જાણકારી મળે છે.
  આપની કસાયેલી કલમ દ્વારા લખાયેલી કૉમેન્ટ્સમાં પણ આદર્શ અભિગમ હોય છે ધન્યવાદ.

  Like

 5. bharodiya કહે છે:

  “સુષ્ટુ સુષ્ટુ” અને “ભદ્રમ ભદ્રમ” . “ભદ્રમ ભદ્રમ” ને ભાષા સાથે મેળ છે. ચિપેલી ભાષા. “સુષ્ટુ સુષ્ટુ” તમે કિધુ એવું લાગણીનુ કવર . મારુ કહેવાનૂ આ ગુજરાતિઓ માટે જ કેમ ? કોઇનાથી ડરે છે ગુજરાતી ?

  Like

 6. P.K.Davda કહે છે:

  સમજનેવાલે સમજ ગયે,
  ના સમજે વહ અનાડી હૈ

  Like

 7. […] આને 'સુષ્ટુ સુષ્ટુ' ના અનુસંધાને જ ગણજો ને ! (પણ વધારે સારું) This entry was posted in Uncategorized. […]

  Like

 8. dhavalrajgeera કહે છે:

  Dear Jagdish48 !!!!
  You have moved my finger to type this.

  This is what you said….
  “સહૃદયી મિત્રો સાથે જ્ઞાનની આપ-લે કરવી,
  જ્યાં ત્યાં ભટકવું નહીં.કોઈ
  પોતાની જાતને વિશિષ્ટ વ્યક્તિમાં ખપાવે અને થોડું ‘અળવીતરું’ લખતા હોય તેવા બ્લોગ પર જઈ ‘સળી’ કરી આવવી,
  તમારી વ્યુઅર્સ સંખ્યા ચોક્ક્સ વધશે.
  ……and Disrespect too !!!!

  Rajendra Trivedi, M>D.
  http://www.bpaindia.org

  Like

 9. jagdish48 કહે છે:

  રાજેન્દ્રભાઈ,
  આપ આવ્યા ખૂબ ગમ્યું. આભાર
  બ્લોગ જગતમાં respect – disrespect નું મહત્વ કેટલું ?
  બસ મસ્તી/મજાક કરતા રહો અને આનંદ કરતા રહો.
  લગે હાથ વાંચી લેજો ને – “તમારા બ્લોગની અત્યાર સુધીની પોસ્ટસ પરની ‘કોમેન્ટસ’ અને ‘લાઈક’ ના નામ જોઈ જજો, હું, તું અને રતનિયો જ દેખાશે.” ( https://bestbonding.wordpress.com/2013/02/27/rataniyo/ )
  ફરી આભાર.

  Like

 10. Sarthi M. Sagar કહે છે:

  આપનો લેખ વાંચ્યો. “એક અભ્યાસુ લેખ, વાહ-વાહ, સરસ લેખ, તમારી સાથે સંપુર્ણ સહમત, અભિનંદન,
  ખુબ જ લાગણી અને બુધ્ધિથી લખાયેલો અદભુત લેખ, Very good thoughts, વાહ ! વાહ ! ક્યા બ્બ્બાત હૈ !” એવું બધું જ લખવાની ઈચ્છા થઇ પણ હાથને રોકી લીધો. રખેને લેખક પાછા બગડે તો અમારોય વારો નીકળી જાય. પરંતુ અમે નવો બ્લોગ શરુ કર્યો છે એમાં તમારી અમુક સલાહો કામ લાગશે એવું લાગે છે.

  તા.ક. આને સળી ન સમજવી.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s