નેગેટીવીટી – પ્રસિધ્ધિની સીડી ?
વર્તમાનપત્રોની કોલમ્સ, બ્લોગ વાંચતા મન ઘણી વખત વિચારે ચડી જાય છે – શું પ્રસિધ્ધિ મેળવવાનો માર્ગ નકારાત્મકતા છે ? વર્તમાનપત્રના સમાચારોને નકારાત્મક અને સકારાત્મક એમ બે ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરીએ તો મહદ અંશે નકારાત્મક સમાચારોનું પ્રમાણ વધારે હશે. સકારાત્મક સમાચારો નાના અક્ષરોમાં ખુણેખાંચરે છપાય છે. ૧૬, જાન્યુઆરીની કળશ પુર્તિમાં એક મહીલા કોલમીસ્ટ ‘તમારો પર્સનલ યક્ષ આવા સવાલ તમને પુછે છે ?’ મથાળા હેઠળ કેટલાક મહત્વનામુદ્દા ઉઠાવે છે જે યોગ્ય છે જ. જેમકે “સામાજીક રુઢિઓ ખોટી હોવાનું જાણવા છતાં સમાજના ડરે, ‘કરવું પડે’, ‘વ્યવહાર સાચવવા પડે’ વગેરે કારણોસર શા માટે ચાલુ રાખીએ છીએ ? શા માટે મક્કમપણે આ કુરુઢિઓ અટકાવવાની આપણી હિંમત ચાલતી નથી” એકદમ મુદ્દાની વાત થઈ, સૌએ વિચારવું જ જોઈએ. આ મુદ્દા સાથે તેણીએ લોકોની મજબુરીની પણ નોંધ લીધી હોત તો વધુ આનંદ થાત. ૨૫-૩૦ વર્ષ પહેલા ‘શાહ’ અટકવાળા મારા એક તાલીમાર્થી સીડયુલ્ડ કાસ્ટનું પ્રમાણપત્ર લઈને આવ્યા, મેં માત્ર કુતુહલ ખાતર પુછ્યું કેમ આમ કર્યું. ‘સાહેબ, ધંધો મેં મારી મુળ અટક સાથે જ શરુ કર્યો હતો, પણ એક વર્ષ દરમ્યાન જેમની પાસે ગયો ત્યારે ફક્ત મારી અટકના કારણે કામ ન મળ્યુ. હવે ધંધો કરવો જ હોય તો મારે અટક બદલવી જ પડે નહીંતર ભુખે મરવાનો વારો આવે.’ આને શું કહેવું ? પેટ ખાતર ‘સ્વમાન’ની બાંધછોડ કરવી પડી. સામાન્યજન ‘ક્રાંતિ’નો ઝંડો લઈને જીવી ન શકે એ પણ નોંધવું જોઈએ.
લેખના ઉતરાર્ધમાં વાત ફંટાઈ ગઈ –
“અને હવે જરાક જુદો પ્રશ્ન. આરએસએસના વડા મોહન ભાગવતે, દિલ્હી ગેંગરેપની ઘટના પછી જાત જાતના વિધાનો કરી હોબાળો મચાવ્યો……. આવી ઘટનાઓ પાછળ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવનું પરિણામ છે. બાકી ભારતીય સંસ્કૃતિમાં તો નારીને દેવીનો દરજ્જો આપીને એનું સન્માન કરાય છે. આપણી સંસ્કૃતિ, અહાહાહા…. હવે પ્રશ્ન એ છે કે આવા લોકો જેને ભારતીય સંસ્કૃતિની ધરોહર ગણે છે એ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં સ્ત્રીઓ સાથે અટકચાળા કે અત્યાચારો થયાનું એમણે નથી વાંચ્યું ?”
મારો નાનો સવાલ – એક વાર્તાકાર એટલું ન સમજી શકે કે વાર્તાને રસાળ અને લોકભોગ્ય બનાવવા લેખક તેમાં નાટકીય તત્વોને ઉમેરે છે ? રામાયણ અને મહાભારત જેવા ‘કથા’ ગ્રંથોમાં આવું ન બની શકે ? મેં તો આ વાર્તાઓ નાનપણમાં જ વાંચી છે અને માનવી તરીકે જીવવા માટે તેમાંથી શું સારુ મળી શકે તે ગ્રહણ કરી લીધું છે. બસ આગળ કોઈ જરુર જણાતી નથી. દુઃશાસન જેવા માણસ ચીર ખેંચે તે યોગ્ય નથી લાગ્યું અને તે સ્વીકારી લીધું, આવા પાત્રોને ભુલી ગયા, વાત પુરી. એમાં પણ લેખિકા કૈકેયીના કિસ્સાને વધારે ચગાવી તારણ લખી નાખે કે – “કદાચ ભારતીય સંસ્કૃતિના એ સુવર્ણ કાળ ગણાતા સમયથી સાવકી માતાને ખરાબ ગણવાની પરંપરા શરુ થઈ ગઈ.” બોલો ! મોટા ભાગના લોકો રામાયણમાં રામ, તેણે કરેલા પરાક્રમો, સીતાનો ત્યાગ, લક્ષ્મણ-ભરતનો રામ માટેનો પ્રેમ અને વિવેક વગેરેને યાદ કરતા હશે, કૈકેયીને નહી, સાવકી મા ને નહીં. શું ભારતમાં ડફોળ બાળકો જન્મે જે માતાનો પ્રેમ અને ધિક્કારની લાગણીને સમજી ન શકે ? આવા બુધ્ધિજીવીઓ ભરતે રામ પાસેથી અલગ થતી વખતે, સિંહાસન પર રામના પ્રતિક રુપે મુકવા ‘રામની પાદુકા’ માગી લીધી તેને, રામને ખુલ્લા પગે કરી નાખવાની ‘લુચ્ચાઈ’માં ખપાવવાનો તર્ક પણ લગાવી શકે.
અને આવી નકારાત્મકતાને ‘હાઈલાઈટ’ કરવાની જરુર જ શું છે ? એક બ્લોગર મિત્ર દિલ્હી રેપ કેસને ભારતીય સમાજની ‘નઘરોળ નપુંશકતા’ માં ખપાવી દે. મારો એક સાદો સવાલ છે કોઈક વ્યક્તિને સારું કરવા તૈયાર કરવો હોય તો તેને ‘તું મર્દ બચ્ચો છે’ એમ કહેવું જોઈએ ? કે ‘તું નપુંશક છે’ એમ કહેવું જોઈએ ? નાના બાળકને પરીક્ષા માટે તૈયાર કરતી માતાએ બાળકને ‘હોંશીયાર’ છે એમ કહેવું ? કે ‘ઠોઠ’ છે એમ કહેવું ?
આજના (૨૦-૧-૨૦૧૩) દિવ્યભાસ્કરમાં એક સકારાત્મક સમાચારની નોંધ અસ્થાને નહીં ગણાય –
“મહીલાઓની મદદ માટે એક સૈન્ય બની ગયું” લશ્કરના એક લેફટ. જનરલ (રીટાયર્ડ) શ્રી એચ.એસ. પનાગે કોઈ પણ પ્રસિધ્ધિના પ્રયત્નો વગર, પોતાનો મોબાઈલ નંબર જાહેર કરી ટ્વીટ કરી કે ‘કોઈ પણ મહીલા જો સંકટમાં હોય તો, મદદ કરવા માટે હું આ નંબર પર ઉપસ્થિત છું.’ અત્યાર સુધીમાં એમના ‘સૈન્ય’માં ૧૦૦૦ થી વધુ વોલેન્ટીયર્સ જોડાઈ ચુક્યા છે અને ચાર શહેરોમાં ‘સ્ટેન્ડ અપ ફોર ઇન્ડિયા’ પ્રસરી ચુક્યું છે. છાપાઓમાં નકારાત્મક લખાણો લખી પોતાને ‘અલગ’ સિધ્ધ કરવા કરતાં આવું કંઈક થાય એ યોગ્ય નથી ? જે લોકો કલમ ચલાવી શકે છે તે આવા લોકોની ‘વાહવાહી’ લખી અન્યને પ્રેરીત કરી શકે કે નહીં ?
મીડીયાના નકારાત્મક પ્રચારના ઘણા ઉદાહરણો છે – એક વધુ ઉદાહરણ – થોડા સમય પહેલાં મેં ચિત્રકાર એમ. એફ. હુસેનના ગુણગાન ગાતા અને ભારતીય સંસ્કૃતિને પછાત ગણતા કોલમીસ્ટની નેગેટીવીટીની વાત કહી તો, બુધ્ધિજીવી મિત્રોએ મારા ‘ક્લોસ્ડ માઈન્ડ’ નું જજમેન્ટ આપી દીધું. કેટલાક વર્ષો પહેલા પ્રકાશીત થઈને બંધ થઈ ગયેલા સામયિકના કવર પેઈજની તસ્વીર મુકું છું, નિર્ણય તમે કરજો ….
આમાં સામયિકના પ્રકાશક અને હુસેન બન્નેની પ્રસિધ્ધિ માટેની ‘નકારાત્મકતા’ છલકે છે, એવું નથી લાગતું ?
મારું તો ક્લોસ્ડ માઈન્ડ છે પણ તમે ‘ઓપન’ રાખીને વાંચજો.
(ખાસ કરીને કૈકેયીને વધારે જાણવાની ઇચ્છા થઈ, અને ગુગલ મહારાજને શરણે જતાં જાણ્યું કે –
http://www.indianetzone.com/13/kaikeyi.htm માં જાણવા મળે છે કે વાલ્મિકીએ કૈકેયિને એક ‘ગ્રેટ લેડી’ તરીકે વર્ણવી છે જે ખરા અર્થમાં રામને મદદ કરવા, તેમને વનમાં મોકલવાનું વરદાન માગે છે અને તે પણ પોતાની અપકિર્તિની પરવા કર્યા વગર. હવે કૈકેયી ‘સાવકી મા’ થઈ કે ‘ત્યાગ મુર્તિ’ ?
આવી બીજી પણ લીન્ક, તમને વધારે રસ હોય તો –
http://en.wikipedia.org/wiki/Kaikeyi
http://www.speakingtree.in/spiritual-articles/epics/holding-a-brief-for-kaikeyi
હજુ ‘સંસ્કૃતિ’ની ખાંખાખોળ ચાલુ જ છે, ફરી ક્યારેક ……)
jem Alas ae Jivta Manusya ni Kabar saman ganay chhe temj Nakaratmakta ne pn apne Jivta manusyana mans ne korti UDHAY kai sakye..aj na manvi ne sari vastu jova karta kharab vastu jovama vadhu ras pade..vartman-patroj nai parntu t.v.smacharo ma pa apne ae Sansani ni khabro jova vadhu male..Ane Ramayan ma Kaikai ji great lady j chhe kemke RAMji jyare Ramva jata tyare mata kaikai temni bhar tadka ma khulla page pratiksa karta..pan ae vakhte pan badhane Nakaratmak vatoma vadhu ras hato..aetle amuk vatoj prakasit thay…mate jem Lakda ma padeli Udhay ne Dur karva aena par Davano prayog avasyak chee aemj Manvini Mnsikta par Padeli NAKARATMKTA ni UDHAYne dur karva aena par ADHYATMIKTA,RACHNATKTA ane PAYANA MULBHUT SIDHANTO NE YAD karva jevi DAVA nA PRAYOG NI AVASHYAKTA HAL MA JANAI RAHI CHHE.
LikeLike
ajna a lekhne hubahu darsavtu 1move RUSH aje yad ave chee.
LikeLike
સામાન્ય રીતે નકારાત્મકતા જ ધ્યાન ખેંચવામાં વધુ સફળ થાય છે. ધંધાકીય પ્રવૃત્તીઓમાં સાત્ત્વીકતાનું કોઈ મુલ્ય નથી હોતું. ધંધો જાહેરાતથી થાય; જાહેરાત વાચકોને આકર્ષવાથી થાય; આકર્ષણનાં ધોરણો સમયના તકાદા મુજબનાં હોય !!
તમને નાનપણમાં સકારાત્મકતા સ્પર્શતી હતી, આજે તો બાળકોનેય મારામારી, ક્રુરતા, ગાંડપણ વગેરે જેવી બાબતો દેખાડે તેના તરફ જ આકર્ષણ થાય છે ને આ વાત ધંધાદારીઓ, એમના માટે સલાહની દુકાનો ખોલી બેઠેલા કેવળ જાહેરાતનું જ સાયન્સ ભણેલા ધંધાદારીઓ – આ બધાં જાણે છે કે આબાલવૃદ્ધ સૌને એવું જ ગમે છે !
ને તમે જોયું હશે કે હવે ક્રીકેટરો પણ હવે જ્યાં સુધી જાહેરાતમાં આંખ મીંચકારે નહીં ત્યાં સુધી ત્યાં સુધી જાણે જાાહેરાત થઈ જ ન ગણાય ! દૈનીકોને, સામયીકોને પણ ગ્રાહક સંખ્યા જોઈતી હોવાથી કોઈની ભુલો બતાવવા માટે પણ તેઓ આકર્ષણના એવા જ રસ્તાઓ લેવાના !!
મારી આ ટીપ્પણીમાં પણ જે ટીકાનો ભાવ છે તેમાં રહેલી દાઝ તપાસો તો તે પણ નેગેટીવ જ જણાશે !!!
LikeLike
મારી ‘દાઝ’ પણ નેગેટીવ જ ગણાય ને ! પોઝીટીવ તરફ જઈ ન શકાય ? અત્યારે ‘મોબ સાયકોલોજી’ અંતર્ગત લોકો મીડીયા દ્વારા દોરવાય છે તો મીડીયાના માણસો જ લોકોને પોઝીટીવીટી તરફ લઈ જઈ શકે એવું લાગે છે. કોમર્શીયલ ફીલ્મોની સામે આર્ટ ફીલ્મો પણ લોકોને ગમે તો છે જ. જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ જો આ દિશામાં વિચારે તો બદલાવ શક્ય છે.
મુલાકાતે આવ્યા, આભાર.
LikeLike
વિચારે “તો” બદલાવ શક્ય છે.
LikeLike
વિચાર સહમતિ માટે આભાર
LikeLike
ઉપનિષદમાંથી ગર્જના કરતો અને અજ્ઞાનના સમૂહો પર ધડાકાભેર તુટી પડતો શબ્દ છે अभी: – અભય, અભય અને અભય.
જો મારે બાળકો હોત હું તેમને નાનપણથી સંભળાવત કે તમે તો અમર આત્મા છો, દિવ્ય છો, જડ પ્રકૃતિના દાસ નથી.
– સ્વામી વિવેકાનંદ
LikeLike
આ લેખને લાઈક કરવાવાળામાં એક વિવેકાનંનો ફોટો છે એ ધ્યાન થી જુઓ. એ આખો ફોટો અદબવાળીને પડાવેલો ફોટો છે. એક નારીવાદી લેખકને આ પોજનો વાંધો પડી ગયો. એણે લખ્યુ કે વિવેકાનંદ ભારતના લોકોનો આદર્ષ છે અને આવા પૌરુષતા ભર્યા પોજ આપી વિવેકાનંદ ભારતિય પુરુષોને પુરુષ લક્ષી બનાવી દે છે.
એને માટે અને એના હિસાબે ક્દાચ એવુ હશે કે સ્વામિએ જુકીને સલામ કરતો ફોટો પડાવવો જોઈએ.
તમે સાપ્તાહિક બંધ પડી ગયાની વાત કરી હવે એ શુભકામ દૈનિકોએ ઉપાડી લિધું છે. આપડા જેવાના બંધ માઈન્ડના તાળા ખોલવાના પ્રયત્નો.
LikeLike
મોટાભાગના દૈનિકો ચમચાગીરી અને અધુરી માહિતીન સાથે અજ્ઞાનનો ફેલાવો કરે છે એમ હું માનું છું. તટસ્થતાનો અભાવ દેખાય છે.
LikeLike