ભગવાનના પ્રકાર (?)

 

વર્તમાન સમયની ‘પ્રગતિ’માં તો મને કન્યુઝન લાગે છે પણ ‘Specialization’ ની પ્રગતિ તો ઉડીને આંખે વળગે છે. ભગવાનના અવતારો વિષે જાણ છે, ‘હરિ તારા છે હજાર નામ’ ની પણ જાણ છે. વિવિધ ધર્મધુરંધરોએ ઉભા કરેલા હિન્દુના ભગવાન, ખ્રીસ્તીના ભગવાન, મુસલમાનના ભગવાનની પણ જાણ છે. હવે સુખના ભગવાન, દુઃખના ભગવાન, અમીરના ભગવાન, ગરીબના ભગવાન, નોકરીયાતના ભગવાન, નોકરીના ભગવાન ….. ક્રિકેટના ભગવાન (?). (છેલ્લા પ્રકારની આગળના પ્રકાર મેં વિચારેલ છે, હજુ હવે આવવાની શક્યતા છે). ભગવાનમાં પણ કેટલું Specialization ?

આજના દિવ્યભાસ્કરના પ્રથમ પાને સમાચાર છે – ક્રિકેટના ભગવાનને સંન્યાસ આપ્યો – (ભગવાન પાછા સંન્યાસ પણ લે !)… ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે જણાવ્યું કે સચિન વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લે છે. અંગત રીતે મને ક્રીકેટની એલર્જી છે પણ કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સફળ થાય કે હોય તો વ્યક્તિની સફળતા માટે માન ઉપજે છે. એમ તો અમિતાભ બચ્ચનને પણ લોકોએ મંદીરમાં બેસાડેલ છે. આમ જે તે વ્યક્તિ માટે માન ઉપજે, ભારતીય તરીકે ગર્વ પણ અનુભવાય, પણ વર્તમાનપત્રોમાં થતું આ પ્રકારનું રીપોર્ટીંગ વિચિત્ર લાગે છે. હજુ તો જુગલભાઈ ગુજરાતીની જોડણી અંગે સ્ટ્રેસ અનુભવે છે, પણ આ રીપોર્ટીંગનું શું કહેવું ? આવું બધુ વાંચતા એવું લાગે છે કે જર્નાલીઝમના કોર્ષમાં શું શીખવતા હશે ? મારા જેવા બ્લોગર મિત્રો તો પોતાના વિચારો/લાગણી પોતાની રીતે વ્યક્ત કરી લેતા હોય છે અને પાંચ-પંદર મિત્રો સાથે વિચારોની આપ-લે કરી લેતા હોય છે. એમને જર્નાલીઝમની જરુર નથી. જ્યારે વર્તમાનપત્રો તો સમાજના પ્રતિબિંબ જેવા ગણાય છે. તો આપણો સમાજ આવો છે ? કે હવે વર્તમાન પત્રો આવા રીપોર્ટર મિત્રોના ‘પ્રતિબિંબ’ છે ?

(આ લખાણ કરતાં પણ મારો લાં….બો.. વિચાર ! મુળભુત રીતે ભારત ‘વેપાર’ પ્રધાન દેશ હતો, છે અને રહેશે. ભૂતકાળમાં તેજાનાનો વેપાર વિશ્વભરમાં કરી અમીર બન્યો. (મંદીરોમાં ધરબાયેલી સંપત્તિ એની સાબિતિ આપે છે) પછી આવ્યા છુટાછવાયા વેપારીઓ. જેમણે પોતાના ખીસ્સા ભરી દેશને ગુલામ બનવામાં મદદ (?) કરી, આ પ્રથા હજુ પણ અસ્તિત્વમાં છે. આ ‘વેપારી’ લોહી ‘મીડીયા’ ની નસોમાં પણ વહે છે. વેચાણ વધારવાના તુક્કાઓ ચાલે છે. સમાજના પ્રતિબિંબની એસીતેસી !)

ક્રિકેટના ચાહકોને ખોટુ લાગ્યું હોય તો માફ કરના !

 

મમળાવો –

‘જીંદગીનો અર્થ શું, જો સાવ એ સસ્તો મળે,

ક્યાંય ન પહોંચાડે એવો રસ્તો મળે.

 

યું તો કઈ નામ હે ખુદા કે, યે ભી મે જાનતા હું,

મગર મુસીબતમેં કામ આયે, ઉસીકો ખુદા માનતા હું.

(સાભાર – દિવ્યભાસ્કર)

Advertisements

9 comments on “ભગવાનના પ્રકાર (?)

 1. patel $umit કહે છે:

  નમસ્તે જગદીશભાઇ

  જે લોકોએ તેમની લાગણી અતિશય કોઇની સાથે જોડેલી હોય તો તેવા લોકોને એ ભગવાન માને છે. અને સમાજ માં તેને આદર્શ સ્વરૂપે જોવાથી લોકોને એવું લાગે છે કે આ વ્યક્તિમાં ભગવાન જેવુ કાંઇક ખાસ છે તેવી છબી નાનપણ થી જ ઉભી થતી હોય છે.

  Like

 2. ભગવાન !!! હું તો આ એક જ શબ્દથી આકુળ-વ્યાકુળ બની જઉ છું. 🙂 મારી માટે તો આ વિષય દુર રહે એટલું વધારે સારું હોય છે, કેમ કે એકવાર તેને પકડયા પછી હું છોડતો જ નથી. 🙂

  વિચારું છું કે મારા બગીચામાં એક પાટીયું જ લટકાવી દઉ કે, “મને ભગવાન ના મુદ્દે કોઇએ છંછેડવો નહી અને છંછેડશો તો તેની સંપુર્ણ જવાબદારી જે-તે વ્યક્તિની રહેશે.” 😀 😀 😀 😀

  Like

  • jagdish48 કહે છે:

   અતિખુશીમાં ‘સ્વ’ ને યાદ રાખવાનું ભુલાઈ ન જાય એ જોજો !
   આભાર !

   Like

   • અતિખુશી હોય કે ભારે દુઃખ…. મને હવે બંને પરિસ્થિતિમાં સ્થિરતા કેમ કેળવવી તે લગભગ આવડી ગયું છે સાહેબ…

    એકવાત કહું…. આ ‘સ્વ’ની આંતરખોજમાં ભટકવા કરતાં હું ‘સ્વ’ને સ્થિર, અજ્ઞાની અને આનંદમાં રાખવું વધારે પસંદ કરીશ.. આ તો, સ્કુલના સમયથી અઘરા વિષયોને ઓપ્શનમાં છોડવાની ટેવ હજુ છુટતી નથી. 🙂

    Like

    • jagdish48 કહે છે:

     સ્થિર, અજ્ઞાની અને આનંદ ત્રણેય શબ્દોને સામાન્ય અર્થમાં લઈએ અજ્ઞાન, સ્થિર થવા ન દે અને અજ્ઞાન આનંદ લેવામાં/આપવામાં અવરોધરુપ થાય. આંતરખોજ તો કરવી જ નહી, સમય આવે આપમેળે થશે.
     કેમ રહ્યું ?????

     Like

     • એકદમ સાચી વાત.

      પણ મારો વિચિત્ર અનુભવ કહે છે કે જ્ઞાન કરતા અજ્ઞાન સ્થિર રહેવામાં અને કોઇ પણ સ્થિતિમાંથી આનંદ મેળવવામાં વધુ મદદગાર સાબિત થાય છે.

      સંસારમાં જ્ઞાનનું મહત્વ અને જ્ઞાનીઓનો દબાવ વધુ છે એટલે કોઇ અજ્ઞાનનું મહત્વ નહી સ્વીકારે અથવા તો અજ્ઞાન પણ આનંદદાયક હોય છે તેવું સ્વીકારવું જ્ઞાનીઓ કે બૌધ્ધિકો માટે ઘણું કષ્ટદાયક બની શકે છે.

      નોંધઃ હું સંપુર્ણ અજ્ઞાની બનવાની તરફેણ નથી કરતો પણ જીવવા માટે જરૂરી જ્ઞાન સિવાય અન્ય કોઇ પણ જ્ઞાનને હું મનુષ્ય પર ભારરૂપ ઘણું છું. જો કે મારી અંદર પણ ઘણુંબધુ ભારરૂપ જ્ઞાન ભરાયેલું છે.

      Like

 3. jagdish48 કહે છે:

  ભારે કરી !
  તમે તો જ્ઞાનીઓ અને બૌદ્દિકોની દુઃખતી નસ દબાવી દીધી !
  જીઓ દિલસે ….

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s