કેળવણી –

કેળવણી –

આજે યુવરાજ સાથે મુલાકાત થઈ અને એક-દોઢ કલાકની ગોષ્ટી થઈ (સુધારો… વાતો થઈ. કારણ કે મને ‘બોલ-વા’ ઉપડ્યો અને તેને કે તેના મિત્રને બોલવાનો ચાન્સ મળ્યો જ નહી). યુવરાજ મને નાનકડી પુસ્તિકા ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ (મનુભાઈ પંચોલી) ભેટ કરતો ગયો. પુસ્તિકા શ્રી મનુભાઈના ચાર યાદગાર પ્રવચનોનો સંગ્રહ છે. જેમાં ‘બાળકેળવણી’ નું મહત્વ સમજાવ્યું છે અને તેને વિશ્વશાંતિનું કેન્દ્ર દર્શાવ્યુ છે. પુસ્તિકા વાંચી…… અને મારો ભૂતકાળના વિચારનો કીડો સળવળ્યો.

જગતની ઉત્પતિથી માંડીને આજ સુધી ‘પુરુષ’ કેળવણી પ્રમુખસ્થાને છે. તેનું કારણ પણ છે. કુદરતે પુરુષના શરીરની રચના (જીનેટીકલી) જ એવી કરી છે કે તે હંમેશા બળવાન રહ્યો છે અને રહેશે. પુરુષની કેળવણીને પ્રાધાન્ય એટલે અપાયું કે તેણે કુટુંબનું ભરણપોષણ કરવાની જવાબદારી લીધી. પુરુષની મોટામાં મોટી ખામી એ છે કે તેની સહનશીલતા સ્ત્રી કરતા ઓછી છે (એમાં પણ પુરુષના જીન્સ ભાગ ભજવે છે). ઓછી સહનશીલતા અને વધુ બળને કારણે પુરુષ હિંસક બન્યો અને તેમાં Male Ego ભળ્યો આથી ‘શાંતિ’ જોખમાણી અને યુધ્ધોનો ઇતિહાસ શરુ થયો. સમાજના શુભચિંતકોને લાગ્યું કે પુરુષની જન્મદાતા ‘માતા’ને જો યોગ્ય કેળવણી આપવામાં આવે તો પુરુષને ‘કંટ્રોલ’ કરી શકાય અને શાંતિ જળવાય રહે. આથી ‘સ્ત્રી કેળવણી’નો દોર શરુ થયો. માતા જીજાબાઈ જેવી માતાઓ આવી ખરી પણ ઝાંસીની રાણી પણ આવી. (ભલે અન્યાયની સામે હોય પણ ‘હિંસા’ તો આવી જ.) સમાજના શુભચિંતકો ફરી કામે લાગ્યા અને એવું તારણ કાઢ્યું કે ‘જો બાળકોને યોગ્ય તાલીમ આપવામાં આવે તો ‘શાંતિ’ની સ્થાપના થાય. ‘બાળ કેળવણી’નો જમાનો આવ્યો. નાના બાળકોના કુમળા મનને વાળો તેમ વળી જાય અને તેમાં પુરુષ અને સ્ત્રી નાનપણથી જ ઘડાય અને ભવિષ્ય ઉજ્જવળ બને. ગિજુભાઈ, નાનાભાઈ, મનુભાઈ જેવા વંદનીય શિક્ષકો સિવાય આજે બાળપણ ઓશીયાળુ બની ગયું છે. પણ સવાલ એ છે કે આવા શિક્ષકો કેટલા ? જે છે તે આજના જમાનામાં બે છેડા ભેગા કરવા ‘માસ્તરી’ કરે છે, ‘કેળવણી’ ક્યાંથી આપી શકે ? (આમીરખાન જેવા ‘થ્રી ઈડીયટ’ આપી આજના શિક્ષણની ‘ઠેકડી’ ઉડાડે છે પણ વસ્તવિકતા શું છે ?) આમાં ‘બાળકેળવણી’નો એકડો નીકળી જાય છે.

મને એવું લાગે છે કે કેળવણીની વાતમાં આપણી સમાજ વ્યવસ્થાને ક્યાંકને ક્યાંક અવગણવામાં આવી છે. સૌથી અગત્યનો મુદ્દો ‘સ્વતંત્રતા’ નો છે. આપણે બાળકેળવણીની વાત કરીએ છીએ પણ બાળકોની સ્વતંત્રતાને ભૂલી જઈએ છીએ. કેળવણી લેવા માટે બાળકો કેટલા સ્વતંત્ર છે ? કઈ કેળવણી લેવી એ નક્કી કોણ કરે છે ? આજે માબાપો બાળકના જન્મથી જ ‘ઇગ્લીંશ મીડીયમ’, એન્જીનીયર, ડોક્ટરમાં પડ્યા છે. બાળક શું નક્કી કરે છે ? બધાજ મહાનુભાવો માબાપને સલાહ આપે છે – બાળપણ ખીલવા દો, બાળકોની પસંદગીને જાણો, અને એવું બધુ. પણ તમને લાગે છે કે આજનો જમાનો માબાપના ‘બ્રેઈનવોશ’ નો છે.

મારો સળવળતો વિચાર આ જ છે – માબાપની કેળવણી

પુરુષ અને સ્ત્રીને જીવન રથના બે પૈંડા કહ્યા છે પણ પુરુષ કેળવણી કે સ્ત્રી કેળવણી એ બે પૈંડામાંથી એકનું જ મેઈન્ટેનન્સ કરવાની વાત કેટલા અંશે યોગ્ય ? એકની જ માવજત કરવાથી રથ સીધો તો ચાળિ શકશે જ નહી. મા ઇચ્છે કે મારા બાળકને ગુજરાતી મીડીયમમાં ભણાવું અને બાપ કહેશે મારે તો ઇંગ્લીશમાં જ મુકવો છે. કે પછી વાઈસેવર્સા. બાળકનો વિચાર કોણે જાણ્યો ? માબાપની દલીલ છે કે બાળકને શું ખબર પડે ? મંજુર ! તમારુ જ્ઞાન કેટલું ? તમે ભણ્યા ત્યારે તમને કેટલી સ્વતંત્રતા હતી ? તમે તમારી પસંદગીના ક્ષેત્રમાં જ છો કે પેટીયું રળવા જ કામ કરો છો ? બાળકેળવણીની પુસ્તિકામાં શ્રી મનુભાઈ લખે છે – ‘Fences are needed for garden but fences can not create flowers’ પણ ગાર્ડનની રખેવાળી કરતી Fences (માબાપ) એટલી ઉંચી અને નક્કર છે કે ફુલોનો કુદરત સાથેનો સંપર્ક જ છુટી ગયો, પ્રકાશ, હવા, પાણી મળતા જ નથી આથી મુરજાયેલા ફુલો જ વિકાસ પામે છે અને પોતાનો ‘મુરજાવો’ નવા ખીલતા ફુલોને વારસામાં આપે છે.

હવે સમય છે સ્ત્રી-પુરુષના બ્રેઈનવોશનો અને એ શરુઆત ‘પતિ-પત્ની’ ની તાલીમથી કરી શકાય. આ વિચાર દસ-બાર વર્ષથી સળવળે છે પણ આજના જમાનામાં ‘માર્કેટીંગ વગરની’ ‘પ્રોડક્ટ’નું કોઈ મહત્વ નથી. (આ બ્લોગની શરુઆતમાં મેં પતિ-પત્ની અંગે કેટલીક પોસ્ટ લખી.)

હજીપણ મને લાગે છે ‘માબાપ કેળવણી’ નું વિચારવા જેવું તો ખરું !

Advertisements

3 comments on “કેળવણી –

 1. jjkishor કહે છે:

  શીક્ષણ અને કેળવણીમાં ફેર છે. કેળવણીમાં કેળવાવાની વાત છે. માબાપોને કેળવવાનું શક્ય ખરું ? શીક્ષણ આપો….પણ કઈ હેસીયતથી આપી શકાશે ? શાળાઓ વાલીસંમેલનો કે સભાઓ કરે છે, તેમાં જોડાશું ? વાલીઓને રસ પડે કે આવવાનું મન થાય તેવા કાર્યક્રમો આપવા પડે.

  આજે જ મેં એક શીક્ષણની ચીંતા કરનાર પોલીસ અધીકારી શ્રી હસમુખભાઈનો લેખ કોડિયું માટે રવાના કર્યો છે. તેઓ શીક્ષણની સાચી દીશામાં ચીંતા કરે છે. તેમના અનુભવો નક્કર છે. હું એની પીડીએફ મોકલીશ. એમણે પણ વાલીશીક્ષણની જ વાત કરી છે. વંળી સૌને નીમંત્ર્યા પણ છે.

  તમે કોઈક નક્કર કાર્યક્રમ બનાવીને મુકો તો કામ થાય. જોકે તોય સવાલ તો સમાજનીષ્ઠાનો આવશે જ. કોને ફુરસદ છે ?!

  હું તો નીવૃત્ત થયા પછી ભાષાનું કામ વીચારીને બેઠો છું, ને એમાં પણ સફળ નથી. તમારા મીશનને સફળતા ઈચ્છવા સીવાય શું કરી શકું ?

  Like

  • jagdish48 કહે છે:

   ‘એમાં પણ સફળ નથી.’ વાક્ય ન ગમ્યુ. ધ્યેય માટેના માપદંડ રાખીએ પણ જ્યાં આપણો કન્ટ્રોલ નથી ત્યાં આપણે જ જજમેન્ટ આપીએ તે યોગ્ય નથી. તમારા કામની સફળતા કે નિષ્ફળતા, તમારા કાર્યની જેમને અસર થવાની છે તેમણે નક્કી કરવાની છે. તમે કાર્ય કરો છો તે મહત્વનું છે. આથી વાક્ય સુધારો મારા તરફથી – ‘હું ભાષાનું કામ વીચારીને બેઠો છું અને એ કાર્ય કરું છું’
   મારા માટે તો તમારા સુચનો જ અગત્યના છે. શિક્ષણ અને કેળવણીની સ્પષ્ટતા માટે આભાર. પીડીએફની રાહ જોઈશ.

   Like

 2. yuvrajjadeja કહે છે:

  જગદીશ અંકલ, આપની સાથેની મુલાકાત ખૂબ જ યાદગાર રહી ,આપની વાતો અને આપના વિચારો થકી જ માલુમ પડ્યું કે આપને આ પુસ્તિકામાં જરૂર રસ પડશે , અને સદભાગ્યે એ પુસ્તિકા એ સમયે મારી પાસે હતી ! આપના જીવન પ્રત્યેના અભિગમ ની ઝાંખી મેળવીને, મારો આપને મળવાનો જે ઉદેશ્ય હતો તે સાર્થક થયો.
  બાકી તમે પણ મને સાંભળ્યો (સહન કર્યો ) જ છે ! 🙂

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s