સરખામણી ?

સરખામણી ?

“થાય સરખામણી તો ઉતરતા છીએ,

એ છતાં આબરુ અમે દિપાવી દીધી,

એમના મહેલને રોશની આપવા,

ઝુંપડી પણ અમારી ઝલાવી દીધી.”

આપણે આવા આસિકાના મુડમાં નથી જવું, આ તો આજની પોસ્ટ લખતા આ ગઝલ યાદ આવી ગઈ.

મૂળ વાત એમ છે કે ગઈ કાલે એક ચેનલ પર પર સીરીયલ જોતાં જોતાં એક સંવાદ યાદ રહી ગયો. દીકરી એની માને કહે છે – “તું હંમેશા મારામાં પૂર્વી (બહેનનું નામ)ને શોધે છે, મારા મિત્રો ભલે હાઈફાઈ રહ્યા પણ એ બધા ‘મને’ ઓળખે છે. મારું પણ અસ્તિત્વ છે.”

(જો કે ચેનલોની સીરીયલોના પ્રોડ્યુસરો વ્યુઅરને ઉલ્લુ સમજીને જ સીરીયલો બનાવે છે, પણ આપણે તો ચેનલનું ભાડુ આપીએ છીએ. થીમ, વાર્તા કે ફોટોગ્રાફીમાં કંઈ ન મળે તો સંવાદોમાં તો કંઈક શોધવું પડે ને !)

અહીં દીકરી, મા પર કટાક્ષ કરે છે કે હું મારી બહેન કરતાં અલગ છું, મારા મિત્રોમાં મારી એક અલગ ઓળખાણ છે, મારું નામ છે, મારું અસ્તિત્વ છે. વાત સાચી છે. જો કુદરતે બે માણસોને એક સરખા નથી બનાવ્યા તો પછી સરખામણી શા માટે ? ટીવીના મ્યુઝીક/ડાન્સના લાઈવ શો માં પણ બે ગાયકો કે ડાન્સરો વચ્ચે સરખામણી કરવામાં આવે છે, માર્ક આપવામાં આવે છે. શા માટે ? જજને ગમ્યું એટલે ? જજે પોતાના કેટલાક ધારાધોરણો બનાવ્યા છે તે માપદંડની સાથે ગાયેલા ગીતને સરખાવતાં ફરક જણાય છે એટલે ? જો સંગીતના ધોરણો પ્રમાણે જ માર્કીંગ કરવામાં આવે તો બધા જજના માર્કસ સરખા જ આવવા જોઈએ. પણ એવું નથી બનતું, એનો અર્થ એ થાય કે પ્રત્યેક વ્યક્તિ પોતે પોતાના ધોરણો (Standards) નક્કી કરે છે. ટીવી જોતી વખતે હું પણ મારા ધોરણો નક્કી કરું છું અને આ જજે બરાબર માર્કસ આપ્યા અને બીજાએ ખોટા માર્કસ આપ્યા એવી સરખામણી કરું છું. મેં જે ધારણા કરી એ પ્રમાણે જે જજ માર્કસ આપે એ યોગ્ય અને બીજો અયોગ્ય ? ખરેખર કોણ સાચો ? ગીતના કલાકારની પોતાની ઓરીજીનાલીટી ન હોય ? કુદરતે બક્ષેલ આ ઓરીજીનાલીટીની સરખામણી કરનાર આપણે કોણ ?

કે પછી મારી ધારણાઓની સ્વીકૃતિ થાય એવી ‘અપેક્ષા’ રાખી કે ‘આગ્રહ’ રાખ્યો એ ખોટું ?

મને લાગે છે ‘સરખામણી’ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની પોતાની ‘અપેક્ષા’ઓની અવગણના અન્ય દ્વારા થાય. મ્યુઝીક શોના જજ, ગાયક પાસેથી એવી અપેક્ષા રાખે કે આ ગીત તેણે આ રીતે ગાવું જોઈએ. તે ‘સંગીતના માપદંડ’ને બદલે પોતાના ‘અપેક્ષાઓના માપદંડ’ સાથે ગાનારની સરખામણી કરે અને તે પ્રમાણે માર્કીંગ કરે, અને તેથી બીજા જજ કરતાં જુદો પડે. આ જ પ્રમાણે ગાયકે પણ વિચારવાનું રહે કે જે તે જજે આપેલા માર્ક તે તેની જજની પોતાની અપેક્ષા પ્રમાણેના છે, આથી મારે કંઈ મારી ઓરીજીનાલીટી છોડી ન શકાય, પણ ખુલ્લુ મન રાખી, અન્યની અપેક્ષાઓને જાણી મારામાં સુધારો જરુર થઈ શકે. સામે પક્ષે પ્રત્યેક માર્ક આપનારે પણ જે તે ગાયકની ગાયકીની ખૂબીઓની કદર કરી પછી જ પોતાનું મંતવ્ય આપવું જોઈએ.

આ તો મ્યુઝીકના શોની વાત કરી, પણ આપણા ઘરમાં પણ માબાપ જો પોતાના બાળકો વચ્ચે સરખામણી કરે તો તેમાંથી કોઈક બાળકને નુકશાન થવા સંભવ છે. દરેક બાળકની પોતાની આગવી ઓળખ છે તે જાળવી માબાપે પ્રત્યેકની સાથે વ્યવહાર કરવો જોઈએ. ટીવી સીરીયલની મમ્મીએ એક દિકરીની સરખામણી બીજી સાથે ન કરવી જોઈએ. બન્નેને પોતપોતાની ખાસીયત છે, મા તરફથી બન્ને દીકરીઓને સરખી જ ટ્રીટમેન્ટ મળવી જોઈએ. સાસુઓએ પણ વહુઓની સરખામણી એકબીજી સાથે ન કરવી જોઈએ. (ઝી ટીવીવાળા સાસુવહુની સીરીયલો પણ આપે છે !!!!)

In short, મારું વર્તન પ્રત્યેક સાથે, અન્યની સાથે સરખામણીમાં નહી પણ વ્યક્તિગત રીતે હોવું જોઈએ અને એ પણ અન્યને તકલીફરુપ ન થવું જોઈએ. બેફામ સાહેબે ગઝલમાં આગળ પર કહ્યું છે –

‘કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા,

પણ ઉભા રહી અમે કોઈને ન નડ્યા’

વાંચતા વાંચતા કંટાળો આવ્યો ને ! એમાંય કોઈ મફત સલાહ આપે ત્યારે તો ખાસ !

વાંધો નહી ! નીચે ક્લીક કરો

ચાલો સાથે મળીને ગઝલ માણીએ !

Advertisements

5 comments on “સરખામણી ?

 1. Patel sumit કહે છે:

  નમસ્તે જગદીશભાઇ,

  માણસો જ્યારે બીજાની સાથે સરખામણી કરે કે બીજાનો જેવો બનવાનો પ્રયત્ન કરે ત્યારે તે સૌથી દુખી થાય છે કારણ કે તે બીજાની પરિસ્થિતિ અને પોતાની પરિસ્થિતિ સરખાવતો નથી તે ક્યા છે અને આપણે ક્યા છીએ તે જોઇને સરખામણી કરવી ઉત્તમ રહેશે. સરખાવો નહી તમે જેવા છો તેવા જ બની ને જીવો.

  Like

 2. Prashant કહે છે:

  બૌ જ સરસ વાત કરી … એમાં જે પણ જે પોતાની સરખામણી અન્ય દ્વારા થાય ત્યારે એમની અપેક્ષા જાણી ને પોતાના માં સુધાર લાવી શકાય … એક્દમ હકારાત્મક વિચાર છે …

  તમારો લેખન વાંચી ને મારા માં જન્મેલો વિચાર :-
  “ગમે તેટલો કાદવ મળશે ….. હું તો કમળ છું એટલો હું વધારે મોકળાસ થી ખીલી શકીશ ….”

  Like

 3. jagdish48 કહે છે:

  સુમીત અને પ્રશાંત,
  બંને મિત્રોને વધારાની સલાહ – હંમેશા ‘જાત’ (સ્વ) સાથે સરખામણી કરતા રહેવાથી પ્રગતિની તક વધશે.
  આભાર !

  Like

 4. Prashant કહે છે:

  આપની સલાહ સર આંખો પે … 🙂

  Like

 5. મારી જીંદગી ની ચેતના કહે છે:

  aapnane Bija Sathe Sarkhave Tyare Chokas Dukh Thavanu 6e Jo Te Apada thi Chadhti Kaksha a Hase To. . .
  Pan Aapde Potane j Bija Sathe Sarkhaviye Tyare Pan dukh Thay J 6e. . .
  Hamesha Potani Jat Sathe j Sarkhamni Karvi Ane Tenathi Agal Vadhvu Joye. . .

  salah Sachi Ane Sari Chhe. .

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s