શું થયું હશે ?

શું થયું હશે ? મારું શું થશે ? હવે શું થશે ?

બધાના મનમાં દિવસમાં વધુમાં વધુ વખત ઉઠતા પ્રશ્નો !

ઉઠવામાં મોડું થઈ ગયું, હવે ઓફીસે ટાઈમસર કેમ પહોંચાશે ? હજુ તો ઉઠવામાં જ મોડુ થયુ છે, ઓફીસે જવામાં તો બે-ચાર કલાકની વાર છે છતાં ‘ભવિષ્ય’માં શું થશે તેની ‘પૂર્વધારણા’.

એજ રીતે જે પ્રસંગ બન્યો નથી તે અંગેની ‘ધારણા’ઓ – ‘કંઈક તકલીફ થઈ હશે તો ?’ આવું મનમાં  ધારી લઈને લગભગ બધા જ ‘તણાવ’ અનુભવે છે. આપણું મન સતત ધારણા/પુર્વધારણા કરતું રહે છે. કાર્ય કરતી વખતે પણ આગળના પરિણામો વિષે ધારણા કરતું રહે છે. જો ભૂતકાળનો અનુભવ હોય તો પરિણામો ધારેલા આવતા રહે, કાર્યનો પ્રથમ પ્રયત્ન હોય તો આપણું જ્ઞાન આપણા કાર્યના પરિણામો ધારવામાં મદદરુપ થાય, પણ આશંકાઓ મન પર કાબુ ધરાવે છે અને મહદ અંશે નકારાત્મક ધારણાઓ/વિચારો જ આવતા હોય છે. આ નકારાત્મકતાને કારણે મન પર તાણ વધે છે. કોઈ સ્વજન સમયસર ઘેર પરત ન આવે ત્યારે મહદ અંશે, ક્યાંક એક્સીડન્ટ નહીં થયું હોય ને ? એ વિચાર પ્રથમ આવે છે. વળી મન અહીંથી અટકતું નથી કેટલું વાગ્યું હશે ? કોઈ હોસ્પીટલ લઈ ગયું હશે કે નહી ? કઈ હોસ્પીટલમાં લઈ ગયા હશે ? ડોક્ટર હાજર હશે ? …. (તમે અનુભવ્યું જ હશે ! આવું જ નહી તો બીજું કંઈ ! પણ મન ધારણાઓ કરતું જ રહે છે.) એનાથી ઉત્પન થતું ‘સ્ટ્રેસ’ શરીર પર તેની અસર કરે જ છે. અહી પરિસ્થિતિ એવી છે કે જે બન્યું નથી તેની ધારણાઓ કરી આપણે ‘સ્ટ્રેસ’ અનુભવીએ છીએ.

આવા સ્ટ્રેસથી બચવાનો એક ઉપાય ‘હકારાત્મક ધારણાઓ’ છે. દરેક વખતે ખરાબ બનતુ નથી અને એવા અનુભવો ભૂતકાળમાં તમે પણ કર્યા જ હશે. ભૂતકાળમાં મોડું થયું ત્યારે – ગાડી બગડી હતી કે તમને સરપ્રાઈઝ આપવા ગીફ્ટ લેવા રોકાયા હોય કે તમને મનગમતો નાસ્તો લેવામાં વાર લાગી હોય, આવી સુખદ પ્રસંગો બન્યા જ હશે. હવે આપણે જો આવી સુખદ પૂર્વ ધારણાઓ કરીએ, તો સ્ટ્રેસ ઉત્પન્ન થવાનો સવાલ જ ઉભો ન થાય. અંગ્રેજીમાં સારો શબ્દ ‘Positive Visualization’ ઉપયોગમાં લેવામાં આવે છે. સુખદ પૂર્વધારણાઓ કરવામાં એક તકલીફ એ ઉભી થઈ શકે કે તમે હકારાત્મક પૂર્વધારણાઓને જો ‘અપેક્ષા’ઓનું સ્વરુપ આપી દો તો બીજા પ્રશ્નો ઉભા થવાની શક્યતા વધી જાય.

મન, ‘સ્ટ્રેસર’ (તણાવ ઉત્પન્ન કરનાર) ‘વાસ્તવિક’ છે કે ‘આભાસી’ (ફક્ત મનની ધારણા) એનો તફાવત (Differentiate) કરી શકતું નથી. ઉદાહરણ રુપે, દોરડી અને સાપનો તફાવત. અંધારામાં દોરડી જોઈ મન સાપની ધારણા કરી સાચા સાપના સામના વખતે શરીર જે પ્રતિક્રિયા કરવી જોઈએ એ પ્રમાણે વર્તે છે. આમ આભાસી અનુમાન મન પર તાણ ઉભુ કરે છે. પણ જો આપણે આ ‘આભાસી અનુમાન’ સુખદ કરીએ તો ? મન ને ખબર નથી કે આ અનુમાન વાસ્તવિક છે કે આભાસી ? આથી એ મગજમાં કોઈ સ્ટ્રેસ ઉત્પન્ન થવા દેતું નથી અને સ્ટ્રેસની ગેરહાજરી શરીરને તેની સામાન્ય સ્થિતિમાં રાખે છે.

પ્રોફ. રોબર્ટસન જણાવે છે કે ‘મન તમે જે વિચારો છો તે પ્રમાણે બદલાય છે.’ (“Your brain is changed physically by the conversations you have, the events you witness and the love you receive. This is true all through your life, not just when you are an infant.”) તેઓ વધુમાં જણાવે છે કે મગજ આપણા બાયોલોજીકલ ડેવલોપમેન્ટ પ્રમાણે ભલે વિકાસ પામતું હોય, પણ વિચારો તેનું ઘડતર કરે છે, આપણે આપણી બાયોલોજીના ગુલામ નથી. (આ વાત શીલ્પીઓએ પણ પોતાના શીલ્પો દ્વારા વ્યક્ત કરી જ છે)

post

હકારાત્મક વિચારો અંગે આજે બધા જ મોટીવેશનલ એક્સપર્ટસ એક સુરે વાત કરે જ છે.

આ સિવાય ‘ધારણા’ઓના સ્ટ્રેસમાંથી મુક્ત થવાનો અન્ય રસ્તો ‘ધ્યાન’ છે. જ્યારે પણ મન પર નકારાત્મક વિચારો હુમલો કરે ત્યારે આંખો બંધ કરી, ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો અને નકારાત્મક વિચારોના હુમલાનો સામનો કરવા સકારાત્મક વિચારોની ઢાલ બનાવો. (‘નકારાત્મક વિચાર મારે નથી કરવાના’ એ વિચાર પણ નકારાત્મક છે, આથી એવા વિચારો પર ધ્યાન આપ્યા વગર ‘મારે સકારાત્મક વિચાર કરવાના છે’ એવું વિચારો.). રોજીંદુ ધ્યાન સ્ટ્રેસનો કાયમી ઇલાજ છે.

નિષ્ફળતાનો ભય (Fear of Failure) પણ આ ધારણાઓના તનાવનું કારણા હોય શકે. ઓછા આત્મવિશ્વાસના કારણે આપણા મનમાં ‘હું નિષ્ફળ જઈશ તો ?’ એ ભય કાયમી ઘર કરી જાય તો, ફક્ત કાર્ય કરતી વખતે જ આ ભય સતાવે એવું નથી, પણ આ ભયના કારણે આપણી ધારણાઓ પણ નકારાત્મક બની જાય. જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. મનમાં આત્મવિશ્વાસ જગાવશો તો તણાવ આપોઆપ દુર થઈ જશે.

 

 

(પ્રોફ. રોબર્ટસનને વધારે જાણવા નીચેની લીન્ક પર તેમનું સંબોધન સાંભળો.)

https://vimeo.com/2473689 (part 1)

https://vimeo.com/2558555 (part 2)

Advertisements

2 comments on “શું થયું હશે ?

  1. Patel sumit કહે છે:

    નમસ્તે જગદીશભાઇ,

    આ લેખ ૯૦% માણસોને લાગુ પડતો હશે. કારણ કે તે પોતાને શુ કરવાનું છે તેનું પ્લાનીંગ કરવા બેસે ને થોડી ક્ષણો માં જ નેગેટીવ વિચારો તેમના પર હાવી થવા લાગે છે અને તેમનું મન ખરાવ વિચારો તરફ ધકેલાઇ જતા સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. જે કરવાનુ હોય તે રહી જાય છે અને નથી કરવાનુ હોતુ તેના વિચારોમાં ખોવાઇ જવાય છે. જો માણસો આવી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવતા શીખી જાય તો તે સફળતા મેળવે છે. પણ આ વાત થોડી અધરી એ માટે છે કે આપણો સમાજ મોટા ભાગે નકારાત્મક વિચારો માં રાચ્યો રહે છે. અને સમાજ ને આપણે છોડી શકતા નથી. એટલે નકારાત્મક વિચારો છોડવા માટે મન મક્કમ કરવુ જોઇએ દુનિયા ભલે ગમે તે કહે કે કરે મારે જે કરવુ છે તે હું કરીને જ રહીશ તેવો વિચાર કરવો જોઇએ.

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s