લટકતો વિચાર !

લટકતો વિચાર !

ગઈકાલની પોસ્ટ – ફંટાઈ જાઓ ! – માં ‘સમયના તણાવ’ની વાત કરી, એ પછી આજે

Anticipatory stress. (આપણી પુર્વધારણાઓનો તણાવ)

Situational stress. (પરિસ્થિતિના કારણે ઉભો થતો તણાવ)

Encounter stress. (કોઈનો સામનો કરવાનો તણાવ)

ની ચર્ચા કરવી જોઈએ. પણ ચીલો ચાતરીને વાત કરવાની ઇચ્છા છે, કારણ કે સમયના તણાવમાં હવેની ચર્ચાનો હિસ્સો મોટો છે. તમારે કરવાના કાર્યોનો વિચાર તમારા મનમાં હોય છે, બીજા કામમાં લાગો ત્યારે તમને લાગે કે તે ભુલાઈ ગયો છે, પણ એ કાર્ય જ્યાં સુધી પુર્ણ ન થાય ત્યાં સુધી તે વિચાર મનમાં ‘લટકતો’ જ રહે છે. આવા જ પ્રકારના લટકાતા વિચારો જાણેઅજાણે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. (આપણો મુળભુત દુશ્મન કોર્ટીસોલ હોરમોન ઉત્પન્ન કરે છે અને જેની સતત હાજરી, શરીરમાં બીજા રોગો ઉત્પન્ન કરે છે.) જો તમે જે તે કાર્ય અંગે નિર્ણય લઈ લો તો તે કાર્યના વિચારને પણ ‘નિર્ણય’નું સ્થાન મળી જાય અને મનમાં ‘લટકવા’નું બંધ થાય.

રજનીશજીની એક બહુ ઉલેખાયેલ વાર્તાની ઝલક આપી દઊં જે લટકતા વિચારની અસર સમજવામાં ઉપયોગી છે. પરદેશની વાત છે જ્યાં લાકડાના ઘર હોય ત્યાંની. આવા ઘરના મકાનમાલિકે ઉપરના માળની રુમ ભાડે આપી. હવે ભાડુઆત એકલો જ હતો અને રાત્રે નોકરીએથી મોડો આવે. થાકેલો કંટાળેલો હોય, એથી ઘેર આવતાવેંત પલંગમાં પડતુ મુકે, દરવાજા પાસે બુટ કાઢવા જેટલી હોશ પણ ન હોય આથી પલંગ પડ્યા પછી એક બુટ કાઢી દરવાજા તરફ ફેંકે. ઘર લાકડાનું હોય એથી ‘ધડામ’ કરતો અવાજ આવે અને નીચેના માળે મકાનમાલિક ભરઊંઘમાંથી જાગી જાય. થોડીવાર પછી બીજા બુટનો આવાજ આવે અને ત્યારબાદ ભાડુઆત અને મકાનમાલિક બન્ને ઉંઘી જાય. આવું થોડા દિવસ ચાલ્યું, પછી કંટાળીને મકાનમાલિકે ભાડુઆતને વિનંતિ કરી – “પ્લીઝ ! રાત્રે તમે બુટ કાઢીને શાંતિથી નીચે મુકશો ? તમે બુટ ફેંકો છો તેથી મારી ઉંઘ ઉડી જાય છે.”. ભાડુઆતે માફી માગી અને હવેથી એવું નહીં કરે તેની ખાત્રી આપી. રાત્રે ભાડુઆત નોકરી પરથી પરત આવ્યો, કંટાળેલો તો હતો જ, પથારીમાં પડ્તું મુકી, આદત મુજબ એક બુટ કાઢી ફેક્યું, ‘ધડામ’ કરતો અવાજ આવ્યો અને મકાનમાલિક જાગી ગયો. ભાડુઆતને તુરત યાદ આવ્યું કે બુટ ફેંકવાનું નથી, આથી બીજુ બુટ કાઢી શાંતિથી નીચે મુકી, સુઈ ગયો. થોડીવારે દરવાજો પર ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો મકાનમાલિક. ભાડુઆતે તુરત માફી માગી પણ મકાનમાલિકે તુરત પુછ્યુ ‘ બીજા બુટનો અવાજ કેમ ન આવ્યો ?’

આ છે લટકતા વિચારની કમાલ ! મકાનમાલિક બીજા બુટના અવાજની રાહ જોતો જોતો ઉંઘી ન શક્યો.

રજનીશજીની પરદેશી વાર્તા જેવી આપણી દેશી વાર્તા પણ છે –

એક ગુરુ-ચેલો પગપાળા યાત્રા કરી રહ્યા હતા. રસ્તામાં એક નદી આવી. કમર સુધીનું પાણી હશે. એક સુંદરી કાંઠા પર ઉભી હતી પણ નદીમાં ઉતરતાં ગભરાતી હતી. તેણે મદદની આશામાં ગુરુ-ચેલા સામે જોયું. ચેલાએ સુંદરીને ઉંચકીને સામે પાર ઉતારી. સુંદરી આભાર માની પોતાના રસ્તે આગળ વધી ગઈ. ગુરુ-ચેલાની પણ આગળની મુસાફરી શરુ થઈ. સાંજે ગુરુએ ચેલાને કહ્યું કે આપણે તો સંન્યાસી, આપણાથી સ્ત્રીનો સ્પર્શ પણ ન કરાય, અને તેં આજે એક સુંદરીને ઉંચકીને નદી પાર કરાવી ? ચેલાએ નમ્રતાપૂર્વક ગુરુજીને કહ્યું ‘ગુરુજી ! મેં તો બીજા કિનારા પર સુંદરીને ઉતારી પણ આપ તો હજુ પણ તેને ઉંચકીને ચાલી રહ્યા છો !’

માટે સુજ્ઞ વાંચકો ! કોઈ સુંદરીને … સોરી … કોઈ વિચારને ઉંચકીને ન ચાલશો !

સ્ટ્રેસથી બચવું છે ને ?

4 comments on “લટકતો વિચાર !

 1. metvision says:

  જગદીશભાઇ તમે બહુ સરસ વાત કરી આ તો એવી વાત થઇ કે આપણે રાત્રે સુવા જતા હોઇએ અને ભુલે ચુકે કોઇએ મીસ કોલ કરી દીધો હોય તો આપણે તેને ફોન ન કરીએ ત્યાં સુધી ઉંધ નથી આવતી અને મનમાં એ સવાલ લટકેલો રહે છે કે તેને શું કામ હશે. આવું બધી જ જગ્યાએ થતુ હોય છે. અને આવા પ્રશ્નોથી ચિંતા ઉત્પન્ન થાય છે.

  Like

  • jagdish48 says:

   આભાર !
   આવેલા મીસકોલની (જો નામ કે નંબર જાણીતો ન હોય તો) બહુ ચિંતા કરવી નહી. કારણ કે મીસકોલ કરવાવાળાને ચિંતા કરવા દેવી કે ‘જવાબ ન આવ્યો’ !!!!!!

   Like

 2. મારી જીંદગી ની ચેતના says:

  na joita Vicharo Dhasdine Chalsu to chali Nai Sakiye. . .
  Koi No mis Cal Avyo Hoy Ane Same Cal Kariye To Pan Ungh nathi Avti.

  Like

  • jagdish48 says:

   મીસકોલને કોલ કર્યા પછી ઊંઘ ન આવે તો વિચારવું પડે કે કોને કોલ કર્યો…..હેં ! 😉
   આવા મિસકોલ તો સંબંધ મજબુત કરે નહીં..!

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s