ફંટાઈ જાઓ !

ફંટાઈ જાઓ !

રોગોના રાજમાર્ગ- સ્ટ્રેસ પરથી ફંટાઈ જાઓ ! તણાવમુક્ત બનવાનો પ્રયત્ન કરી, મુખ્ય માર્ગથી ફંટાતી એક નાનકડી કેડી પર જશો તો પણ ત્યાંથી આગળ જતાં તણાવમુક્ત જીવનનો મુખ્ય માર્ગ મળશે. ભલેને શરુઆતમાં કદાચ કેડી પર ચાલવાની અગવડ પડશે, મન મારીને પણ કેડી પસંદ કરવી પડશે, પણ આગળ જતાં તણાવમુક્ત વન-ઊપવનમાં વિહાર કરવાની તક મળશે.

બાલ/યુવાન/વૃધ્ધ – ટુંકમાં માનવમાત્ર સૌને આ વાત લાગુ પડે છે,

(If you are ‘Born to Live Best Life’)

‘રોગોનો રાજમાર્ગ’ માં સ્ટ્રેસથી થતા રોગો વિષે જાણ્યું.

‘સ્ટ્રેસ-૨’ માં આપણે સ્ટ્રેસની ફીઝીયોલોઝીની (ચેતાતંત્ર વિષેની) ચર્ચા કરી.

‘સ્ટ્રેસ – ૩’ માં સ્ટ્રેસ માટેના જવાબદાર મુખ્ય હોર્મોનને ઓળખવાનો પ્રયત્ન કર્યો.

‘आ बेल मुझे मार’ માં સ્ટ્રેસ ઉત્પન્ન કરનારા ‘સ્ટ્રેસર’ ને ઓળખવાનો પ્રત્ન કર્યો.

પણ સ્ટ્રેસના પ્રકારો તો બાકી જ રહ્યા !

સ્ટ્રેસમાંથી મુક્તિ જોઈતી હોય તો ‘ક્યા પ્રકારનું સ્ટ્રેસ છે એ તો જાણવું જ રહ્યું.

મેનેજરોને ધ્યાનમાં રાખીને Dr Karl Albrecht એ વર્ષો પહેલા ચાર પ્રકારના સ્ટ્રેસનું વર્ણન કર્યું છે જે મહદ અંશે આપણે સૌને લાગુ પાડી શકાય.

Time stress. (સમયનો તણાવ)

Anticipatory stress. (આપણી પુર્વધારણાઓનો તણાવ)

Situational stress. (પરિસ્થિતિના કારણે ઉભો થતો તણાવ)

Encounter stress. (કોઈનો સામનો કરવાનો તણાવ)

Time stress. (સમયનો તણાવ)

સમયની મારામારી વિષે ચર્ચાની જરુર નથી, કારણ કે બધાજ આ સ્ટ્રેસ વધતા-ઓછા અંશે અનુભવે જ છે. કુદરતે સૌને એક દિવસના ૨૪ કલાક જ આપ્યા છે, પણ કેટલાકને  આ ૨૪ કલાકમાં જ એટલા બધા કામ કરી લેવા છે કે સમય તેની પર સવાર થઈ જાય છે અને એ સમયના બોજા હેઠળ કચડાઈ મરે છે. જો કે પરિણામ તો શુન્ય જ મળે છે. (ભૌતિક રીતે પરિણામ મળ્યાનો આભાસ થાય છે, પણ તે તંદુરસ્તીના ભોગે.) એંસીના દાયકામાં એક એજ્યુકેશનલ ફીલ્મ – ‘Organise yourself’ – જોઈ હતી તેમાંથી કેટલાક મુદ્દા મનમાં છપાય ગયા છે. એમાં જણાવેલી કાર્ય કરવાની પધ્ધતિની ઝલક જોઈએ. તમારે કરવાના કાર્યોને બે બાબતો ધ્યાનમાં રાખી  વહેંચો – કાર્યની અગત્યતા અને કાર્ય પૂર્ણ કરવાની તાકીદ (Importance and Urgancy). મેં નીચે પ્રમાણેનો એક ગ્રાફ દોરી આ બાબત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કાર્ય કરવાનું ગ્રાફ પ્રમાણે ગોઠવીએ તો મગજ પર તણાવ નહીં આવે. જે કાર્ય અગત્યનું અને તાકીદનું હોય તે તુરત કરી નાખવું જોઈએ. તમે કહેશો કે આવું લીસ્ટ બનાવવાની કડાકુટ કરવાની વાત એ રોજીંદી જીંદગીમાં શક્ય નથી. પણ આમાં લીસ્ટ બનાવવાની વાત જ નથી, આ પોસ્ટ વાંચવામાં તમને સમય લાગે છે પણ મગજની વિચાર કરવાની ‘ઝડપ’નો વિચાર પણ તમે નહી કરી શકો. આવા લીસ્ટ તો, તમે આ લીટી વાંચવાની પુરી કરશો એ પહેલા મનમાં ઝડપથી બની જશે. શરત ફક્ત એટલી છે આ મુદ્દો અગત્યનો છે એ વાતની મનમાં ગાંઠ વાળવી પડશે અને એ દિશામાં પ્રયત્ન કરવો પડશે. ચાર કામના ઉદાહરણ પણ જોઈ લઈએ – ઇલેક્ટ્રીકનું બીલ ભરવાનું છે, વીમાનું પ્રીમીયમ ભરવાનું છે, ડીઝીટલ સેટ અપ બોક્ષ લેવાનું છે,ગામડેથી એક ઓળખીતા શહેરમાં આવ્યા છે તેમને મળવા જવાનું છે. ઇલેક્ટ્રીક બીલ અગત્યનું અને તાકીદનું છે – તુરત ભરવું પડશે. વીમા પ્રીમીયમ અગત્યનું છે પણ તાકીદનું નથી, કારણ કે પ્રીમીયમ ભરવામાં એક મહીનાની છુટ મળે છે, આથી તેને પ્લાન કરી થોડું મોડુ ભરી શકાશે. ચેનલોના ડીઝીટાઇઝેશનનો સરકારી હુકમ છે એથી સેટ અપ બોક્ષ લેવું જ પડશે પણ તેની અગત્યતા ઓછી છે, બહુ બહુ તો થોડા દિવસ ટીવી નહી જોઈ શકાય એ જ. ઓળખીતાને મળવાનું અગત્યનું પણ નથી અને તાકીદનું પણ નથી, આથી મળી શકાય તો ઠીક, ન મળાય તો પણ ચાલશે.

priorities

બાકીની ત્રણ પ્રકારના સ્ટ્રેસની ચર્ચા હવે પછી. પણ નીચેની લીન્ક પર સરસ રીતે લખાયેલ, સ્ટ્રેસમાંથી ‘Quick Relief’ પર નજર નાખો.

http://www.fi.edu/learn/brain/relieve.html#relievementally

Visualize yourself in a tranquil place.

Gain control of your breathing.

Repeat a helpful quote or word.

Get away from the noise.

Use your imagination.

Use good scents.

Laugh.

Cry.

અંતે ‘ક્રાઈ’ તો આવ્યું ! આપણે તો ક્રાંઈગ ક્લબના મેમ્બર થવાની ઓફર તો ક્યારની આપી દીધી છે !

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s