રોગોનો રાજમાર્ગ – સ્ટ્રેસ

રોગોનો રાજમાર્ગ – સ્ટ્રેસ

‘ક્રાઈંગ ક્લબ’ ના મેમ્બર થયા નહી, પણ નુકશાન તમને જ છે.

મેં તો સ્ટ્રેસ ઘટાડવા ક્લબના મેમ્બર થવા સુચવ્યું હતુ, બાકી તમારી મરજી !

આજે વાંચી લો, સ્ટ્રેસથી બચશો નહી તો ક્યાં પહોંચી જશો.

વર્તમાનના કોમન રોગ –

હાર્ટ ડીસીઝ – એન્જાયના (છાતીનો દુઃખાવો), હાર્ટ એટેક,

હાઈ બ્લડ પેસર – જેને silent killer કહેવાય છે અને ઘણા બધા રોગોનું મુળ છે,

કોલેસ્ટ્રોલ વધવો,

ગેસ્ટોઇન્ટેસ્ટીનલ રોગો (પાચનને લગતા રોગો) – એસીડીટી, અપચો, કબજીયાત, અલ્સર, ઝાડા, ગેસ થવો,

ડાયાબીટીસ – લોહીમાં ગ્લુકોઝના પ્રમાણમાં વધઘટ,

મેદસ્વીતા,

અનિદ્રા,

યાદશક્તિ ક્ષીણ થવી, કોન્સન્ટ્રેશન ઘટવું,

માઈગ્રેઈન,

આર્થરાઈટીસ,

એલર્જી, સામાન્ય શરદી,

અરે ! બાકી રહી જતું હોય યુવાનોને પજવતા ખીલ,

બોલો ! હવે બીજા કોઈ બાકી રહી જાય છે ? ટુંકમાં બધા રોગોના મુળમાં ક્યાંકને ક્યાંક ‘સ્ટ્રેસ’ રહેલું જ છે. આ ફક્ત વાતો જ નથી. પુરાવા અને આધાર પણ વૈજ્ઞાનિકોએ શોધ્યા છે.

સૌ પ્રથમ તો સ્ટ્રેસ શું છે તે સમજવું જરુરી છે.

‘કોઈ પણ પરિસ્થિતિ જેનો આપણે યોગ્ય રીતે સામનો ન કરી શકીએ તેને ‘સ્ટ્રેસર’ કહે છે અને તે અનુભવ જે સ્થિતિ ઉભી કરે તેને ‘સ્ટ્રેસ’ કહે છે. બીજી રીતે કહીએ તો આંતરિક કે બાહ્ય પરિસ્થિતિ સામે, રક્ષણ માટે, પરિસ્થિતિને અનુકુળ થવા માટે શારિરિક, માનસિક કે વર્તણુકમાં ફેરફાર કરી શરીરના તંત્રો જે પ્રત્યુત્તર આપે તેને સ્ટ્રેસ કહેવાય. સ્ટ્રેસને સમજવાના મને જે ઉદાહરણો વાંચવા મળ્યા તેમાં “Flight or Fight” નું ઉદાહરણ કોમન વાંચવા મળ્યું. સ્ટ્રેસની ઉત્પતિ આદિમાનવના જમાનાથી થઈ. જંગલમાં અચાનક કોઈ પ્રાણી સામે આવી જાય ત્યારે આદીમાનવ જીવ બચાવવાના ‘સ્ટ્રેસ’ માં આવી જાય. તેની પાસે બે વિકલ્પો હોય – ક્યાં તો ભાગી જવું અથવા સામનો કરવો. બન્ને પરિસ્થિતિમાં શરીરને કેટલાક આંતરિક ફેરફાર કરવા પડે. આ આખી ક્રિયા ત્રણ સ્ટેપ્સમાં થાય –

એલાર્મ (Alarm) – આંખો દ્વારા પ્રાણી નજરે પડે કે કાન દ્વારા તેનો અવાજ સંભળાય તો મગજમાં એલાર્મના સીગ્નલ (સ્ટ્રેસર) ઉત્પન્ન થાય. મગજની ગ્રંથીઓ તુરત વિચારણા ચાલુ કરી દે કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, નિર્ણયની દિશામાં આગળ વધે – નાનુ પ્રાણી છે તો ‘શિકાર કરો’ (Fight), મોટુ પ્રાણી છે તો ‘ભાગો’ (Flight).

રેઝીસ્ટન્સ (Resistance) – નિર્ણયને અનુરુપ શરીરના વિવિધ અવયવોને યોગ્ય આદેશ આપવાનું શરુ થાય.

એક્ઝોશન (Exhaustion) – જો સ્ટ્રેસર સતત રહે તો મગજ અને શરીર થાકી જાય. (આવી પરિસ્થિતિ રોગો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે.)

સ્ટ્રેસ બે પ્રકારના કહેવાય છે – Eustress અને Distress

યુ સ્ટ્રેસ વ્યક્તિને પ્રગતિ માટે પ્રેરે છે. જેમકે વિદ્યાર્થી પરીક્ષા માટે તૈયારી કરતો હોય ત્યારે અભ્યાસનો માનસિક તણાવ ભોગવતો હોય, પણ આ તણાવ તેને પરીક્ષામાં પાસ થવા કે ટોપ કરવાનું બળ પુરું પાડે છે. આ યુ સ્ટ્રેસ છે, પણ આ સ્ટ્રેસને યોગ્ય રીતે કન્ટ્રોલ ન કરવામાં આવે તો તે ડીસ્ટ્રેસમાં બદલાય જાય અને વિદ્યાર્થી શારિરિક અને માનસિક રીતે ભાંગી પડે છે. આમ ડીસ્ટ્રેસ વ્યક્તિની શક્તિઓ ક્ષીણ કરે છે અને વિવિધ રોગો ઉત્પન્ન કરે છે. બાકી મારી દ્રષ્ટીએ સ્ટ્રેસ એટલે સ્ટ્રેસ, એના કોઈ પ્રકાર પાડવાની જરુર જણાતી નથી. કોઈ પણ પ્રકારના સ્ટ્રેસથી બચવાનું છે અને તેને કન્ટ્રોલ કરવાનું શીખવાનું છે.

સ્ટ્રેસ ભૌતિક, માનસિક કે સામાજીક હોય શકે. સ્ટ્રેસની અસર બધાના શરીર પર સામાન્ય સરખી રીતે થાય છે. આથી રોગોથી બચવું હોય તો સ્ટ્રેસ અને સ્ટ્રેસથી બચવાના ઉપાયો બધા માટે સરખા જ હોય એ સ્વભાવીક છે.

સ્ટ્રેસને સમજવા શરીરની ‘નર્વસ સીસ્ટમ’ને થોડીક સમજીએ તો સરળતા રહે.

તમને આ બધી ભેજાફોડી લાગશે, પણ કોઈ રોગને દુર કરવો હોય તો તેના મુળ સધી તો જવું પડે ને !

કાલે થોડી વધારે ભેજાફોડી કરશું ?

Advertisements

5 comments on “રોગોનો રાજમાર્ગ – સ્ટ્રેસ

 1. Atul Jani (Agantuk) કહે છે:

  ‘ક્રાઈંગ ક્લબ’ ના મેમ્બર થયા નહી, પણ નુકશાન તમને જ છે.

  શું પરણેલાઓએ ય ક્રાઈંગ ક્લબના મેબ્મર થવું જોઈએ? અમારી જેવા તો ઘરે પુરતું રડી લેતા હોય છે. 🙂

  સ્ટ્રેસથી બચવાના ઉપાયો માટે કાલે ફરી આવીશ.

  Like

 2. […] અનેક વૃતિઓનો જન્મ થાય છે, ઘડતર થાય છે. સ્ટ્રેસની પોસ્ટમાં જોયું હતું તેમ ‘Fight or Flight’ એ […]

  Like

 3. […] સમય પહેલાં સ્ટ્રેસ અંગેની ચાર-પાંચ પોસ્ટ લખી હતી, તેમાં […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s