ટેવ પાડો –

ટેવ પાડો –

શેની ?

ગુટકાની ?

ગુટકાની ટેવ પાડો તો છાપાવાળા લખે ‘ગુટકાપ્રેમી’

પત્નીની ટેવ પાડો તો ………… પત્નીપ્રેમી !

પતિની ટેવ પાડો તો ………….પતિપ્રેમી !

કેટલું સાદુ ગણિત.

મારી પત્નીને પ્રેમ કરું છું એમ કહ્યા કે કર્યા વગર પત્નીપ્રેમી ! એકદમ સરળ !

ખરેખર તો આજે પત્નીઓ દ્વારા એનકાઊન્ટર પછી યુવામિત્રોને પત્ની ‘પહેલા પાળ બાંધવા’ માટે ટીપ્સ આપવી હતી. પણ સીનીયર સીટીઝન ફર્સ્ટના નાતે આજે તેમની વાત અને આજનો યુવાન આવતી કાલનો ………… છે એથી એણે પણ આ વાત ગાંઠે બાંધી લેવી.

દરેક સીનીયર સીટીજન (પુરુષ) ને સવાલ – જો પત્ની અઠવાડીયું પિયર જાય, (જોકે પિયર જવા જેવું રહ્યું ન હોય, કારણ કે યુવાનીના મિત્રો પણ હવે તો આઘાપાછા થઈ ગયા હોય, છતાંય જાય એમ ધારીએ …) સવારની ચા નો કપ, વાંચવાના ચશ્મા, નાસ્તા વખતે ચોકઠું ગોતી આપવું, બીપીની દવા યાદ કરવી.. અને આવું તો ઘણુંય.. કોણ કરે ? (પુત્ર – પ્રૌત્રાદિકની સહાય લેવાની મનાઈ છે !)

ગુટકાનું જવા દ્યો, પણ ચા પીવાની ટેવ હોય તો ચા પીધા વગર કરન્ટ લાગે છે ? પત્ની પણ પિયર જાય તો સવારમાં ચા, ચશ્મા… વગર કરન્ટ લાગે છે ? પત્નીની ‘ટેવ’ પડી ગઈ છે કે નહીં ? મહીલા વાંચકોએ (અલીખીત “સીનીયર સીટીઝન” વાંચી લેવું ….)  પણ બહુ ખુશ થયા વગર આવી જ પરિસ્થિતિ વિચારી લેવી. ગોઠણના ટચાકા બોલતા હોય ત્યારે બુઢ્ઢો જ પાણી ભરી આપે છે. શ્વાસ ફુલી જાય ત્યારે એ જ દવાનો પમ્પ શોધી લાવે છે. પુત્રવધુ ખખડાવતી હોય ત્યારે ઢાલ બનીને એ જ ઉભો રહે છે. આમ પતિની ‘ટેવ’ પડી જ ગઈ હોય છે.

મુળ મુદ્દો ‘ટેવ’ નો છે. પતિ કે પત્નીની ટેવ પાડો. પ્રેમ તેની પાછળ ખેંચાઈને આવી જશે. પ્રેમ કરવાની ‘મહેનત’ નહીં કરવી પડે, આપોઆપ થશે.

ભુમિતિના પ્રમેયની જેમ – ‘ટેવ પાડો, પ્રેમ થશે.’ ઈતિ સિધ્ધમ…

………….

મિત્રો ! આ ફક્ત મજાક નથી !

Advertisements

5 comments on “ટેવ પાડો –

 1. Krutarth Amish કહે છે:

  ગુટકાનું જવા દ્યો, પણ ચા પીવાની ટેવ હોય તો ચા પીધા વગર કરન્ટ લાગે છે ? પત્ની પણ પિયર જાય તો સવારમાં ચા, ચશ્મા… વગર કરન્ટ લાગે છે ? પત્નીની ‘ટેવ’ પડી ગઈ છે કે નહીં ? – એકદમ સાચી વાત અને એ પણ લગ્ન પછી જ તુરંત જ

  Like

 2. yuvrajjadeja કહે છે:

  એકદમ સાચી વાત કીધી આપે , મારું એક પ્રિય ગીત છે “સૌદે બાઝી …” અજય દેવગણની ફિલ્મ “આક્રોશ” નું , એ ગીતની એક લાઈન મને બહુ વ્હાલી છે “મેં કભી ભુલુંગા ના તુજે, ચાહે તું મુજકો દેના ભુલા, આદતો જેસી હૈ તું મેરી , આદતે કૈસે ભૂલું ભલા…..” આદત – ટેવ – પ્રેમ – જીવન !

  Like

 3. Hiranya કહે છે:

  અનુરાગ જરુરી છે આસક્તિ નહી.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s