Everyone is playing safe –

Everyone is playing safe –

કેમ ?

ચોક્કસ કારણ મળતુ નથી, પણ છે હકીકત !

મારી સાથેનો બનેલો તાજો જ દાખલો –

ગાંધીનગરના મારા મકાનના ભાડુઆતે તાજેતરમાં મકાન ખાલી કર્યું. ભાડુઆત તરીકે પતિ-પત્ની અને માબાપ એટલા જ. ઘર પણ ખૂબ સરસ જાળવણીથી રાખ્યુ. પતિ-પત્ની બન્ને ખૂબ ભણેલા અને સારી નોકરી પણ કરે. માસીક આવક એકાદ લાખની તો હશે. અમે પણ તેઓને ભાડુઆત નહી પણ ઘરના સભ્ય ગણી ઘણી વધારાની સગવડો અને છુટછાટો પણ આપેલી. અમારે ગાંધીનગર જવાનું થાય ત્યારે અમને પણ સગા જેવી મહેમાનગતિ મળતી. મેં પણ તેને મારા દીકરાની જેમ ગણી વર્તન રાખેલું.

ગાંધીનગર નોટીફાઈડ એરીયા તરીકે હોવાથી મકાનવેરાના બીલ ખૂબ ઓછા હતા હવે કોર્પોરેશનની રચના થઈ છે, આથી મોટામસ બીલ આવ્યા. સામાન્ય રીતે ટેક્સબીલ ભાડુઆતે ભરવાનું હોય. પહેલા વર્ષે ભાડા કરાર કર્યો ત્યારે એવી શરતો પણ લખેલી (પછી તો ભાડા કરાર કરવાનું બંધ કરી દીધુ હતું). હવે તેમણે ખાલી કર્યું અને છેલ્લા બે વર્ષનું ટેક્સબીલ આવ્યું. હું બહારગામ હોવાથી મેં તેને બીલ ભરી દેવા અને પછીથી હિસાબ સમજી લઈશું એવું ફોન પર જણાવ્યું.

અને બીજી જ મીનીટે તેમનો ફોન નહીં પણ SMS આવ્યો, મને બરાબર સમજાયો નહી એથી મેં પણ વળતો SMS કર્યો. તેણે ચોખવટ માગી કે બીલ તો હું ભરી દઊં પણ ભવિષ્યમાં મારે કેટલા ભોગવવાના થશે તેની ચોખવટ પહેલાં થઈ જવી જોઈએ જેથી સંબંધો બગડે નહીં.

મને ઝાટકો લાગ્યો ! મારી તેના પ્રત્યેની લાગણીની કિંમત તેની માસિક આવકના દસ ટકાથી પણ ઓછી ? મારા પરનો આટલો જ વિશ્વાસ ? મેં તેના તરફ હૃદયથી રાખેલા પ્રેમનું મહત્વ આટલું જ ? મારા બીજા પણ સબંધીઓ છે જેમણે ફક્ત મારા એક ફોનના જવાબમાં લાખ રુપિયા, ક્યારે પરત આપશો એવી કોઈ અપીલ વગર ભર્યા હોય. જેમની સાથે ફક્ત વ્યાપારી સંબંધની શરુઆત હોય અને મકાન રહેવા માટે આપી દે અને એ પણ એવી હૈયાધારણ સાથે કે ‘પૈસા જ્યારે આપવા હોય ત્યારે આપજો, મકાનમાં રહેવા આવી જાઓ’ અને મકાનનો દસ્તાવેજ પણ બનાવી આપે, આ પ્રકારના સંબંધો અને લાગણીના અનુભવોની સામે આ એક, આઠ-દસ હજારનો અનુભવ ખૂબ ખુંચ્યો.

ધીમે ધીમે આ પ્રસંગની કળ વળી અને લાગણીના મુલ્યોના કેટલાક તથ્યો સામે આવ્યા.

સૌ પ્રથમ તો ‘Everyone is playing safe’ નહીં પણ ‘Many of them (કે us ?) are playing safe’. મેં બ્લોગની શરુઆતમાં જ પ્રેમને સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સમજણ હજી કાયમ છે. બધા સંબંધો ‘જરુરીયાત આધારીત નથી હોતા’ હજુપણ વધારે ઉંડા ઉતરીએ તો લાગે છે કે ‘જરુરીયાત’ના આધારે બંધાતા સંબંધોમાં playing safe આવી શકે પણ તમે કદાચ આ સંબંધ ‘જરુરીયાત’ આધારીત છે કે ‘પ્રેમ’ આધારીત તેનો ભેદ પારખી શકતા નથી અને પરીણામે લાગણી ઘવાયાનું દુઃખ અનુભવો છો. મહદ અંશે આપણા સંબંધો આપણી હયાતીના ‘સ્ટેટસ’ (Status of Existence) આધારીત હોય છે. કુટુંબમાં, સમાજમાં, કારોબારમાં તમારું સ્થાન કયું છે તેના પર તમારી સાથેના સંબંધો બંધાય છે, રાખવામાં આવે છે. જો એ સ્વીકારીએ તો કદાચ સુખ-દુઃખની લાગણીમાંથી બચી શકાય.

પણ આપમેળે જન્મતી લાગણીઓનું શું ?

મારો અનુભવ તો બહુ સામાન્ય ગણાય પણ જરુરીયાતના સંબંધોની અંતિમતા (extreme) ની વાત હવે પછીની પોસ્ટમાં …..

Advertisements

8 comments on “Everyone is playing safe –

 1. Everybody is playing safe here and nobody is safe here 😦

  Like

 2. Hiranya Vyas says:

  પ્રેમ એ પ્રેમ છે વ્યવહાર માં પ્રેમ નીપજે એ શક્ય બને પરંતુ પ્રેમ માં વ્યવહાર નો ભાવ તકલીફ આપે. જ્યારે વ્યવહાર ની વાત હોય છે ત્યારે સુરક્ષા રોકડી હોય છે.

  Like

  • jagdish48 says:

   હિરણ્યભાઈ,
   બ્લોગ પર સ્વાગત છે.
   પ્રેમ ક્યાંથી અને ક્યારથી ઉપજે એ મૂળીયા શોધવા પ્રયત્ન કરવા જેવો લાગે છે ? મને તો સામાન્ય લાગણીઓ અને પ્રેમને અલગ રાખવામાં જ મજા હોય તેવું લાગે છે. કારણ કે પ્રેમમાં કોઈ પર્સન્ટેજ હોતા નથી અને એમાં ત્યાગની જ વાત હોય. પણ વ્યવહારમાં જે લાગણીઓ અવતરે તેને કોઈ ધક્કો મારે ત્યારે તકલીફ થાય છે. નીચેની લીન્ક જોઈ જશો –
   http://aksharnaad.com/2012/02/28/sweet-water-in-desert-by-jagdish-joshi/
   સુંદર પ્રતિભાવ આપવા બદલ આભાર !

   Like

 3. bharodiya says:

  તમારા ભાડુતના મનમા કદાચ કોઇ અલગ વાત ના હોય. અમુક માણસો ચોખવટિયા હોય છે. પહેલેથી જ ચોખવટ કરી લે છે. મનમાં કશુ હોય નહી પણ સામેના માણસને ધક્કો પહોંચાડે છે. ક્યારે, કેવી ઓખવટ કરવી, કરાય કે ના કરાય એનું ભાન જ નથી હોતું. વ્યવહારની સુક્ષમતાથી અજાણ લોકોના વ્યવહાર થી આપડે દુખી થવાનું કોઇ કારણ નથી.

  Like

 4. bharodiya says:

  આમ જુઓ તો ચોખવટિયાઓમાં વિશ્વાસ નો અભાવ હોય છે. વિશ્વાસ ના હોવાથી જ અગાઉ ચોખવટ કરી લે.

  Like

  • jagdish48 says:

   ભાઈશી ભારોદિય,
   બન્ને કોમેન્ટમાં એગ્રી, પણ વિશ્વાસ કરતાં આપણો તળપદી ‘ભરોસો’ વધારે ફીટ થાય છે. બાકી દુઃખી ન લગાડવાની વાત સવ સાચી.

   Like

 5. Prof. HITESH JOSHI says:

  It happens EVERY WHERE….!
  Wait for RAM RAJYA….!!

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s