કુંટુંબ કે કેરીયર ?

 

આજના યુવાનોનો પ્રાણ પ્રશ્ન –

કુંટુંબ કે કેરીયર ?

વર્તમાન કે ભવિષ્ય ?

અંગત જીવન કે સામાજીક જીવન ?

અંગત ધ્યેય કે સામાજીક ધ્યેય ?

પૈસા અને પ્રતિષ્ઠા કે પ્રેમ અને હુંફ ?

મને ફીલ્મ ‘એતરાજ’ નો એક સંવાદ યાદ આવે છે. જો કે ફીલ્મનું થીમ અને મેસેજ અલગ હતા પણ કેરીયરના સંદર્ભમાં એક સંવાદ યાદ કરવા જેવો છે. આવું જ કંઈક – જબ તું ટોચ પર હોગી તો અપને આપકો અકેલી પાઓગી – પતિ, તેની કેરીયરલક્ષી પત્નીથી છુટા પડતા કહે છે. યુવાન મિત્રો કહેશે કે ‘એવરેસ્ટનું શીખર, કંઈ મા-બાપ, ભાઈ-બેન કે અન્ય કુટુંબીજનો સાથે લઈને ન સર કરાય, ત્યાં એકલા જ જવું પડે અને તો જ શીખર સર થાય.’ હકીકત છે. મિત્રોની દલીલ સર-આંખો પર ! પણ શીખર સર કરવા પ્રેરણા પૂરી પાડનાર કે તે માટે અંગત ભોગ આપનાર વ્યક્તિઓના ત્યાગની કોઈ કદર નહીં ? શું ‘સેલ્ફ સેન્ટર્ડ’ બનવાનું ? તાજમહેલના સંગેમરમરની જ કિંમત ? પાયામાં ધરબાઈને ભોગ આપનાર પથ્થરોની કોઈ કિંમત જ નહીં ?

યુવાનો માટે ખરેખર પેચીદો સવાલ છે અને મા-બાપ માટે તકલીફભર્યો. એમસીએ કર્યા પછી બેંગ્લોરની આઈટી કમ્પની સારામાં સારા પેકેજની ઓફર કરતી હોય અને ગુજરાતી મા – ‘મારો લાલો ત્યાં ખાશે શું ? તારું કોણ ધ્યાન રાખશે ? અહીં પાણીયારેથી ગ્લાસ ભરી જાતે પાણી પીધું નથી ત્યાં કોણ કરશે ?’ – કહી બેંગ્લોર જવાનો વિરોધ કરતી હોય. મા નો સવાલ એકદમ વ્યાજબી છે. અભ્યાસ દરમ્યાન બાપના પૈસે અને મા ની સેવા લઈ તાગડધિન્ના કર્યા હોય અને જીવન માટે જે જરુરી છે તેનો વિચાર જ ન કર્યો હોય તો મા ને આવો પ્રશ્ન ઉઠે તેને ‘રુઢીચુસ્ત કે જુનવાણી મા’ ન કહેવાય, ડહાપણવાળી અને વાસ્તવલક્ષી મા કહેવાય !

“જુનવાણી જ કહેવાય ! પૈસા ફેંકો,  મીનરલ પાણીની બોટલ લઈ લો, પેઇંગ ગેસ્ટ બનો ખાવાપીવાનું તૈયાર મળશે અને બાકી ટાઈમપાસ માટે ‘ફેઈસબુક’ મિત્રો હાજર જ છે.” સરળ અને ‘વર્તમાન’ નો વાસ્તવિક જવાબ.

(ખાલી પ્રશ્નો જ પૂછવા છે ? આ ડબલ ઢોલકીમાંથી આગળ વધોને યાર !)

હું પણ ગુંચવાયેલો જ છું. કદાચ તમે પણ !

મને થોડું સુજે છે, વાત માબાપ અને બાળઊછેરથી શરુ કરવી પડે. આજના યુવાનોના માબાપ તો ગાડી ચુકી ગયા છે પણ જે હવે ગાડી પકડવાના છે તેમણે તો વિચારવું જરુરી. બાળઊછેરમાં મહદ અશે ‘હજુ નાનો છે’ ભૂલીને લાલાને નાનપણથી જ મોટો બનાવવાનું કામ શરુ કરવું પડશે. અગાઊ માબાપની છત્રછાયા લાલો ૪૦-૫૦ નો થાય ત્યાં સુધી મળતી, પણ હવે તો ૨૦-૨૫ માં તો લાલો પરદેશમાં મહાલતો હશે. હવે જે અગાઊ જે ૧૦-૧૫ વર્ષની વયે કરવાનું હતું તે ૫-૭ વર્ષની વયે શીખી લેવું પડશે. આવું બને તો કદાચ ‘મા’ ને જુનવાણી નહી રહેવું પડે, તેને એટલો આત્મવિશ્વાસ આવી જશે કે મારા દિકરાને વાંધો નથી. (સક્ષમ વ્યક્તિ માટેની કહેવત ‘પાટુ મારી પાણી કાઢશે’). આજના યુવાન માબાપોને જોઈ ઘણીવાર દયા આવે છે. કેજી-નર્સરીમાં એડમીશન માટેના ફોર્મ લેવા પણ આગલી રાતથી જ સ્કુલ બહાર રોડ પર લાઈન લગાવી દેવી, મધમાખી જેમ મધપુડાની આસપાસ મંડરાતી રહે તેમ બાળક્ની આસપાસ મંડરાતા રહેવાનું (અંગ્રેજીમાં સરસ શબ્દ વાંચેલ – હેલીકોપ્ટર પેરન્ટીંગ), નાનપણથી જ એન્જીનીયર/ડૉક્ટરના મહોરા પહેરાવવાના, હવે જો આ ટ્રીટમેન્ટ નાનપણથી મળી હોય તો કેરીયરની શરુઆતમાં શું થાય ? માબાપો એક ભ્રામક દલીલ કરે ‘અત્યારના હરીફાઈના જમાનામાં આવી રીતે ઉછેર ન કરીએ તો મોટો થઈ ને બાળક પછાત રહી જાય’. (આમીરખાન ‘રાંચો’ના દાખલા (થ્રી ઇડીયટ) સમજાવી બુઢો થઈ જશે.)

એક રીયલ સ્ટોરી – સુરતની પ્રખ્યાત ઇંગ્લીશ મીડીયમ ‘સેવન ડે’ સ્કુલમાં ભણી લંડન એમબીએ કરી, કોલેજની ફી, હોસ્ટેલનો રહેવા/જમવાના ખર્ચ ઉપરાંત દોઢસોથી બસો પાઊન્ડ પોકેટ મની પછી ભણીને પરત આવેલા ભાઈ હીરાના કારખાનામાં આઠ-દસ હજારની નોકરીની શરુઆત કરે એ કેવું ?

માબાપ જો બાળકોને નાનપણથી સ્વાવલંબી નહી બનાવે તો ૨૫-૫૦ લાખના પેકેજવાળા મેનેજરની અંગત લાઈફ તકલીફવાળી જ હશે. (જો કે માબાપ અને મેનેજર બન્ને થપ્પડ મારી ગાલ લાલ રાખી વાસ્તવિકતા નહી સ્વિકારે એ પણ હકીકત છે.)

વણમાગી સલાહ – બાળકને જાતે કરવાનું શીખવાડો, જાતે કરવા દો, મુશ્કેલીમાં ન મુકાય એ માટે તેનું ધ્યાન ન હોય તે રીતે તેની સાથે રહો. જેમકે રોડ પર સાયકલ લઈ જવા દો, પણ પાછળથી થોડે દુર રહી જોતા રહો, પડે તો પડવા દો, ઉભો થઈ શું કરે છે તેનું નિરિક્ષણ કરો, જો મુશ્કેલીમાં લાગે તો જ પાસે જાઓ અને હવે શું કરવું તેનું માર્ગદર્શન આપો.

યુવાન મિત્રો ! ખુશ ! માબાપને બરાબરના ઝાડી નાખ્યા ! હવે આપણી કેરીયર જીંદાબાદ !

આજનો દિવસ આનંદ કરી લો ! આવતી કાલે તમારો વારો !

(મા-બાપ ! S..o..rr…y.. મને જે સાચું લાગ્યું તે લખ્યું !)

કોલમરાઈટરોની જવાબદારી વિશે મારા વિચારો જાણવા હોય તો….  જુઓ …

6 comments on “કુંટુંબ કે કેરીયર ?

 1. કોલમરાઈટરોની જવાબદારી વાળી પોસ્ટ ગમી. આપે સરસ એનાલીસીસ કર્યું છે.
  રહી વાત કેરિયરની તો અશોક બેન્કરના એક પુસ્તકમાં આ વાત અને વર્ક-લાઈફ બેલેન્સ નો મુદ્દો સરસ રીતે સ્પર્શવામાં આવ્યો છે.

  Like

 2. તો જોશી દાદા , તમે તે નવો બ્લોગ WordPress પર કેમ શરુ ન કર્યો ? Communicate કરવામાં ઘણું સરળ રહેત !

  Like

  • jagdish48 says:

   ભાઈ નિરવ,
   આ બ્લોગ ફક્ત ‘સ્વ’ અને ‘સંબંધો’ ને જ સમર્પિત છે, આથી ‘પરચુરણ’ વાતો ‘જીવન ૨૪/૭’ પર, તમારા જેવા યુવા મિત્રો તો કોમ્પ્યુટર સ્ક્રીન પર દોડતા જ રહે છે આથી કોમ્યુનીકેશનમાં વાંધો નહી આવે. રાઈટ !

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s