‘મન’નો પર્યાય ‘ચિત્ત’ ?

તા. ૧૭ ની પોસ્ટમાં છેલ્લે છેલ્લે ‘મન’ને ‘શરીર’ થી જુદા પાડવાની વાત કહી, બહુ સરસ ભાષામાં ‘દ્રષ્ટા’ બનવાની વાત કરી, થોડું તકલીફવાળું કામ છે. સંપૂર્ણપણે ‘દ્રષ્ટા’ ન બની શકાય તો અને થોડા અંશે થઈ શકાય, તો પણ ફાયદો છે. અહીં હું વર્ષો પહેલા એક કોમ્પ્યુટર શોપના માલીકે કહેલી વાતને યાદ કરી લઊં – ‘સાહેબ ! કોમ્પ્યુટર કોઈ પાસે ખરીદ કરાવડાવવું એ ડ્રગ ની લત લગાડવા જેવું છે, એ કાયમી કોમ્પ્યુટર શોપનો ઘરાક બની રહે છે. અપગ્રેડ કરાવવા કે સીસ્ટમ બદલવા થોડા થોડા સમયના અંતરે આવતો જ રહે !’. અહીં હું પણ, આ જ વાતનો ફાયદો ઉઠાવવા માગુ છું. જો તમે થોડી બાબતોમાં પણ ‘દ્રષ્ટા’ બનશો તો જે ‘શાંતિ’ મળશે, તેનો તમને ‘ચસ્કો’ લાગી જશે અને તમે ધીમે ધીમે એમાં ઉંડા ઉતરતા જશો. ( દેખીયે ! ભાઈસાબ બુરા મત માનના, હમારા ઇરાદા ‘પાક’ હે !)

ધ્યાનને સમજવાની શરુઆત ‘ચિત્ત’ થી થાય, અને ચિત્તને સમજવાનુ એ ‘યોગ’ ને સમજવાનું પહેલું પગથીયું છે. અષ્ટાંગ યોગના સુત્રોમાં બીજુ સુત્ર છે –

“योगश्चित्तवृत्तिनिरोधः”

સામાન્ય રીતે આત્મા અને પરમાત્મા સાથે ‘જોડવાની’ ક્રીયાને ‘યોગ’ કહેવામાં આવે છે. વર્તમાનમાં ‘આત્મા’ અને ‘પરમાત્મા’ના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવવામાં આવે છે. ખરેખર તો આપણે દ્વિધામાં જીવીએ છીએ એવું લાગે છે – વિજ્ઞાનને માનવું કે પરમાત્માને ? જ્યારે ઇન્દ્રીયસુખની વાત આવે ત્યારે વિજ્ઞાનને શરણે જઈએ છીએ અને જ્યારે માનસિક રીતે તકલીફમાં આવીએ ત્યારે ઇશ્વરના શરણે દોડી જઈએ છીએ. પણ મને લાગે છે કે જો ઓછામાંઓછું આપણે ‘શરીર’ અને ‘મન’ ને અલગ પાડી શકીએ (જે કંઈપણ થઈ રહ્યું છે તેના દ્રષ્ટા બની જઈએ) તો પણ પ્રમાણમાં શાન્તિ મળી શકે. આ વાતમાં ‘તમે નવરા છો, માટે આવું કરી શકો’ એવી દલીલ ના કરશો, કારણ કે તમારી આસપાસ જે કંઈ બને છે તેના ‘દ્રષ્ટા’ તો તમે છો જ. રોડ પર જતી વખતે અન્યને એક્સીડન્ટ પામતા જોઈને, તમને બહુ અસર થતી નથી, ગભરાઈ જતા નથી, બહુ બહુ તો દયા આવે તો એને ઉભા થવામાં કે હોસ્પીટલે પહોંચવામાં મદદ કરો છો. હવે આ તમારું દ્રષ્ટાનુ સ્વરુપ છે. જો તમે તમારા શરીર માટે ‘દ્રષ્ટા’ બની શકો તો, વિચારો ! કેટલી શાન્તિ મળે. હવે અશક્ય છે ! એવું પણ ન કહેશો કારણ કે ઘણી નાની ઇજાઓને તમે અવગણતા હો છો. અહીં સવાલ ફક્ત ‘સ્કેલ’ નો છે – નાની ઇજા કે મોટી ઇજા. ઇજાઓ વખતે તમે તમારું ધ્યાન પણ ડાયવર્ટ કરતા હો છો. કોઈ રમતવીરને રમત દરમ્યાન થતી નાની ઇજાઓને સંપૂર્ણપણે અવગણે છે અને જીત ઉપર ધ્યાનને કેન્દ્રીત કરે છે. હરીફાઈ વગરના સમયમાં આવી જ નાની ઇજા માટે લાંબા સમયનો આરામ ફરમાવે છે. હવે આમ જો પરિસ્થિતિને અનુરુપ માનવી ‘દ્રષ્ટા’ બની શકતો હોય તો સર્વ પરિસ્થિતિ માટે પણ દ્રષ્ટા બની શકે. દ્રષ્ટા બનવા માટે ‘ચિત્ત’ને સમજવું જરુરી છે.

‘ચિત્ત’નો અર્થ અનુભવવું પરથી થાય છે અને અનુભુતિ ત્યારે થાય, જ્યારે તમારા સેન્સરી ઓર્ગન તમને નવી પરિસ્થિતિની સેન્સ મોકલાવે અને તમે ભુતકાળના અનુભવોમાંથી (નાના મગજના સ્ટોરમાંથી) અને તર્ક દ્વારા (મોટા મગજ દ્વારા) તેનું પ્રોસેસીંગ કરો. આ પ્રોસેસીંગમાં મનની લાગણીઓ ઉમેરાય અને આ મિશ્રણ થયા બાદ કાર્ય થાય. આમ ‘ચિત્ત’ આ બધાનું ‘મિશ્રણ’ છે એમ કહી શકાય.

હવે મહર્ષિ પતંજલી આ ચિત્તની વૃતિઓના નિરોધની વાત બીજા સુત્રમાં કરે છે. મનમાં ઉઠતા વિચારો, લાગણીઓ એ ચિત્તની વૃતિ છે. તેમાં જ્યારે ડીસ્ટર્બન્સીસ આવે ત્યારે મન અશાંત બની જાય છે. જો વૃત્તિઓનો નિરોધ થાય તો મનની શાંતિ જળવાય રહે.

જો મન શાંત રહે તો તમે સહેલાઈથી દ્રષ્ટા બની શકો.

અત્યાર સુધીનું વાંચવાનું પણ મુશ્કેલ લાગ્યું હશે, તો દ્રષ્ટા બનવાનું તો કેટલું અઘરું હશે નહીં ?

પણ મિત્રો આપણે તો ‘…. થોડેમે ગુજારા હોતા હૈ….’ વાળા છીએ. થોડુંક તો કરીએ !

Advertisements

One comment on “‘મન’નો પર્યાય ‘ચિત્ત’ ?

  1. Krutarth Amish કહે છે:

    “પણ મિત્રો આપણે તો ‘…. થોડેસે ગુજારા હોતા હૈ….’ વાળા છીએ. થોડુંક તો કરીએ !” – સાવ સાચી વાત

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s