I love Tears – 1

 

I love tears, because it makes man/woman a ‘Human’

બાબા જગદીશ…(દાસજી, ગીરીજી, પ્રસાદજી …. તમને જે ગમે તે વાંચી લેવું) ઉવાચ –

‘શિષ્યો ! આંસુઓ સ્ત્રી કે પુરુષને ‘માણસ’ બનાવે છે માટે જ્યારે ઇચ્છા થાય ત્યારે, સમય મળે ત્યારે આંસુ વહાવી લેવા, બીજા માટે નહીં તો પોતાના માટે પણ આંસુ વહાવવા !’

‘હે જગજનની….હે જગદંબા….’ ની પ્રાર્થનામાં પણ કહ્યું છે કે –

“હોય દુઃખ મેરુ સરીખું, રંજ એનો ના થાવા દેજે,

રજ સરીખું દુઃખ હોય બીજાનું ,  રોવાને બે આંસુ દેજે !”

ચાલો ! સભા બરખાસ્ત … બોલો શ્રી ……………. (કેમ કંઈ બોલ્યા નહી, પહેલીવાર સભામાં આવ્યા લાગો છો !)

(મિત્રો ! તમને નવું લાગ્યું હશે, પણ મને નવાઈ નથી કારણ કે નોકરી દરમ્યાન મારા કર્મચારી મિત્રો મજાકમાં મને ‘પ. પૂ. ધ. ધૂ.’ કહેતા, આનુ ફુલ ફોર્મ તમે શોધી લેજો)

મિત્રો ! સભા બરખાસ્ત થઈ ગઈ, આપણે હવે કોમ્પ્યુટર સ્ક્રીન પર આવી જઈએ.

મૂળ વાત એમ છે કે કાલે સાંજે ટીવી સામે બેસી ચેનલો ફેરવતો હતો. (એક ચેનલ પર સ્થિર થવાય એવું હવે ક્યાં આવે છે.નાના બાળાકોના બાળપણ બગાડતા ડાન્સના લાઈવ પ્રોગ્રામો જોવા મળે છે.) પણ એકાએક આંગળી થંભી ગઈ. ‘પુષ્પા ! આઈ હેઈટ ટીયર્સ !’ ખન્ના સાહેબ બોલતા હતા. (ફીલ્મ યાદ આવી ગઈ ? ‘અમરપ્રેમ’ ). પછી તો રીમોટ ક્યારે બાજુમાં મુકાયું તે યાદ નથી. છેલ્લે છેલ્લે ખન્ના સાહેબની આંખોમાં આંસુ હતા અને ત્યારે તે તેમને ગમ્યા પણ ખરા. પીક્ચર પુરું થયું, પણ મગજ શરુ થયું.

આંસુ ક્યારે આવે ? વિજ્ઞાનમાં તો એવું હશે કે લાગણી ઉભરો આવે ત્યારે આંખો સુકાતી હશે અને તેને લુબ્રીકેટ કરવા મગજ આંસુઓની ગ્રંથીઓને આંસુ છોડવા આદેશ આપતું હશે. વાંચો ‘વીકીપેડીયા’ મહારાજ શું કહે છે –

Social Aspects

In nearly all cultures, crying is seen as a specific act associated with tears trickling down the cheeks and accompanied by characteristic sobbing sounds. Emotional triggers are most often sadness and grief, but crying can also be triggered by anger, happiness, fear, laughter or humor, frustration, remorse, or other strong, intense emotions.

તમને લાગશે કે આ બધામાં ‘માણસ’ થવાની વાત ક્યાં આવી ? તમે એમ પણ કહેશો કે ‘આ અપેક્ષાઓ આવી ક્યાંથી’ ની પોસ્ટમાં લાગણી અને અપેક્ષાઓનો સંબંધ બાંધ્યો છે – ‘લાગણીઓનો ઉદભવ મહદ અંશે અપેક્ષામાંથી થાય છે, એવું તારવ્યું પણ ખરું.’ – અને હવે ફરી ક્યાં પલટી મારી. પણ મિત્રો બ્રેકેટનું વાક્ય વાંચ્યુ ? ‘(બધી જ લાગણીઓનું જન્મસ્થાન અપેક્ષાઓ નથી હોતી)’. ભઈ ! આ તો ફીલ્મની સીક્વલ જેવું છે, એથી આને ‘લાગણી -૨’ ગણો અને આગળ વધો.

સ્ત્રી-પુરુષમાં (વ્યક્તિમાં) લાગણીનું ઉદભવ સ્થાન ‘અપેક્ષા’ છે પણ ‘માણસ’ માં લાગણીનો ઉદભવ મગજમાંથી નહી, પણ હૃદયમાંથી થાય છે. કોઈથી વિખૂટા પડવાથી, સાંપડેલી નિષ્ફળતાથી, કોઈ સ્વજનનું દુઃખ જોઈ જો વ્યક્તિ એકાંતમાં પણ આંસુ સારતો હોય તો તે એટલા સમય પુરતો ‘માણસ’ છે એવું સમજવું. જો આપણે ‘વ્યક્તિ’ મટી કાયમ માટે ‘માણસ’ બની જઈએ તો જગત ખરેખર જીવવા જેવૂ લાગશે. વ્યક્તિમાંથી માણસ બનવાની પ્રક્રિયા ‘શોક ટ્રિટમેન્ટ’ (Shock Treatment) છે.

વાલીયા લુટારાને સ્વજનો પાપમાં ભાગીદાર બનશે કે કેમ ? તે જાણવાનું કહ્યું, કોઈ તૈયાર ન થયું, ‘શોક’ લાગ્યો, વાલ્મીકી ઋષી થઈ ગયા.

નરસિંહને ભાભીએ મહેણું માર્યું,  ‘શોક’ લાગ્યો, ભક્ત કવિ નરસૈંયો બની ગયા.

અને .. કેવી સામ્યતા છે આજના મેડીકલ સાયન્સ સાથે –

બંધ પડેલા હૃદયને ચાલુ કરવા ડોક્ટરો પણ ‘શોક ટ્રીટમેન્ટ’ આપે છે.

મેં પણ ‘માણસ’ બનવાની પ્રક્રીયા છેક ૧૯૮૧/૮૨ થી શરુ કરી, પણ હાઈ ડેન્સીટીનો ઝાટકો લાગ્યો નથી, નાના ઝાટકા લાગે રાખે છે તેથી ધીમી ગતિએ આ પ્રક્રીયા ચાલે છે. આખું ઉદાહરણ તો આપવું પડશે, પણ પોસ્ટની પણ લીમીટ આવી ગઈ અને કથા લાંબી ચાલે તો શ્રોતાગણ વિખેરાવા લાગે અથવા ‘હરીરસ’ ખારો થઈ જાય, એથી ફરી મળીએ ?

હોમવર્કમાં તમને પણ કોઈ ‘શોક’ લાગ્યો હોય તો યાદ કરી લેજો !

Advertisements

4 comments on “I love Tears – 1

 1. વ્યક્તિ અચાનક જ ઘડીભર ઉભો રહે અને કાંઈક વિચારતો થાય , તે પુરતો તે “માણસ “માં પરિવર્તિત થાય છે , અને આંસુ તે દરમ્યાન તેણે કરેલું ગંગાસ્નાન છે .

  Like

 2. jitu48 કહે છે:

  પણ કોકનું ….. નાખવાનું વિચારતો હોય તો ? જસ્ટ ……..
  બાકી ગંગા સ્નાન સાચુ ! (છેક ગંગોત્રી જઈને કરવું પડે, નહીંતર ‘આર ઓ ફીલ્ટર’નું સ્નાન સારું)

  Like

 3. […] જરુરી. (વ્યાખ્યા માટે વાંચી લેવું – ‘I love Tears, I love […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s