આ અપેક્ષાઓ આવી ક્યાંથી ?

 

અગાઊની પોસ્ટમાં લાગણી અને અપેક્ષાનો સંબંધની ખણખોદ કરી. પછી સંત-માહાત્માઓના ઉપદેશો યાદ આવ્યા. મોટા ભાગના સંતો તરફથી ઉપદેશ આપવામાં આવે છે કે જીવનમાં સુખી થવું હોય તો લાગણીઓ પર કાબુ રાખો, અપેક્ષાઓ ઘટાડો.

કોઈ વસ્તુને કાબુમાં રાખવી હોય તો તે વસ્તુ શું છે તે તો જાણવું પડે ને ! ધારો કે તમારે કાર ચલાવવી છે, કાબુમાં રાખવી છે તો બ્રેક અને એક્સલરેટર શું છે તે તો જાણવું પડે કે નહીં ? તો આ લાગણી શું છે તે સમજવું પડે તે સ્વભાવિક છે અને આગળ જોયું હતુ તેમ લાગણીઓનો ઉદભવ મહદ અંશે અપેક્ષામાંથી થાય છે, એવું તારવ્યું પણ ખરું. (બધી જ લાગણીઓનું જન્મસ્થાન અપેક્ષાઓ નથી હોતી). હવે એક તર્ક પ્રમાણે જો આ અપેક્ષાઓનું મૂળ શોધીએ તો તેને ઘટાડવાનો પ્રયત્ન કરી શકાય, અને જો અપેક્ષાઓ ઘટાડીએ તો લાગણીઓ પર આપોઆપ કાબુ આવી જાય, ઉપદેશ પ્રમાણે જીવન સુખમય બની જાય.

અપેક્ષાને સમજવાની મથામણમાં ‘નીડ’ થીયરી યાદ આવી. Maslow નામના એક મનોવૈજ્ઞાનિકે “Maslow’s Hierarchy of Needs” ની થીયરી આપી, જેમાં એવું જણાવ્યું છે કે મનુષ્ય તેનું જીવન ‘જરુરીયાતો’ ને આધારે આગળ ધપાવે છે, જીવે છે. જો કે એને માનસશાસ્ત્રીય પ્રયોગોની સાબિતીનો આધાર નથી. પણ આપણને આપણી અપેક્ષાઓના મૂળને સમજવામાં ઉપયોગી બને તેમ છે. આપણી અપેક્ષાના મૂળમાં મહદ અંશે  ‘જરુરીયાત’ છે.  આગલી પોસ્ટ ‘શું લાગણીઓ સુકાય ગઈ છે ?’ માં રજુ થયેલા ઉદાહરણોને યાદ કરો ને !

“પત્ની માટે ગીફ્ટ લાવો, તમારા પર ઓવારી જશે.” પત્નીની એક માનસિક જરુરીયાત હોય કે મારુ પણ મહત્વ હોય, મારી પણ ઓળખ હોય અને પતિ એને ગીફ્ટ આપે, તેની ઓળખની ‘જરુરીયાત’ સંતોષાય અને પ્રેમ ઉભરાઈ આવ્યો. બહેનપણીઓને પણ હરખમાં ગીફ્ટ દેખાડી ‘પોતાનું’ ખૂબ મહત્વ છે એવું પ્રદર્શિત કરશે. તમને થશે કે જ્યાં ગૃહપ્રધાનનું ચાલતું હોય ત્યાં શું ? આવા કિસ્સામાં ગીફ્ટનું મહત્વ ન હોય, પણ આપવામાં આવતા  ‘આદેશ’ ના પાલનનું હોય. સવારના ઓફીસે નીકળતા થેલી પકડાવી, આદેશ આવે ‘સાંજે ઘેર આવતાં શાક લેતા આવજો’. બસ ! સાંજે શાક લઈને જ ઘેર પગ મુકી શકાય. ગૃહપ્રધાન બહેનપણીઓને ‘કોલર’ (?) ઉંચો કરીને કહી શકે – ‘હું તો ફટાક કરી કામ ચીંધી જ દઊં’. અહી ગૃહપ્રધાનની ‘પાવર નીડ’ સંતોષાય છે. મારી ‘સત્તા’ ચાલે છે એવી માનસિક ‘જરુરીયાત’.  (ભારતીય નારીઓ ! અન્યાય સામે અવાજ ઉઠાવો ! તમારા ડ્રેસિંગમાં ‘કોલર’ રાખવામાં નથી આવતો. તપાસ કરો, મર્દોની કોઈ ચાલ નથી ને ?)

આમ આપણી જીવનની વિવિધ જરુરીયાતોમાંથી ‘અપેક્ષા’ નો જન્મ થાય. હવે જો આ તારણને સ્વીકારીએ તો અપેક્ષાઓ ઓછી કરવાનો સાદો ઉપાય – ‘જરુરીયાતો ઓછી કરો’

જમવા બેસો ત્યારે જીભથી નહી પણ પેટથી (ભુખ સંતોષવા માટે) જમો, સુરતી ઉંધીયાની અપેક્ષા નહી રહે, જે મળશે તે ચાલશે. (આવું રોજ કરવાની વાત નથી, પણ જેટલું ઓછું કરી શકાય તેટલું કરો). માણસની ઓળખ તેના કામથી અને વ્યવહારથી હોય છે અને તેથી તે આપોઆપ બને છે. ‘ઓળખ’ની ઇચ્છા કે અપેક્ષા રાખવાની જરુર નથી.

સાદુ ગણીત – જરુરીયાત ઘટાડો, ઇચ્છા/અપેક્ષા ઘટશે અને આ ઇચ્છા/અપેક્ષાઓ સંતોષાવાથી કે નહીં સંતોષાવાથી ઉત્પન્ન થતી લાગણીઓનું પ્રમાણ પણ ઘટશે, પછી લાગણીઓને કાબુમાં રાખવાનો પ્રશ્ન જ ઉભો નહીં થાય.

દાખલો સહેલો છે, તમારી રીતે ગણી જુઓ !

મારે કંઈ ફરી ગણવા જેવું હોય તો કહેજો !

 

મૅસલો ‘નીડ પિરામીડ’નું સરસ ચિત્ર જોવું હોય નીચે ક્લીક કરો –

http://intuitiontellsmeso.wordpress.com/2009/08/19/problemnegative-thought-patterns-becoming-aware/maslows-hierarchy/

મૅસલોની થીયરીની યથાર્થતા માટે નીચેની લીન્ક –

http://donaldclarkplanb.blogspot.in/2012/04/maslow-1908-1970-hierarchy-of-needs-5.html

બાકી ગુગલ મહારાજ તો છે જ !

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s