શું લાગણીઓ સુકાય ગઈ છે ?

 

આજે વર્તમાનપત્રમાં ‘લાગણીઓનો દુષ્કાળ’ ન મથાળા સાથે લેખ હતો. એમાં દાખલાઓ સાથે જણાવ્યું કે લાગણીઓનો દુકાળ પ્રવર્તે છે. મને કંઈક જુદું લાગે છે.

 

પત્ની માટે ગીફ્ટ લાવો, તમારા પર ઓવારી જશે.

બાળકને સરપ્રાઈઝ આપો, તમને વહાલથી વળગી જશે.

‘પેટુ’ પતિને ‘સુરતી ઉંધીયું’ ખવડાવો, તેનો પ્રેમ ઉભરાય જશે.

રસ્તા પર રીક્ષા માટે ધોમ તાપમાં તપતા પાડોશીને લીફ્ટ આપો, તમારા માટે ભાવુક થઈ જશે.

ફરવા નહી જઈ શકતી સાસુને દેવ-દર્શને લઈ જાઓ, પડોશીઓમાં તમારા મોં-ફાટ વખાણ કરશે.

ગુસ્સે થયેલા પિતા પાસે નત-મસ્તક ઉભા રહો, તમને શ્રવણનો ખિતાબ મળશે

યુવાન પુત્રને બાઈક લઈ આપો, થોડો સમય આજ્ઞાંકિત થઈ જશે.

યુવાન પુત્રીને બોયફ્રેન્ડ સાથે ફરવા જવા દો, ફાધર્સ ડે ઉપર સરસ ગીફ્ટ મળશે.

નોકરીમાં બોસને મસ્કો મારો, પ્રમોશન જલદી મળશે.

 

હવે બોલો ! આમાં લાગણીઓ ક્યાં સુકાય ગઈ છે કે દુષ્કાળ છે ?

 

આ તો ‘ભુખ્યા ભજન ન થાય’ ની વાત છે. ભગવાનને ભજવા માટે પણ પેટ ભરેલું હોવું જરુરી છે તો લાગણીઓ મેળવવા બીજાની ‘અપેક્ષાઓ’ સંતોષવી પડે તેમાં ખોટું શું છે ?

વર્તમાનપત્રનો લેખ એક સંત દ્વારા લખાયેલો છે તેથી તેઓ લાગણીની વ્યાખ્યા ‘એબસોલ્યુટ વેલ્યુ’ માં કરતા હોય, આથી તેઓશ્રીને દુષ્કાળ લાગે. (કદાચ ‘માનવતા મરી પરવારી’ એવું કંઈક લખ્યું હોત તુરત સંમત થઈ જવાત) બાકી માનવીએ સમાજ બનાવી જીવવાનું શરુ કર્યું ત્યારથી ‘ગીવ એન્ડ ટેઈક રીલેશનશીપ’ ચાલે છે. શરુઆતમાં ‘ભૌતિક સ્તરે’ (વસ્તુઓ) હતી હવે ‘માનસિક સ્તરે’ પ્રસરી છે. અનુભવે વિકાસ તો થાય ને !

તમને નથી લાગતું કે ‘લાગણી’ અને ‘અપેક્ષા’ ના સંબંધને મહોર મારવી જોઈએ ?

4 comments on “શું લાગણીઓ સુકાય ગઈ છે ?

 1. pinu_outlaw says:

  મુશ્કેલી એ છે કે આ બધું જો પ્રેમ થી અને વિના સ્વાર્થ કરો તોજ એને લાગણી કહી સકાય
  પણ આજકાલ એવું બહુ ઓછુ જોવા મળે છે
  હું તમારી વાત સાથે પણ ૧૦૦% સહમત છુ પણ ઉપછલું જે દેખાય છે એમા લાગણી ઓછી છે…

  Like

 2. bharodiya says:

  લેણ-દેણ. એક હાથસે લે દુસરેસે દે. લિયા તો દેના પડેગા. આવું જ કાઇંક છે.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s