હથોડો માર્યો !

 

સવાર સવારમાં રીંગ વાગી, મિત્રનો ફોન હતો.

‘જગદીશભાઈ ક્યા જમાનામાં વસો છો ? વેદ કાળના જમાનામાં નદીઓ કલકલ વહેતી હતી, રાજા-રાણી સુંદર ઉપવનોમાં ફરતા હતા, હવે ઉપવન તો ઠીક મારા ભઈ, બગીચાય રહ્યા નથી, આજના પ્રીન્સ-પ્રીસેસને તો ‘ગાર્ડન રેસ્ટોરન્ટ’માં જવું પડે છે. નદીઓ તો સુકાય ગઈ છે, આ તો નર્મદા અને તાપીના ડેમનો આભાર માનો કે પીવા પાણી તો મળે છે, સીઝનના ક્યાં ઠેકાણા છે ? આ માન્યતાઓ, પૂર્વગ્રહોને પકડી રાખશું તો કોઈ બનાવી નહી જાય નહીંતર તો લુંટાઈ જઈએ. લખવું હોય તો કંઈક ઠેકાણાવાળું લખો ને !’

મેં ‘તિરાડ પડવા દો’ માં ટકોરો મારવાની વાત લખી પણ આમણે તો મારા મગજ પર હથોડો જ મારી દીધો. બે મીનીટ તો આ હથોડાની કળ વળતા થઈ, પછી ધીમે ધીમે જવાબ આપવાનું શરુ કર્યું.

‘તમે ‘એન્વાયર્નમેન્ટ’ બચાવવાની વાત સાંભળી છે ? ઓર્ગેનીક ખેતીનું મહત્વ વધ્યું છે એ વાચ્યું ? ‘વૃક્ષ વાવો’ ઝુંબેશ વિષે સાંભળ્યું છે ? વાતાવરણ કોણે બગાડ્યું ? ફક્ત મારો બ્લોગ નહી બીજું પણ વાંચો ને ! અને એવી વાતો વાંચીને પછી મારી વાત-વિનંતિ વાંચોને ભઈ ! તમે કંઈ ઠેકાણાવાળું  સમજો ને ! ………. ‘ (ભૂતકાળના ગરમ મીજાજે ફટકાબાજી શરુ કરી)

મિત્રો ! આ ફક્ત એમનો પ્રશ્ન નથી. મહદ અંશે લોકો પોતાના વિચારોને જ સ્વીકારીને જ વર્તે છે. હું ફક્ત મગજને ‘ઓપન’ રાખવાની જ વાત કરું છું, સાચો જ છું એવો આગ્રહ નથી. આપણી માન્યતાઓ, પૂર્વગ્રહો, સિધ્ધાંતો, લાગણીઓ બધું રાખવું, પણ તેને ચકાસી જોવાય કે નહી ? ડેમમાં દરવાજા તો હોય છે ને ! એકાદ બે દરવાજાઓ ખોલીને પ્રયત્ન કરવામાં વાંધો શું ? સામાન્ય રીતે આપણે ઓળખાણોમાં જે તે વ્યક્તિના ભૂતકાળને દ્રષ્ટીમાં રાખીને  વાત કરી એ છીએ. વર્ષો પછી મળેલા મિત્ર સાથે પણ વ્યવહાર કરતાં તેના ભૂતકાળને નજર સમક્ષ રાખીએ છીએ. ધારો કે વર્ષો પહેલા એણે તમારી સાથે નાણાકીય વ્યવહાર ચોખ્ખો રાખ્યો ન હતો, પણ એ વખતનું એનું વર્તન એ વખતની મજબુરી નહી હોય ? આ તમે ચકાસ્યું ? નવો વ્યવહાર કરતાં પહેલાં તેના જુના વર્તન માટેની સ્પષ્ટતાઓ તો જાણી લેવી જોઈએ ને ! તમે એવું માનો છે કે એમ કરવાથી તેની સાથે સંબંધ બગડે, આપણે સંબંધ શા માટે બગાડવા, બહાનું કાઢી દઈએ એટલે વાત પતે. ખરેખર એવું બનતું નથી, તમે વ્યવહાર ન કરો એટલે તમારો મિત્ર પણ તમારી સાથે એવો જ વ્યવહાર રાખે. ઘણી વખત લખાણો, ફોટોગ્રાફસ મિત્રોમાં માસ મેઈલીંગમાં મોકલતા લોકો માને છે કે આ બહાને મિત્રોને યાદ કરીએ છીએ, પણ એ લોકો ભૂલી જાય છે કે મિત્રોને તેઓ યાદ નથી કરતા પણ યાહુ કે ગુગલની ગ્રુપ મેઈલીંગની સર્વીસ યાદ કરે છે. તેઓને ખબર પણ હોતી નથી કે મેઈલ કોને કોને મોકલ્યો છે. સામે પક્ષે પણ આવું જ છે. આને સંબંધ કહી શકાય ? ખરેખર તો તમારા મિત્રને જે બાબતમાં રસ હોય તે અંગેની જાણકારીનો મેઈલ તેને મોકલો તો મિત્રને યાદ કર્યો કહેવાય. સરખા રસ ધરાવતા અમુક જ મિત્રો હોય, બધા નહી અને તો સંબંધ સચવાય.

યાદ રાખો, દરેકમાં એક સારો માણસ વસે છે અને એને પણ સારું મળે તેમાં રસ હોય છે. માથાભારે માણસોમાં પણ ‘સારો માણસ’ વસે જ છે ફક્ત તેને જગાડવો પડે છે અને સારા માણસોમાં ‘માથાભારે માણસ’ વસે છે, તેને ચકાસવો પડે છે.

પ્રયત્ન કરી જુઓ !

પ્રથમ ગ્રાસે મક્ષિકા આવે તો પણ થોડો સમય પ્રયત્ન ચાલુ રાખશો એવી વણમાગી સલાહ !

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s