તિરાડ પડવા દો !

 

નાના હતા ત્યારે ભણવામાં એક બહાદુર બાળકની વાત આવતી. તેનું થિમ કંઈક આવું હતું –

એક નાના ગામમાં એક બાળક, બકરાં ચરાવવા રોજ સીમમાં (ગામડાની બહારનો ખેતરો તથા  ઢોર ચરાવવા રીઝર્વ રખાયેલો વિસ્તાર) જતો. નજીકમાં એક નાનો ડેમ પણ હતો. ચોમાસાના દિવસો હતા, ડેમ પાણીથી છલોછલ ભર્યો હતો. એક દિવસ નિત્યક્રમમાં બાળક બકરા ચરાવવા નિકળ્યો, ડેમની નજીક પહોંચતા  ધ્યાનમાં આવ્યું કે ડેમની દિવાલમાં એક નાની તિરાડ પડી છે અને તેમાંથી પાણી જોશભેર નિકળે છે. પાણીના દબાણને કારણે તિરાડ ધીમે ધીમે મોટી થતી જાય છે. જો ગામમાં મદદ લેવા જાય તો તિરાડ ખૂબ મોટી થઈ જાય અને કદાચ ડેમ તુટી જાય અને ગામ તણાય જાય. બાળકે તિરાડમાંથી પાણી નિકળતું બંધ કરવાના માટી નાખવાના અને એવા અન્ય પ્રયત્નો કરી જોયા, પણ પાણીના દબાણને કારણે તે પ્રયત્નોમાં નિષ્ફળ રહ્યો. છેલ્લા ઉપાય તરીકે તે પોતાનો વાંસો તિરાડ પર ધરી, તિરાડ દબાવીને ઉભો રહી ગયો અને પાણી નિકળવાનું બંધ થઈ ગયું. વરસાદ પણ ચાલુ જ હતો. મોડી રાત સુધી બાળક ઘેર પાછો ન ફરતાં માબાપને ચિંતા થઈ અને અન્ય ગામ લોકો સાથે વરસતા વરસાદમાં બાળકને શોધવા નીકળી પડ્યા. ફરતાં ફરતાં ડેમ પાસે આવ્યા, બાળક સંપૂર્ણ ભીંજાય ગયો હતો અને ઠંડીથી ધ્રુજતો હતો પણ શરીરના પ્રેસરથી ડેમમાંથી વહેતું પાણી રોકી રહ્યો હતો. લોકોને ડેમની તીરાડની વાત કરી, બધાએ ભેગા થઈ તીરાડ પૂરી દીધી અને બાળકને, ત્વરીત નિર્ણય લઈ ગામ બચાવવા માટેની બહાદુરી માટે સન્માનિત કર્યો.

વાંચનાર મિત્રો કંઈ બાળકો નથી અને હું કંઈ દાદીમા નથી, પણ આ વાર્તા ગઈકાલે મળેલા એક મિત્રના ફોનકોલના જવાબમાં લખાણી છે. (શક્ય છે તમે પણ બાળપણની મીઠી યાદો મમળાવી લીધી હોય). મૂળ વાત એમ છે બ્લોગને ફોલો કરતા એક મિત્રનો ફોન આવ્યો ‘જગદિશભાઈ, તમારી ઘણી પોસ્ટ વાંચી પણ એમ લાગે છે કે આ બધું વાંચવામાં સારુ લાગે છે પણ રુટીન લાઈફમાં બહુ કંઈ કામ ન લાગે.’ મને થયું કે આ ચાલીસ પચાસ પોસ્ટ ઘસડી મારી તે આ વરસાદી મોસમમાં હવાઈ ગઈ.

તમે ફક્ત પાંચ મીનીટ મને આપો, આંખો બંધ કરો અને વિચારો –

તમને પોસ્ટ વાંચવી ગમી ? શા માટે ?

તમને પોસ્ટમાં લખેલી વિગતો વાસ્તવિક અને જરુરી લાગે છે ?

ધારો કે તમે એ બાબતો સ્વીકારો તો નુકશાન થશે ? અને માનો કે આ બાબતો સ્વિકારવાનો પ્રયત્ન કરો અને નુકશાન થાય તો કેટલું થાય ? એટલું નુકશાન સહન કરવાનું જોખમ લઈ શકાય ?

જો એટલું જોખમ લઈ શકાય તો પ્રયત્ન કરવામાં શું વાંધો છે ?

હવે જો આ પ્રશ્નોના ઉત્તરો હકારાત્મક આવતા હોય તો મિત્રો ! પ્રયત્ન કરવામાં શું જાય ?

એથી પણ આગળ વધીને કહું તો મેં મારા બ્લોગ પર ‘હળવા બનો’ નું પેજ એ માટે જ ઉમેર્યું છે, મને મેઈલ કરો, આપણે ચર્ચા કરશું, મને પણ તમારા અનુભવોનો લાભ મળશે. (અને વધુમાં આ આ બધું ‘ફ્રી’ માં, વર્ડપ્રેસના ખર્ચે અને જોખમે, કેવા જલસા !)

મેં મોટા ભાગની પોસ્ટમાં ઉઠાવેલા પ્રશ્નો, પૂછેલા પ્રશ્નો વાસ્તવિક – રુટિન લાઈફને ધ્યાનમાં રાખીને કરેલા છે. સાદો દાખલો આપું તો ‘દ્રષ્ટિકોણ’ માં બ્રહ્માકુમારી વિધ્યાલયના ઉદાહરણમાં પ્રો. સ્વામીનાથન સામેવાળી વ્યક્તિને ‘પીસફુલ સાઊલ’ તરીકે જોવાનું કહે, પણ મેં ‘માનવી’ પુરતું સીમીત કરી દીધું, કારણ કે પહેલાં માનવીના અસ્તિત્વને તો સ્વીકારીએ પછી આત્મા-પરમાત્મા સુધી જઈશું. મારા પ્રયત્નો રુટીન લાઈફ સરળ બને તેના માટેના જ છે.

તમે કહેશો કે આમાં વાર્તા કે તિરાડ ક્યાંથી આવી ? શું જરુર છે આવી વાર્તા કહી ટાઈમ બગાડવાનો ?

મિત્રો ! આપણે કલકલ વહેતી જીવનની નદીને, ઉપર ચર્ચા કરી તેવી માન્યતાઓ, ધારણાઓ, સિધ્ધાંતોના વગેરેના ‘ડેમ’થી બાંધી દીધી છે. નદી તો વહેતી જ સારી, જીવન નદી પણ વહેતી સારી. ડેમ બાંધીને જીવનમાં વધુમાં વધુ સ્ટ્રેસ, લાગણીઓના ખેંચાણ, સંબંધોની ઝંઝાળ ઉભી કરી શાંતિથી રહી શકતા નથી અને સાથે રહેતા અન્યને પણ રહેવા દેતા નથી. આજુબાજુનું વાતાવરણ જ નેગેટીવીટીથી ભરી દઈએ છીએ. (કેટલાક મિત્રો માને છે કે તણાવ મને છે, મારી આજુબાજુનાને શું ? આ ધારણા જ ખોટી. તમે તણાવમાં રહેશો, તમારું વર્તન બદલાશે જેની અસર આજુબાજુનાને થશે – ભાઈનું ઠેકાણે લાગતું નથી – અને તમારા પ્રત્યેની લાગણીને કારણે તે પણ દુઃખી થશે.)

તમે પોસ્ટ વાંચી, મેં પ્રશ્ન કરી ‘ડેમ’ને ટકોરો માર્યો, તમે પણ સેન્સીટીવ છો, તમારા મનમાં પણ પ્રશ્નો ઉઠ્યા, વધુ ટકોરા વાગ્યા, મન જાગૃત થયું અને ‘ડેમ’માં તિરાડ પડી. બસ આ તિરાડને મોટી થવા દો, માન્યતાઓ, ધારણાઓ, સિધ્ધાંતોના વગેરેથી બંધાયેલા ડેમને તુટી જવા દો, તમારું ગામ તો ડેમના ઉપરવાસમાં (કેચમેન્ટ એરીયા) છે, ડેમથી નીચેનો પ્રદેશ તો તમે નદી રોકી રાખી છે એટલે વેરાન છે. તમે બંધનું પાણી વહેવા દેશો તો ત્યાં પણ હરીયાળી છવાય જશે.

‘હળવા’ બનવાનો પ્રયત્ન તો કરી જુઓ !

 

Advertisements

6 comments on “તિરાડ પડવા દો !

 1. pinu_outlaw કહે છે:

  મેં હજી સુધી જેટલી પોસ્ટ વાંચી એ બધી રોજિંદા જીવન ને લગતી જ હતી પણ એમાં થી કઈક અલગજ અને અજાણ્યું અહિયા થી જાણવા મળ્યું..
  એક દમ સાચી વાત કીધી છે,આ નદી મા ડેમ બાંધવાની નહિ પણ એના પ્રવાહ મા વહી જવા ની જરૂર છે

  Like

 2. Arvind Adalja કહે છે:

  જીવનમાં પણ ક્યારે ક તીરાડ પડતી હોય છે ત્યારે કોઈક એવાની જરૂર જણાતી હોય છે કે જે આ તીરાડ સાંધી દઈ શકે !

  Like

 3. bharodiya કહે છે:

  તમે જે વાત કરી એ હોલેન્ડની બાળવાર્તા છે. એવીજ એક વાર્તા આરૂણીની છે. આરૂણી પળો તુટતો બચાવવા એમા સુઈ જાય છે. ગુરુ અને બીજા ચેલાઓ આવી એને બચાવે છે. નિશાળમાં આ પાઠ આવતા.
  જિતુભાઈ, +૫૮ વાળા ડેમ તોડી નાખે તો ચાલે, -૫૮ વાળાને તો જાત જતના ખેતર ખેડવા પડતા હોય છે. ડેમ તોડી નાખે તો બધી જવાબદારીઓ કૈ રીતે પૂરી કરે ?

  Like

  • jagdish48 કહે છે:

   તમારી વાત સાથે સહમત ખરો, પણ ઝીક જીલવાની તૈયારી હોય તો અશક્ય નથી. મારી માથે ઘણા માછલા ધોવાણા, કરવા જેવું, થઈ શકે તેવું ઘણું નથી કરી શક્યો, પણ શીંગડા ભરાવ્યાનો સંતોષ તો લઈ શકું છું. ડેમ તોડવામા ઘણું ગુમાવવાનું થાય તે સાચું !

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s