મુખવટો –

 

“ખરી રીતે તો માણસની રીતભાત એના અંતરનું પ્રતિબિંબ હોય છે, પણ માણસને બ્રહ્માએ એવો ચતુર ઘડ્યો છે કે, તે ઘણીવાર તો પોતાના અંતરને ઢાંકવા માટે જ આવી રીતભાતનો ઉપયોગ કરે છે.”

આ શબ્દો છે શ્રી નાનાભાઈના ‘કોડીયું’ જુન, ૧૯૪૬ના અંકમાં ‘નવો શિષ્ટાચાર’ ના લખાણમાંથી અને મને મળ્યા શ્રી જુગલકિશોરભાઈની “ ‘કોડીયું’ માં ડોકીયું”ની પોસ્ટમાંથી.

મુખવટો, મહોરું જેવા ઉછાંછળા શબ્દોની સામે માનવીના વર્તનની સમજુતિની કેવી સુંદર અભિવ્યક્તિ. અત્યારે માનવીના પેટને જેમ ભેળસેળવાળા અનાજ-પાણી જ પચે છે તેમ હવે મગજને પણ મુખવટો શબ્દ જ સમજાય છે અંતર, પ્રતિબિંબ જેવા શબ્દો હવે ફક્ત કવિઓની જાગીર થઈ ગઈ છે. (તમને જો ખોટો લાગતો હોઊં તો આજના વર્તમાનપત્રોના કોલમરાઈટરોને જરા શાંતિથી વાંચજો.)

આવી અંતરને ઢાંકવાની અભિવ્યક્તિનો તાજો જ દાખલો – મારા એક સ્નેહીનો કેન્સરની બે માસની બિમારી બાદ સ્વર્ગવાસ થયો. એમને છેલ્લે મળ્યો ત્યારે મને પણ ખબર હતી કે તેમનો અંતકાળ નજીક છે, કદાચ એમને પણ ખબર હતી. પણ મેં પૂછ્યું – ‘ડોક્ટરો તો એમના સાચાખોટા નિદાન આપ્યે રાખશે, પણ તમને કેમ લાગે’ ‘મને તો બહુ ફેર લાગે છે, શરીરે પણ સારું છે, ઉંઘ પણ આવી જાય છે …’આવો જવાબ મળ્યો અને તે પણ જુસ્સાભેર. આ એ વ્યક્તિનો જવાબ હતો જેને પ્રોસ્ટેટ કેન્સરની એકાદ કિલ્લોની ગાંઠ હતી. મૃત્યુનો ભય, શરીરનું દુઃખ દર્દ એ બધાથી ઉપરવટ જઈને એક માનવીએ આપેલો જવાબ સાંભળી બ્રહ્મા-ઇશ્વર જે કોઈ હોય તેને સલામ માર્યા વગર રહી શકાય ?

બેસણામાં ભેગા થયેલાઓનો, જીવતા જીવત સામુ ન જોનારાઓનો વ્યર્થ વાણીવિલાસ કરી વ્યવહાર નિભાવવાનો મુખવટો.

ડોક્ટરોને પણ જુઓ, દરદીને ‘બધુ બરાબર છે, આ એક રીપોર્ટમાં કંઈ ગરબડ છે એ તો થોડા વખતમાં આવી જશે.’ સાંત્વનાનો મુખવટો.

પત્નીના પ્રેમાળ સ્પર્શની અપેક્ષાએ ‘બહુ માથું દુઃખે છે’ એવું ખોટા ખોટા દુઃખાવાની ફરીયાદ કરતા પતિનો મુખવટો.

ગોઠણની પીડાએ ઉભા ન થઈ શકાતું હોય તોય ‘આજે તો પગે બહુ સારું છે’ એવું કહી પતિ માટે રસોઈ બનાવતી પત્નીનો મુખવટો.

‘કંઈ કામકાજ હોય તો ઘરના સમજીને વિના સંકોચે કહી દેજો, શરમ ન રાખતા.’ એવું કહી સ્વજન બનવાનું નાટક કરતા પડોશીઓનો મુખવટો.

‘આપણે તો દાઊદથી માંડીને મંત્રી સુધીની ઓળખાણો છે, ક્યાંય આંટીમાં આવી જાઓ તો કહેજો’ કહી પોતાની મહત્તા દર્શાવતા મિત્રોનો મુખવટો.

‘જી સાહેબ, તમે સાચા જ છો, તમારા જેવા અધિકારીઓ હવે ક્યાં મળે છે !’ કહીને સાહેબને મશ્કા મારતા કર્મચારીનો મુખવટો.

પળે પળે બદલાતા મુખવટા જોવા હોય તો જુની હિન્દી ફીલ્મોમાં વિલનો જોઈ લેજો.

આવા કેટકેટલા ચહેરા જોવા છે ?

શું માનવી મુખવટા પહેરીને, વારંવાર બદલીને જ જીવે છે ?

આપણે આમ જ જીવી શકીએ ?

 

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s