દ્રષ્ટિકોણ –

આજે એક નાનકડી વાત પણ પરિણામ આપે મોટા.

હમણાં પ્રોફેસર સ્વામીનાથનની (બ્રહ્માકુમારી સંસ્થા) એક વીડીયો ક્લીપ જોઈ. તેમણે ડોક્ટરોના ક્રાર્યક્રમમાં એક ખૂબ સરસ ઉદાહરણ આપ્યું હતું. ‘તમે કોણ’ ના સંદર્ભમાં હતુ.

‘તમે ઓફીસે જાઓ છો, તમને ચોકીદાર મળ્યો, તમે તેની સાથે વાત કરી, ત્યાંથી આગળ જતાં નર્સ મળી તેની સાથે વાત કરી, તમે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીને મળ્યા તેની સાથે વાત કરી. દરેક વ્યક્તિ સાથે તમે એક સરખી રીતે વાત કરી ?

‘અલગ અલગ રીતે’

‘તો આ બધામાંથી તમારો મૂળ સ્વભાવ ક્યો છે ? તમે શું છો ?’

તમે દરેક અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ રીતે વાત કરી, પણ તમે તો એક જ છો. ખરેખર તો તમે જે તે વ્યક્તિની ‘પોસ્ટ’ સાથે વાત કરો છો જે તે વ્યક્તિ સાથે નહીં અને તેથી તમારો વ્યવહાર દરેક સાથે જુદો થયો. (ત્યારપછીની તેમની વાત પીસફુલ સાઉલ અંગેની હતી) પણ આપણે સરળતા ખાતર એટલું સ્વીકારીએ કે જો હું સામેની વ્યક્તિને એક મારા જેવો ‘માણસ’ સમજીને વાત કરું તો મારા વ્યવહારમાં ફરક નહીં પડે, કારણ કે હવે એક ‘માણસ’ બીજા ‘માણસ’ સાથે વાત કરે છે. અહીં મારે મારો દ્રષ્ટિકોણ બદલવાનો છે. ચોકીદાર હવે ‘ચોકીદાર’ ન રહેતા એક ‘માણસ’ બની જાય. હું પણ માણસ છું અને માણસ તરીકેના જે લીમીટેશન્સ મને લાગુ પડે તે જ લીમીટેશન્સ ચોકીદારને પણ લાગુ પડે. બુધ્ધિક્ષમતામાં અમારા બન્નેનું લેવલ જુદું પડે, પણ માનવીય ગુણોમાં બન્ને એક સરખા જ છીએ. મને જે સુખદુઃખ લાગે તે જ તેને પણ લાગે, મારી લાગણીઓ ઘવાય તેમ તેની લાગાણીઓ ઘવાય, મારે જે જવાબદારીઓ છે તેમ તેને પણ જવાબદારીઓ છે – બધું સરખું છે ફક્ત બુધ્ધિક્ષમતામાં ફરક છે પણ એ તો એને કદાચ તક નહી મળી હોય એટલે, બાકી પ્રત્યેક માનવનું સર્જન એક જ પ્રક્રીયાથી થાય છે. તમે ઇચ્છો કે લોકો તમારી સાથે માનથી વર્તે એ જ રીતે ચોકીદાર પણ ઇચ્છે કે તમે પણ તેના સ્વમાનની કદર કરો.

અન્ય તરફનો તમારો દ્રષ્ટીકોણ બદલો, જુઓ તમારો વ્યવાહાર પણ બદલાશે અને સંબંધોમાં પણ મધુરતા આવશે.

લાગણીઓના ઉંડાણ જ્યારે પોતાને વિતે ત્યારે સમજાય છે. આ બાબત તમને શ્રી ધુમકેતુ (શ્રી ગૌરીશંકર જોશી)ની વાર્તા – પોસ્ટ ઓફીસ – માં સુપેરે સમજાય તેમ છે. –

વાર્તાના નાયક અલીડોસાની પોતાની પુત્રીના પત્રની રાહ, પોસ્ટમાસ્તરને ગાંડપણ લાગતું હતું, પણ જ્યારે પોતાની જ પુત્રીના સમાચાર નથી આવતા ત્યારે તેને અલીડોસાની ‘ગાંડાઈ’ સમજમાં આવે છે.

……. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટમાસ્તર આજે એકીનજરે એ તરફ જોઈ રહ્યા છે! કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દૃષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી, કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.

મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

Advertisements

One comment on “દ્રષ્ટિકોણ –

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s