અત્યારે ટાઈમ જ ક્યાં છે ?

 

‘તમે બેઠા બેઠા લખે રાખો છો, પણ અત્યારે ટાઈમ જ ક્યાં છે કોઈની પાસે કે ફ્લેશબેકમાં જઈને જુએ. આ તમારા જેવા નવરા થોડા છે બધા !

ગઈકાલની પોસ્ટ પછી આજે સવારમાં એક મિત્રનો ફોન આવ્યો. પોતાની માન્યતાઓ, ધારણાઓની ચોક્ક્સ બાઉન્ડરીમાં બંધાયેલા એ મિત્રને કંઈ સમજાવવા કે ચર્ચા કરવાનો પ્રશ્ન હતો જ નહી, આથી મૌન રહ્યો પણ પછી થયું કે બ્લોગના અન્ય વાચકમિત્રોમાંથી પણ આવો સવાલ આવી શકે, એટલે આજની પોસ્ટ ‘ટાઈમ’ને સમર્પિત.

આજની હરીફાઈ અને બે છેડા ભેગા કરવા મથતી વ્યક્તિઓનો આ ટાઈમનો મુદ્દો સાચો છે.

સામે પક્ષે મારો એક સવાલ – જે લોકો આજના જમાનાના પડકારોનો સામનો કરી આગળ વધ્યા છે તેઓએ આ સમય ક્યાંથી જનરેટ કર્યો ? પ્રકૃતિએ બધાને ૨૪ કલાકના દિવસ-રાત આપ્યા છે. જેઓ આગળ વધ્યા છે, શાંતિથી જીવી શકે છે તેઓ વધારાના કલાકો ક્યાંથી લાવ્યા હશે ? તેઓ ભુતકાળમાં જતા નહીં હોય ? ભૂતકાળમાંથી શિખતા નહી હોય ?

હજુ તમારો સવાલ આવશે – બધાની પરિસ્થિતિ સરખી હોતી નથી ?

સંમત ! પણ તમારા જીવનમાં ક્યારેય તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો નથી કર્યો ? પરિસ્થિતિને બદલી, એમાંથી બહાર નિકળ્યા નથી ?

તમે ફક્ત એટલું જ યાદ કરો કે રુટીનમાં કરવા પડતા કાર્યો વખતે તમારું મન શું કરે છે ? રોજીંદા કાર્યો કરવા માટે મગજ એટલું બધું ‘શેટ’ થઈ ગયું હોય છે કે તમારે જે કરવાનું હોય એ સ્વંયભુ થતું હોય છે, તમારે ધ્યાન આપવું પડતું નથી. મારી એક પુત્રી ઓફીસે ત્રણ કિલોમીટર ચાલતી જાય છે અને તેને આ જે ૩૦-૩૫ મીનીટ મળે તેમાં મારી સાથે વાત કરી લે છે, પોતાના અપડેટ્સ આપી દે, કોઈ માર્ગદર્શનની જરુર હોય તો મેળવી લે, આ દરમ્યાન પગ તેનું કામ કર્યા કરે.

આ તો માણસ જાતિની વાત કરી પણ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે વહેલી સવારે શાકભાજીની ઉંટગાડીઓ એવી રીતે જતી જોઈ છે કે જેમાં ઉંટગાડીનો માલીક આરામથી ઉંઘતો હોય અને ઉંટ પોતાના નિર્ધારિત રસ્તા પર ચાલતું રહે.

તમે તમારા રોજીંદા કાર્યો કરતી વખતે શું વિચારો છો ?

કોઈક હવે પછી કરવાના કાર્યોનું આયોજન કરતા હશે, કેટલાક ઉભા થયેલા પ્રશ્નોમાંથી માર્ગ શોધવાનું વિચારતા હશે. જે ઉપયોગી છે, પણ કેટલાક તો નજીકના ભૂતકાળમાં અનુભવેલી દુઃખદ લાગણીને વાગોળી દુઃખી થતા હશે, કોઈક વળી બીજાએ પોતાને કરેલા નુકશાનનો બદલો કઈ રીતે લેવો તેનું પ્લાનીંગ કરતા હશે, કેટલાક હવે શું થશે તેની ધારણા – ઓફીસે મોડા પહોંચાશે તો બોસ સાથે માથાકુટ થશે, આ માથાકુટ દરમ્યાન શું સંવાદ હશે તે પણ મનમાં બોલતા હશે, હવે તમે કહો ! આ બધુ જરુરી છે ?

આ સમયનો ઉપયોગ આપણી લાગણીઓને સમજવા ન કરી શકાય ?

રાત્રીના સુતા પહેલાનો થોડો સમય જાત સાથે ગાળવાની સલાહ લગભગ બધા સલાહકારો આપે છે, પણ ટીવીનું વળગળ આમ થવા દેતું નથી. ટાઈમ મેનેજમેન્ટ માટે તો ઘણું કહી શકાય, પણ તમારા પ્રતિભાવો તો જાણું !

માન્યતાઓ, ધારણાઓની ચોક્ક્સ બાઉન્ડરી તોડીને આ પોસ્ટ વાંચવા વિનંતિ !

Advertisements

4 comments on “અત્યારે ટાઈમ જ ક્યાં છે ?

 1. Dipak Dholakia કહે છે:

  મને લાગે છે કે ટાઇમ હંમેશાં હોય છે, પણ કોઈ ખાસ કાર્ય માટે ટાઇમ ફાળવવાનો આપણી પાસે ટાઇમ નથી હોતો.

  Like

  • jitu48 કહે છે:

   ખુબ સાચુ કહ્યું ! આભાર !
   હજુપણ ઍક મુદ્દો ઉમેરવા જેવો છે,આપણી જુની ઘરેડમાંથી બહાર આવવું એ ખાસ કાર્ય છે અને એ માટે જ ટાઈમ નથી. કદાચ આપણી અસલામતિની ભાવના આપણને રોકતી નહી હોય ? કદાચ એમાંથી બહાર નીકળુંને મુશ્કેલી પડે તો !

   Like

 2. bharodiya કહે છે:

  માણસનો અજંપો એને ઠેકાણે પડવા દેતો નથી. પ્રાથમિકતા શેને આપવી સમજાતું નથી.

  Like

 3. […] સ્ટ્રેસ-૨ માં ચેતાતંત્રની ચાંપલુસી કરી, પણ સ્ટ્રેસના કન્ટ્રોલ માટે ‘કોર્ટીસોલ’ને ભુલી શકાય તેમ નથી. તકલીફ ઉભી કરે છે માટે કોર્ટીસોલને કાળાકામ કરનાર કહી ઉતારી પાડ્યો પણ ખરેખર તો કટોકટીની પળે શરીરને જરુરી છે એવા કાર્યો કરવાનું ‘પ્રાયોરીટી મેનેજમેન્ટ’ તેની પાસેથી જ શીખી શકાય. વધારે ઓક્સીજનની જરુર છે શું કરવું ? વધારે લોહીની જરુર છે, શું કરવું ? અમુક જ સ્નાયુઓને વધારે શક્તિની જરુર છે શું કરવું ? આ બધુ કોર્ટીસોલની મદદથી સીમ્પેથેટીક નર્વસ સીસ્ટમે કરી નાખ્યું, પણ તુરત પેરાસીમ્પેથેટીક નર્વસ સીસ્ટમને પોતાનું કાર્ય યાદ આવ્યું – શરીરને સામાન્ય અવસ્થામાં રાખવાનું – અને તેણે પોતાનું કાર્ય શરુ કર્યું. સીમ્પેથેટીક નર્વસ સીસ્ટમથી તદ્દન વિરુધ્ધ કાર્યો – હૃદયની ગતિ ધીમી કરવી, શક્તિનો સંચય કરવો, પણ આ કાર્યો કરવા માટે તેને ‘સમય’ની જરુર છે. પણ અત્યારે ‘ટાઈમ જ ક્યાં છે ?’ […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s