શ્રધ્ધા – ૩

આ પોસ્ટ વાંચતા પહેલાં શ્રધ્ધા ૧ અને શ્રધ્ધા ૨ વાંચવા વિનંતિ.

સળંગ બે દિવસ બ્લોગની મુલાકાતે આવનારા મિત્રોને લાગ્યું હશે કે મગનું નામ મરી પાડવાને બદલે બોરીંગ પીક્ચરની જેમ મુળ મુદ્દાને ખેંચ ખેંચ કરે છે, પણ મિત્રો ! આ બે દિવસના મારા તરફથી  પ્રશ્નોનો ‘મારો’ હેતુસરનો હતો. મારે જે કહેવાનું છે તે મારા મનમાં સ્પષ્ટ છે જ. આ તો વાંચનાર માટે ‘આઈસ બ્રેકીંગ’ હતું. મનોવૈજ્ઞાનિકો આ પધ્ધતિનો ઉપયોગ વ્યક્તિના દ્રઢ થઈ ગયેલા વિચારોમાં તિરાડ પાડવા અને નવા વિચારોના પ્રવેશ માટે મગજને તૈયાર કરવા આ ટેકનીકનો ઉપયોગ કરે છે. મેં પણ એનો સહારો લીધો. આજની પોસ્ટ વાંચ્યા પછી અનુભવ કેવો રહ્યો ? લખજો !

શ્રધ્ધા, ભક્તિ, વિશ્વાસ વગેરે અનુભુતિની વાત છે. તેનું વર્ણન ન કરી શકાય, અનુભવવું પડે. છતાં તેને થોડા અંશે સમજવાનો પ્રયત્ન કરીએ.

ઉદાહરણથી સમજીએ – ધારો કે તમે દિવાનખંડમાં બેઠા છો. તમને પાણી પીવાની લાગણી (Feeling) થઈ, ‘તરસ’ છીપાવવાની જરુરીયાત (Need) ઉભી થઈ. તમને સોફા પર થી ઉભા થવા માટે અંદરથી એક ધક્કો (Force) લાગ્યો, જેને આપણે પ્રેરણા (Motivation) તરીકે ઓળખીએ. તમે ઉભા થઈ પાણી પીધું, જરુરીયાત સંતોષાઈ, લાગણી શમી ગઈ. આ થઈ આપણી શારીરીક જરુરીયાત – ‘Physical Need’ ની વાત.

Feeling   ——–  Need   ———    Motivation

આવી જ રીતે આપણી માનસિક જરુરીયાતો પણ હોય. પ્રેમ પામવાની, પ્રેમ આપવાની, લાગણીની અભિવ્યક્તિની, સંબંધો જોડવાની/જાળવવાની/તોડવાની, ઓળખ પ્રસ્થાપિત કરવાની, જગતની જાત જાતની હરીફાઈઓમાં પ્રથમ રહેવાની વગેરે. મોટામાં મોટી જરુરીયાત તો માનસિક તણાવમાંથી મુક્તિની છે. તણાવ ઉત્પન્ન થાય છે આપણી ઇચ્છાઓ/અપેક્ષાઓની અપૂર્તિ, ડર, ઓળખનું ખંડીત થવું, લાગણીઓ પરના ઘા વગેરેથી. શારીરિક જરુરીયાતો તો પ્રેરણાના ધક્કાથી સંતોષાય શકે. પ્રેરણાનો ધક્કો લાગે આપણે કાર્ય કરીએ અને જરુરીયાત સંતોષાય. પણ માનસિક જરુરીયાતો સંતોષવા એક વિશિષ્ટ ધક્કાની જરુરીયાત ઉભી થાય અને એ ધક્કો એટલે આપણી ‘શ્રધ્ધા’. આપણે ડરમાંથી મુક્તિ માટે કોઈ શારીરિક કાર્ય કરવાનું નથી, ડરની સામે લડવા મનને મજબુત બનાવવા અન્ય આલંબન લેવાનું છે. હવે આ આલંબન ભગવાનનું હોય શકે, કોઈ માનવીનું હોય શકે, અરે કોઈ વિચારનું પણ હોય શકે (જેમ ભૂતનો ડર ભગાવવા હનુમાનચાલીસાનો પાઠ). આસ્તિક મનુષ્ય મુશ્કેલીઓમાં ઘેરાઈ જાય ત્યારે તેને ‘શ્રધ્ધા’ ભગવાનના શરણે પહોંચાડે. નાસ્તિક મનુષ્ય વિવિધ ‘ગુરુ’ઓના શરણે પહોંચે. (આમાં મેનેજમેન્ટ ગુરુઓ પણ આવી જાય)

આમ શ્રધ્ધા એટલે આપણી એવી માનસિક જરુરીયાતો, કે જે શારીરિક કાર્યોથી સંતોષાય શકે તેમ નથી, તેને સંતોષવા લાગતો વિશિષ્ટ પ્રકારની ‘પ્રેરણાનો ધક્કો’.

આગળની પોસ્ટમાં થોડું જુઠું બોલ્યો હતો તેની માફી માગી લઊં. વિપશ્યના ની શિબિરમાં ખરેખર તો શિબિરના સાતમા દિવસે શ્રી ગોએન્કાજીએ તેમના સંબોધનમાં શ્રધ્ધા વિષે વિગતથી સમજાવ્યું હતું. તેઓશ્રીએ ધર્મ, ભક્તિને પ્રાથમિકતા આપી મુક્તિના માર્ગ તરફ પ્રગતિ કરવા શ્રધ્ધા કોને કહેવાય તેનો નિર્દેશ કર્યો હતો – પ્રજ્ઞા એ ચક્ષુ છે અને શ્રધ્ધા એ ચરણ છે, મુક્તિના માર્ગ પર આગળ વધવા બંનેની જરુર છે. ફક્ત પ્રજ્ઞા હોય અને શ્રધ્ધાની ગેરહાજરી હોય તો પ્રગતિ થતી નથી, અને એ જ રીતે પ્રજ્ઞાની ગેરહાજરી હોય તો ચરણ તો ચાલે પણ ભટકી જાય (અંધશ્રધ્ધા બની જાય).

એક બીજી પણ સ્પષ્ટતા એ કરવાની કે ઉપર લખેલા વિચારો એ શ્રધ્ધાને મેં જે રીતે સમજવાનો પ્રયત્ન કરેલ છે તે છે. માનસશાસ્ત્ર કે ફીલોસોફી શું કહે છે તેની મને જાણ નથી. આપ સૌ તરફથી પણા નવા વિચારો મળે એવી અપેક્ષા……

આજે પાંચ વર્ષ પછી (૪-૧૧-૨૦૧૭) વર્તમાનપત્રમાંથી શ્રી બી.એન.દસ્તુરના લેખમાંથી મળેલી કેટલીક વિગતો ટપકાવવાનો મોહ થયો –

શ્રધ્ધા જ લઈ ગઈ મંજીલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ…………… મરહુમ ગની દહીંવાલા

પ્રયત્નોની બધી નિષ્ફળતા સામે ઉમ્મીદો રાખવાનું નામ શ્રધ્ધા……………. શ્રી દિલીપ પરીખ

જીવનની ઓ નિરાશા, ઓછું ન મૂલ્ય કરજે, કાંઈ ન મળે ત્યારે શ્રધ્ધા મળી શકે છે…………….’બેફામ’

આ જીંદગીમાં સેંકડો ભૂલ હું કરતો ગયો, શ્રધ્ધા વડે જ્યાં કંટકોને ફૂલ હું કરતો ગયો……… શેખાદમ અબુવાલા

શ્રધ્ધા એ માનસિકતા છે, એટીટ્યુડ છે, મોટીવેટર છે, પ્રોસેસ નથી……… યોગ્ય વાતાવરણ (Environment), માહિતી, જ્ઞાન, અનુભવ અને પ્રતિભા (Talent)ની ગેરહાજરીમાં શ્રધ્ધા, એકલી શ્રધ્ધા, એકલી હિંમત, ઝિંદાદિલી ખાડે લઈ જશે.

6 comments on “શ્રધ્ધા – ૩

  1. Almost agreed .

    અને શ્રદ્ધા એ બાળપણ થી જ શરુ કરાયેલું એક પ્રકારનું કંડીશનિંગ જ છે કે જે આપણે ત્યારે મઠારવાનું છે કે જયારે આપણે ખરી સમજણ પ્રાપ્ત કરીએ કે પછી સમાજના ધક્કાઓ ખાઈએ કે પછી પ્રતિકુળ સંજોગો આપણું ઘડતર કરે અને એક નવી દ્રષ્ટિથી આપણે જગતને જોઈ શકીએ અને ત્યારબાદ તેને બનાવનાર અને આપણું પણ જગત સર્જનાર ને ઓળખવાની મથામણ / કોશિશ કરીએ .

    મતલબ કે એ ક્યારેય ન ખૂટનારી યાત્રાની શરૂઆત છે કે જેના સારા – નરસા અનુભવો આપણી શ્રદ્ધા નો લોટ બાંધે છે , માટે જેવો જેનો લોટ એવી એની રોટલી !

    થોડું વધુ ઝીણું કાંતતા , મારા મતે , આપના પાણી વાળા ઉદાહરણમાં ” મોટીવેટ ” કરતા ” ઈન્સ્પાયર ” વધુ યોગ્ય ગણાશે .

    Like

    • jitu48 કહે છે:

      આભાર!
      તમે યોગ્ય ઝીણું કાંત્યું છે, અમે ‘નીડ’ અને ‘મોટિવ’ ને પ્રાથમિક સ્થાન આપવાનું અને ‘મોટીવેશન’ ને એ નીડ કે મોટીવને પ્રાપ્ત કરવાના ધક્કા સાથે સરખાવવાનું શીખ્યા હતા. પાંચ બેઝીક મોટીવેશન વિષે શિખવવામાં આવ્યું હતું –
      Hunger, Sex, Achievement, Power and Affiliation. હું મનોવૈજ્ઞાનિક નથી, આપનો મત સ્વીકારું છું.
      ફરીથી આભાર.

      Like

  2. preeti tailor કહે છે:

    kahe chhe ke bhagvan aapana antarma j vase chhe ..ane koi pan paristhiti ma jo koi saval manne puchhie to e kyarey pan khotu margdarshan nathi aaptu..bhale e je te sanjog ma viprit bhastu hoy ..pan e aapana mate sarvatha saty j hoy chhe …e antarmannu aapane bahy duniyama sandhan sadhie chhie e shradhdha j chhe ..kharekhar e aalamban bhale bhagvannu hoy pan nirdeshan aapana mannu ….
    aapna tranev lekh khub sundar chhe ..ane aa j vishay haal aavel OH MY GOD : OMG ma sundar rite nirupayo chhe …

    Like

    • jagdish48 કહે છે:

      પ્રિતીબેન,
      બ્લોગ પર સ્વાગત છે. અને યોગ્ય કોમેન્ટ બદલ આભાર !
      ફીલ્મો બહુ જોવાતી નથી પણ OMG નો રીવ્યુ બીજે પણ વાંચ્યો છે જોઈએ, કદાચ જોવાય જાય !
      બીજી વણમાગી સલાહ, યોગ્ય લાગે તો –
      http://www.vishalon.net/download.aspx
      પરથી PramukhIME NEW! ડાઉનલોડ કરી લેશો તો અંગ્રેજીમાં લખાયેલું ગુજરાતીમાં વંચાશે. ફક્ત ટાઈપ કરતા પહેલા PramukhIME ઓન કરી દેવાનું અને ભાષાની પસંદગી ગુજરાતીની કરી લેવાની.
      અજમાવી જો જો !

      Like

  3. ખુબ સરસ લેખ છે આપના… હું એ બાબત માં લક્કી છું કે મેં લેખ એક દિવસ માં વાચ્યા છે. અને અફસોસ પણ છે કે મેં આ પોસ્ટ હજી સુધી વાચી કેમ ન હતી..

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?