‘સ્વ’ને ઓળખવાની પૂર્વ શરતો –

સામાન્ય રીતે તો ‘હું કોણ છું’ નો જવાબ નામ, સરનામું, ઉંમર, સામાજીક સ્ટેટસ વગેરેમાં  હોય. એનો અનુભવ કરવો હોય તો મોટા ભાગના ‘બ્લોગ’ માં ‘About Me’ વાંચી લેજો. કોઈક વળી પોતે બીજાથી અલગ છે એવી અનુભૂતિ પણ કરાવતા હોય. મહદ અંશે આ ‘સામાજીક પ્રાણી’ પોતાનાથી અજાણ છે એ વાત નક્કી અને કદાચ જાણે છે તો નીચેની પૂર્વ શરતોને અવગણીને જાણે છે.

સ્વનું ઘડતર તો જન્મની સાથે શરુ થઈ જાય. અભિમન્યુની જેમ માના પેટમાં સાત કોઠાનું યુધ્ધ શિખવું કે માનવીના ‘જીન્સ’માં (Gene) ‘વિચારોના જીન્સ’ પણ હોય એવું બહુ મારી જાણમાં નથી. જન્મ પછી બાળક આસપાસના વાતાવરણમાંથી શીખે છે, અનુભવે શીખે છે એવી જાણ છે. બાળક કોઈ ‘રોલ મોડેલ’ પણ નક્કી કરી તેની નકલ કરતું હોય છે. મારી પુત્રીના સાસુ નાના ભાણીયાને દિવસમાં દસવાર સુરતી લહેકામાં કહે છે કે ‘બેઠો બાપ જેવો છે’ અને ભાણીયો પપ્પા તરફ નજર કરી એ શું કરે છે, કેમ કરે છે તેની નોંધ કરતો રહે અને પછી મોટો થઈને ‘બેઠો બાપ’ જેવો થાય. બાળકો એવું પણ નોંધે કે ઘરમાં કોનો ‘પાવર’ વધારે છે, શું કરવાથી કે કોને ‘ફોલો’ કરવાથી વધારે સ્વતંત્રતા મળે છે, આ મનોમન નોંધ તેના ‘સ્વ’ને તૈયાર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. સમજણું થતા ઘરની બહારના વાતાવરણમાં અન્યને મળી, તેમની પાસેથી ‘સ્વ’ને ઘડવાના કેટલાક તત્વો મેળવે છે. ઘણી વખત એવું પણ બને કે પોતાના રોલ મોડેલ જેટલું કરી શકે તેટલી શક્તિ ન હોય પણ એક આદર્શ તરીકે પોતાના મનમાં ‘સ્વ’ની છબીમાં ઉમેરી દે. આમ ખરેખર પોતાના ‘સ્વ’માં નથી તો પણ એ એને ‘સ્વ’ની ઓળખમાં ઉમેરી દે.

આમ ‘સ્વ’ ને ઓળખવામાં પહેલી શરત ‘તમારું આદર્શ ચિત્ર એ તમે નથી

બીજો મુદો એ ઉઠે કે તમારું એક ચિત્ર (‘છાપ’)કુટુંબમાં કુટુંબીજનોએ તેમજ સમાજમાં સમાજની વ્યક્તિઓએ દોરેલી હોય છે. બીજી શરત એ કે ‘આ છાપ પણ તમે નથી.

તો પછી ‘સ્વ’ની ઓળખ કેવી રીતે કરવી ?

જવાબ આમ તો સહેલો છે, પણ તમારે તટસ્થ બનવું પડશે. તમે મનમાં નક્કી કરેલી તમારી છબીને તમારા ‘વર્તન’ સાથે ચકાસવી પડશે. જ્યાં વર્તન વિચારથી જુદું પડે ત્યાં વિચારને તિલાંજલી આપવી પડે અને વર્તનને સાચું માનવું પડે. એ સુધારા સાથે તમારે ‘સ્વ’ની છબી ઉપસાવવી પડે.

એક સાદું ઉદાહરણ જોઈએ –

સવારે ઓફીસે જવા નીકળ્યા, ઉતાવળમાં હેલ્મેટ પહેરવાનું ભુલાઈ ગયું. જંકશન પર જમાદારે પકડ્યા અને પેનલ્ટીની રીસીપ્ટ માટેની તૈયારી કરી. તમારે ઓફીસનું મોડું થાય છે, પેનલ્ટી વધારે આપવી પડે તેમ છે, તમે તમારા મનમાં ‘પ્રમાણિક માણસ’, ‘ભ્રષ્ટાચાર વિરોધી’ની છાપ બનાવી છે પણ વધારે પેનલ્ટી ભરવાને બદલે અડ્ધામાં પતાવવાનો પ્રયત્ન કરી જમાદાર પાસેથી જાન છોડાવી ઓફીસે ભાગો છો. હવે અહીં તમે બનાવેલી ‘પ્રમાણીક’ માણસની છબી કેટલી સાચી ? કેટલાક મિત્રોની દલીલ આવશે કે આવા નાના પ્રસંગોમાં તો છુટછાટ લેવાય. પણ મિત્રો ! એક નાનું કાણું હોડી ડુબાડી શકે છે, નાની નાની છુટછાટો મોટી છુટછાટ લેવા પ્રેરે છે. પહેલેથી ચેતવું જરુરી છે.

સવાલ તટસ્થતાથી વિચાર અને વર્તનની સરખામણી કરવાનો છે.

તા. ૨૨-૨-૨૦૧૭ ના રોજનું ઉમેરણ – ‘પ્રેમપત્રોમાં જોડણી દોષ’ – શ્રી અનિલ જોષીના દિવ્યભાસ્કરના લેખમાંથી –

‘હું પોતે જ્યારે મારા નામ વિષે વિચારું છું ત્યારે મને હઝરત ઈનાયતખાનના શબ્દો યાદ આવી જાય છે. ઈનાયતખાન લખે છે, – તમે મને જે નામથી બોલાવો છો તે ખરેખર મારું નામ નથી. હું તો મારા નામની પાછળ રહેલા નામને જ હોંકારો દઊં છું. તમે મને જે નામથી બોલાવો છો એ નામથી હું સતત છેતરાતો રહ્યો છું. જાણે કે એ નામ માટે જ હું પૃથ્વી પર આવ્યો છું. આ મોટી ભ્રમણા છે. તમે મને જે નામથી બોલાવો છો એ તો મારા ખંડીત દર્પણના તૂટી ગયેલા કાચનો એક ટુકડો છે. મારું નામ એ કોઈ પંખીનો ટહુકો નથી.  તમે અને જે લોકો મારું નામ ભૂલી જાઓ એમ હું હૃદયપૂર્વક ઇચ્છું તો જ તમે મારા અખંડીત દર્પણમાં રહેલા મારા મૂળ સ્વરુપને જોઈ શકો. રોજ રોજ ખળખળ વહેતા રહેવું એ જ મારું નામ છે.’ 

 

Advertisements

7 comments on “‘સ્વ’ને ઓળખવાની પૂર્વ શરતો –

 1. bharodiya કહે છે:

  મહદ અંશે નહી, સંપૂર્ણ રીતે આ ‘સામાજીક પ્રાણી’ પોતાનાથી અજાણ છે. જાત જાતના રસાયણ થી બનેલા શરીરના લોંદામાં સ્વ ક્યા છુપાયો છે એ જ હજી ગોતવાનું બાકી છે. સામાજિક ચુનો કે રંગના થપેડા લગાડવાથી સ્વને ગોતવો તો વધુ અઘરો થઈ જાય.

  Like

 2. bharodiya કહે છે:

  તમે જે સ્વની વાત કરી એ તો મહા ફ્લેક્સિબલ છે. જામ ટ્રાફિકમાં સાયકલ જેમ નિકળી જાય. પાણી જેવો છે. અડચણ આવે તો સાઈડમાંથી નિકળી જાય.જગ્યા સારી હોય તો ઉભો રહે નહિતો જાય ભાગ્યો.

  Like

  • jitu48 કહે છે:

   જો સ્વ ને ભાગતો જ રાખવો હોય તો ચિંતાનું કોઈ કારણ નથી, જો અન્ય પ્રાણીજગતથી જુદા પડવું હોય તો ઉપરની શરતો ધ્યાનમાં લેવી પડે. બાકી સુરતમાં તો કાર પણ ટ્રાફીક જામ માંથી નિકળી જાય છે.
   આભાર !

   Like

   • bharodiya કહે છે:

    બહુત મુસ્કિલ હૈ ડગર પનઘટ કી.
    પનઘટ જાવાવાળીને તો ચોતરે બેઠેલા ડોસાઓનો જ ત્રાસ. સ્વને તો અનેક વસ્તુનો સામનો કરવો પડે. વસ્તુ તપાસવી પડે, સારી કે ખરાબ જજમેંટ પણ આપવુ પડે.
    વાત થોડી આડે પાટે ગઈ હોય એવું લાગે છે. મેં તમારા છેલ્લા ફકરાના હિસાબે લખેલું. તમારો લેખ આખા વ્યક્તિત્વ ઉપર છે.
    તમે નિરિક્ષણ કર્યુ હશે તો ધ્યાનમા આવ્યુ હશે કે સિસ્ટમે સ્વમાં બે અક્ષર ઉમેરીને સ્વતંત્ર નામનો મીઠો શબ્દ બનાવી દીધો છે. અને આ જ શબ્દ વડે માણસ ને પાછો નવી જાતનો સ્વ બનાવી દીધો છે. સ્વાર્થી બનાવી દીધો છે. માણસના ધર્મ અને બાપાઓની જીવન શૈલી પર પ્રહારો, મજાક ઉડાવાતી હોય તો નવો સ્વ બન્યા વગર છુટકો નથી. નવી નવી ભુખો પેદા કરી ભૂખધરો બનાવી દેવામાં આવ્યો હોય તો ભુખને સંતોષવા ભ્રષ્ટ બન્યા વિના છુટકો નથી.
    કાયદાઓના જાળામા એવી રીતે ફસાવી દેવામાં આવ્યો હોય તો ગુલામ બન્યા વગર છુટકો નથી. બધા જ સ્વને જુદા જુદા રંગો આપી, રંગો માં પક્ષપાત થતો હોય તો લડ્યા વગર છુટકો નથી.
    જુના બે સ્વ મળીને “આપણે” શબ્દ બનતો, નવા શબ્દમાં એ ગુણધર્મ જ નથી.
    તમે જે સ્વની વાત કરી એ આમા કઈ જગ્યાએ ફીટ કરી શકાય એ બતાવશો, જીતુભાઈ. માણસ ના સંસ્કારો જ ભુલાવી દેવાની કોશીશ થતી હોય તો માણસ શું બને ?

    Like

 3. jitu48 કહે છે:

  મેં ‘સ્વ’ અને ‘સંબંધો’ પર મારા વિચારો લખવાનું વિચાર્યું છે અને આ વિચારો મારા અંગત છે, અને ભૂતકાળમાં તમે લખેલું છે કે દરેક વ્યક્તિ અલગ કોમ્પ્યુટર છે અને દરેકમાં અલગ સોફ્ટવેર હોય છે. આથી મારા સિવાય અન્ય સૌ પોતપોતાની રીતે વિચારતા હોય અને કોઈની વાત કોઈની વાતમાં ‘ફીટ’ કરી શકાય નહીં. મારો લેખ વ્યક્તિત્વ સંબંધી તમે કહી શકો. વ્યક્તિત્વ એ બહારના ‘ઓબ્ઝર્વર’ તૈયાર થયેલું વ્યક્તિનું ‘ચિત્ર’ એમ હું માનું છું જે કદાચ વ્યક્તિએ પોતાના આંતરિક ચિત્રથી જુદું હોય શકે (માંહ્યલા ગુણ મહાદેવજી જાણે). હું એમ માનું છું કે જો વ્યક્તિ પોતાના આંતરિક ચિત્રને સમજી શકે તો જીવનમાં જે સ્ટ્રેસ અનુભવવો પડૅ છે તેમાંથી છુટી શકાય. મારા આંતરિક ચિત્રને સમજવા હું પ્રયત્ન કરું છું તે અનુભવો અને અનુભૂતિઓ બ્લોગ પર મારા માટે ‘મારી ડાયરી’ ના રુપે લખું છું, કોઈને કામમાં લાગે તો મારું એટલું કન્ટ્રીબ્યુશન ! (બાકી જીવનમાં જેટલું આપી શકાય તેટલું આપી દિધું છે.) અન્યના વિચારો મારા કરતા જુદા પડતા હોય. નવી નવી ભુખ માનવી જાતે ઉભી કરે છે, જે સંતોષવી પડે એવું જરુરી નથી. જો ભુખ ન ઉભી કરે તો ખાઉંધરા બનવાની જરુર નથી. કાયદાનો વિરોધ કરવાવાળા કરી જ રહ્યા છે અને એટલે જ મેં લખ્યું છે કે ‘અન્ય પ્રાણીથી જુદા પડવું હોય તો’. બાકી જીંદગી જીવાઈ રહી છે એમાં વિચારવાની જરુર જ નથી

  Like

 4. bharodiya કહે છે:

  તમે એવા ખાસ માણસોની વાત કરો છો જે સેલ્ફકંટ્રોલ્ડ હોવાની ક્ષમતા રાખતા હોય. હું એવા માણસોની વાત કરું છું જેમની પાસે વિચારવાનની ક્ષમતા કે સમય નથી. પરિસ્થિતિ જેમ ફંગોળે એ બાજુ ફંગોળાય જાય એવા સામાન્ય માણસોની વાત.
  હા, અંદરનો માહ્યલો તો બધાનો ઓરીજીનલ જ હોય ૨૦ હજાર વરસ પહેલા હતો એવો જ. વારસાગત કોઇ ફેરફાર થતો હોય તો તમારા જેવા વિજ્ઞાનિક જ પાક્કુ કહી શકે. ખાસ માણસ સેલ્ફકંટ્રોલ્ડ હોય એટલે એ માહ્યલાને દબાવી દે. અને બહારનું ખોળુ એની માન્યતા પ્રમાણે પોતે બનાવી લે. સામાન્ય માણસોને તો જાત જાતના ડોજ આપવા પડે. (કાયદાના, ધરમના, રિવાજોના) માહ્યલોય દબાવવાનો અને ઉપરનું ખોળુય બનાવવાનુ.
  ટુંકમાં ખાસ માણસ પોતે પ્રાણીથી જુદો પડી જાય, સામાન્ય માણસ ને ક્રુત્રિમ રીતે જુદો પાડવો પડે. આપડે પાણી માથી હાઈડ્રોજન અને ઓક્ષિજનને જુદા પાડવા ડી.સી પાવરની જરૂર પડેને એ રીતે.

  Like

 5. […] સરસ વાત કરી છે તે મેં મારી જુની પોસ્ટ ‘‘સ્વ’ને ઓળખવાની પૂર્વ શરતો – https://bestbonding.wordpress.com/2012/08/12/preconditions/ ‘ માં ઉમેરી […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s