એક આંખનું સપનુ –

મૂળ વાત એમ છે કે મારી ગાડી (શરીર !) હમણાં અન્ડર મેઈન્ટેનન્સ છે, ફોટોસેન્સર (આંખ !) ના પ્રોબ્લેમ છે. મીકેનીકે (ડોક્ટરે !) હમણાં કોમ્પ્યુટર સામે જોવાની ના પાડી છે, એટલે મેં એક આંખે સપનું જોઈ નાખ્યું, અને ૮મી એ તમને મળવાનું વચન પણ આપ્યું હતું.

મારું સપનું શ્રી અતુલભાઈની લાગણી થી શરુ થયું.

‘બ્લોગીંગનો ઉદ્દેશ્ય મનમાં સ્પષ્ટ હોવો જોઈએ. અને તે ઉદ્દેશ્યપૂર્તીને અનુરુપ બ્લોગીંગ થાય તો ભટકવામાંથી બચી શકાય તેવી મારી નમ્ર માન્યતા છે.’ અને મેં નક્કી કર્યું કે હવેથી આ બ્લોગ પર ફક્ત ‘સ્વ’ અને ‘સંબંધો’ની જ વાત કરવી. પણ પછી થયું કે સુંદર જીવન જીવવાની બધાની ઇચ્છા છે તો પછી બધાને સાથે કેમ ન લેવા ?

સપનામાં મેં સ્વ અને સંબંધો પરનો એક ‘જીવંત ગ્રંથ’ જોયો જે ઇન્ટરનેટ પરથી ઇ-બુક તરીકે ફ્રી ડાઉનલોડ થતો હતો અને જેમાં આ બન્ને બાબતોની વિશદ છણાવટ હોય અને સ્વ અને સંબંધોને સમજવા માટે ઘણા વિચારો હોય.

મારી તો વિચારવાની મર્યાદા હોય, પણ જો ઘણા બધાના વિચારો સાથે મળે તો તેમાંથી ચોક્કસ સુંદર જીવનનું માર્ગદર્શન મળી રહે. આમ વિચારો સૌ વહેચેં, સંકલન કરવાની અને ચોક્કસ ઢાંચામાં મઠારવાની જવાબદારી મારી.

સૌ પ્રથમ તો જીવનને સમજવા ‘સ્વ’ને સમજવો પડે. ‘હું કોણ છું ?’ ‘Who am I ?’ આ બાબતની ચર્ચા અમે ઉધ્યોગ સાહસિકોની તાલીમ વખતે કરતા પણ ખરા. પણ એનું દ્રષ્ટીબિંદું અલગ હતું અને આપણે જે વિચારવું છે તે અલગ છે. ગુગલ મહારાજ અને એવા બીજા ઘણા મહારાજો આ મુદ્દાને સમજાવતા અસંખ્ય સંદર્ભો હાજર કરી દેશે, પણ આપણે તો એમાંથી સૌ કોઈ સમજી શકે અને સૌને ઉપયોગી જણાય તેવા સંદર્ભો અલગ તારવવા પડે, એમાંથી તત્વ અલગ પાડવું પડે અને તેને આપણા  ગ્રંથમાં સમાવવાનું થાય. કામ તો  ઘણૂં મોટું છે પણ વિચારવા માટે મગજ પણ ઘણા છે. બની શકે તેટલા જીવંત કિસ્સાઓ વર્ણવા જોઈએ જેથી સમજનારને ‘રીયલ લાઈફ’ ની અનુભૂતિ થાય.

મારા ’સ્વ’ વિષે તો હું ટ્રેઈનીંગ આપતી વખતે સમજી શક્યો હતો. આથી મારો કોઈ એવો કિસ્સો નથી કે જેનાથી મને ‘સ્વ’ ને સમજવા પ્રેરણા મળી હોય કે હોય કે પ્રયત્ન શરુ થયો હોય. આવું મારું કોઈ  ઉદાહરણ આપી શકાય તેવું નથી. પણ હું કોણ છું ની ચર્ચા બાદ ‘Why I am here’ ની ચર્ચા કરવી છે તેનો કિસ્સો હમણાથી આપી દઊં.

IIM ના એક પ્રોફેસર અમને ‘Creativity’ ની તાલીમ આપતા હતા તે વખતે એમણે બે-બે ના ગ્રુપ બનાવી અને પ્રત્યેક વ્યક્તિ પોતે ‘Why I am here’ ની ચર્ચા બીજા પાર્ટનર સાથે કરે એવી એક્સરસાઈઝ કરાવી. એ ચર્ચા દરમ્યાન મારાથી ‘હું અહીં જ્ઞાન મેળવવા અને જ્ઞાન વહેચવા આવ્યો છું’ એવી વાત અચાનક જ મારા પાર્ટનરને કહેવાય ગઈ. પણ પાછળથી મારા જીવનની ફ્લેશબેકમાં જતાં મને ખરેખર એવું રીએલાઈઝ થયું કે મારી લાઈફ એવી જ રીતે પસાર થઈ રહી છે. આવું જ તમારા જીવનમાં કે અન્ય કોઈના જીવનમાં બનેલું જાણ્યું હોય તો તેની વાત કરી શકાય.

‘સ્વ’ ને સમજવા તેના ‘એલીમેન્ટસ’ (તત્ત્વો) જાણવા પડે અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો ‘સ્વ’ ને ઓળખી શકાય. આપણી ચર્ચા શુધ્ધ માનસશાસ્ત્રીય કે ફીલોસોફીકલ ન બનવી જોઈએ, કારણ કે આપણે ‘આમ’ આદમી છીએ અને બની શકે કે એ રીતે જીવન પુરું પણ થઈ જાય.

મારી દ્રષ્ટીએ ‘સ્વ’ના મુળ તત્ત્વો –

લાગણી

ઇચ્છા

અપેક્ષા

અભિમાન (સ્વાભિમાન તેમજ અહંકાર)

શ્રધ્ધા

માન્યતા

પૂર્વગ્રહ

હજુ બીજા પણ હોય શકે તેમાં તમારો ફાળો નોંધાવો !

વ્યક્તિત્વના કેટલાક ગુણ ઉપરના તત્ત્વોની મેળવણીથી થાય જેમકે – પ્રમાણિકતા, નિષ્ટા વગેરે.

‘સ્વ’ ની કેટલીક ‘ખણખોદ’ મેં અગાઉની પોસ્ટમાં પણ કરી છે જ.

હવે ક્યારે મળીએ એની ચોક્ક્સ વાત નહી, પણ ઉપરના સપનાના ગ્રંથ માટે ટીકા-ટીપ્પણોનો ફાળો નોંધાવવા વિનંતિ……….

 

Advertisements

5 comments on “એક આંખનું સપનુ –

 1. Dipak Dholakia કહે છે:

  નિરાંત મળે ત્યારે આ ગહન વિષય પર મારા વિચારો લખીશ. અને તે પણ પ્રત્યક્ષ અનુભવોના આધારે. ઊભાઊભ લખવાનું યોગ્ય નથી. તબીયત સંભાળજો. જલદી ગાડી પૂરપાટ દોડતી થાય એવી શુભેચ્છાઓ.

  Like

 2. pinu007 કહે છે:

  એટલી બધી ઊંડી બાબત માં મારા થી તો કઈ બોલાય્જ નહિ..પણ આ વાંચીને મન માં એક પ્રશ્ન જરૂર આવ્યો..વાય આઈ એમ હિઅર?
  “હું આ દુનિયાને એક મશીન ની જેમ જોવ છુ,અને બધા લોકો એના નાના નાના પાર્ટ છે..અને કોઈ પણ મશીન માં એકસ્ટ્રા પાર્ટ નથી હોતા..મતલબ કે હું પણ આ દુનિયાનો એટલોજ મહત્વ પૂર્ણ હિસો છુ જેટલા બધા”-હ્યુંગો ફિલ્મ માંથી

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s