આપણા – પરાયા

આજની વાત, અંદર ઝાંખવાની તક આપવા બદલ શ્રી જુગલભાઈના આભાર સાથે શરુ કરીએ.

શ્રી જુગલભાઈની પોસ્ટ –

http://jjkishor.wordpress.com/2012/07/29/vartao-6/

તકલીફ ‘આપણા’ થી જ થાય છે એવો આપણો અનુભવ છે, હકીકત છે. પણ ‘પારકે ભાણે લાડુ મોટો’ એવું નથી ? ‘આપણા’થી જ દુઃખ શા માટે થાય છે ? અંગત માણસો આપણને દુઃખ પહોંચાડવા ઇચ્છે ? આપણે અંગતને દુઃખ આપવા ઇચ્છીએ છીએ ? સાવ એવું તો નથી જ. તો તણખણું ક્યાં ખૂંચે છે ? પ્રશ્ન ક્યાં છે ?

આપણે જ ‘આપણા’ માણસોને ઓળખીએ છીએ. તેમની લાગણી, ગમો-અણગમો, પસંદ-નાપસંદ, અપેક્ષાઓ મહદ અંશે જાણીએ છીએ. એ પણ આપણાને એ જ રીતે ઓળખે છે. મને તો દુઃખ ત્યારે જ થાય જ્યારે કોઈ ‘મારી’ લાગણીને ઠેસ પહોં ચાડે, ‘મારી’ અપેક્ષા મુજબ વર્તન ન કરે.

ઝખમ તો મેં જ મને કર્યો, દુઃખ તો મેં જ મને લગાડ્યું  પણ દોષી સામેવાળો.

પરાયો મને ક્યાં ઓળખે છે.

એ તો મને એક ‘માણસ’ તરીકે ઓળખે છે.

મેં ‘આપણા’ને ‘માણસ’ તરીકે મીટાવી ‘આપણા’ બનાવ્યા.

અને પાછો દુઃખ પહોંચાડવાનો દોષ પણ દીધો.

એ ક્યાંનો ન્યાય ?

Advertisements

7 comments on “આપણા – પરાયા

 1. Dipak Dholakia કહે છે:

  બહુ સારૂં વિશ્લેષણ છે, જીતુભાઈ!
  “મેં ‘આપણા’ને ‘માણસ’ તરીકે મીટાવી ‘આપણા’ બનાવ્યા” બહુ ગમ્યું વધારે વિચાર કરવા પ્રેરે એવું વાક્ય તમે સહેજ વાતમાં લખી નાખ્યું છે. મઝા આવી ગઈ.

  Like

 2. jjkishor કહે છે:

  આ આપણાપણા ઉપર તો મહારાષ્ટ્રનું રાજકારણ નભે છે !

  Like

  • jitu48 કહે છે:

   જુગલભાઈ,
   મહારાષ્ટ્રની તો રામ જાણે, પણ આઝાદી આપનારના અસ્તિત્વની સાથે આઝાદીનું અસ્તિત્વ મટી ગયું. રજવાડા મીટાવનારની સાથે રજવાડા તો ગયા પણ વિચાર ન ગયો. રાજાનો પર્યાય હવે ‘નેતા’ છે.
   આપણે તો હતા ત્યાંના ત્યાં !

   Like

 3. Atul Jani (Agantuk) કહે છે:

  શ્રી જીતુભાઈ,

  જ્યાં આપણા છે ત્યાં પારકા હોવાના. તકલીફ ત્યારથી શરુ થાય છે જ્યારથી માણસ ને માણસ તરીકે મીટાવી દઈને તેની ઉપર આપણા / પારકા કે અજાણ્યા તેવા લેબલ લગાડીએ.

  તમે થોડામાં ઘણું કહ્યું.

  Like

  • jjkishor કહે છે:

   સાવ સાચી વાત કહી. ‘લેબલ’ શબ્દ બધું જ કહી જાય છે ! હમણાંની આપણી અન્ય બ્લૉગ્સ પરની ચર્ચાઓમાં પણ આ શબ્દ ઘણો જવાબ આપનારો છે.

   અતુલભાઈએ સરસ શબ્દ વાપર્યો છે. મજા પડી.

   Like

 4. bharodiya કહે છે:

  જિતુભાઈ
  આપણે અંગતને દુઃખ આપવા ઇચ્છીએ છીએ ? હા, અનુકુળતા પ્રમાણે. દા.ત. આપણું છોકરુ પાડોશીના છોકરા સાથે લડતું હોય તો આપણે આપણા છોકરાને વઢીને અંદર બોલાવી લઈએ છીએ, ભલે સામેવાળાનો વાંક હોય . આપણે ટુંકમા પતાવી દેવા માંગતા હોઈએ છીએ કેમ કે એ લોકોની વાતમા કોઇ દમ ન લાગે. આપણી ઈચ્છા તો નો હોય દુઃખ આપવાની છતા ઈચ્છા કરી નાખી અને દુઃખ દઈ દીધુ.
  અને બીજી વાત દુશમન તકલિફ દે એમા કોઇ નવાઈ નથી. આપડે એને પણ તકલિફ આપતા હોઈએ છીએ. હિસાબ પૂરો. પણ જ્યારે મિત્ર તકલિફ ઉભી કરે ત્યારે ખરેખર મુશ્કેલી. જુલિયસ સીજર જેવુ થાય. ” બ્રુટસ તૂ પણ ? ”
  તમારી વાત સાચી છે. પારકો લાડવો જ મોટો લાગે. આ માણસનો ઈર્ષાભાવ જશે જ નહી એવું લાગે છે.
  મગજ ને કસરત થાય એવા લખતા રહેશોજી.

  Like

  • jitu48 કહે છે:

   ભઈલા, મા-બાપ છોકરાને મારે ત્યારે એ પ્રેમનો માર છે (તકલીફ છે ને ! પ્રેમને પણ ગુસ્સો છે)
   બાકી દુશ્મનોને તો ધબેડી નાખવા જ જોઈએ !
   આભાર !

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s