બેગાની શાદીમે હમ સબ દિવાને –

એક સમાચાર –

ભારતીય મૂળની  અંતરિક્ષ વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ ભારતિય સમય મુજબ રવિવારે સવારે ફરી એકવાર અંતરિક્ષની મુસાફરીએ જવાની છે. ….. સુનિતાનાં વતન મહેસાણા – ઝુલાસણમાં તેમની તસ્વીર સાથે વરઘોડો નીકળ્યો હતો. (વરઘોડાના ફોટોગ્રાફ સાથે)

નીચે વિકિપેડિયાની સુનિતા વિલિયમ્સની માહીતિ જુઓ –

http://en.wikipedia.org/wiki/Sunita_Williams

Williams was born in Euclid, Ohio to Deepak Pandya and Bonnie Pandya, who reside in Falmouth, Massachusetts; Deepak Pandya is a well-known neuroanatomist. Williams’ roots on her father’s side go back to Gujarat in India and she has been to India to visit her father’s family. She is of Slovenian descent from her mother’s side; therefore, she would be Indian-Slovenian American.

In September 2007, Williams visited India. She went to the Sabarmati Ashram, the ashram set up by Mahatma Gandhi in 1915, and her ancestral villageJhulasan in Gujarat. She was awarded the Sardar Vallabhbhai Patel Vishwa Pratibha Award by the World Gujarati Society, the first person of Indian origin who is not an Indian citizen to be presented the award. On October 4, 2007, Williams spoke at the American Embassy School, and then met Indian President Pratibha Patil at Rashtrapati Bhavan.

હવે સવાલ એ છે કે ઝુલાસણવાસીઓ એક અમેરીકન માટે ગામમાં સરઘસ કાઢીને, સલામતિ માટે અંખંડ દિવો રાખી ઉત્સવ ઉજવે છે. એક નારી તરીકે સુનીતાજીની સિધ્ધિઓને સલામ, પણ આ ઝુલુસ અને દિવો ? માની લઈએ કે મહાન નારી તરીકેની શ્રધ્ધાની અભિવ્યક્તિ કરી પણ ભારતિય મૂળની ચર્ચા શા માટે ? કેટલા અમેરીકનો ભારતિય વૈજ્ઞનિકોની સિધ્ધિઓ માટે દેવળમાં પ્રાર્થના કરે છે ? કે વિદેશમાં વસતા અમેરીકન મુળના વૈજ્ઞાનિકો માટે દેવળમાં જાય છે ?  ‘વસુધૈવ કુટુંબકં’ ગણી સલામતિની પ્રાર્થનાને પણ સ્વીકારી  લઈએ  તો પણ થોડું આત્મનિરિક્ષણ માગતો સવાલ નથી ? Indian Origin કેટલી પેઢી સુધી ગણવું ? આદમ અને ઇવનું મુળ મળે તો બધા માનવીઓ એક જ મુળના ન કહેવાય ?

મને સવાલ ‘ઘર કી મુર્ગી દાલ સમાન’ જેવો લાગે છે. ભારતીય વૈજ્ઞાનિકોની સિધ્ધિ માટે કોઈ જગ્યાએ પ્રાર્થના થતી સાંભાળી નથી. આ તો ‘પરદેશી એટલું સારુ’ – (પીળૂ એટલું સોનુ) જેવી માનસિકતા લાગે છે. આમાં ગુલામીની બદબુ આવતી હોય તેમ લાગે છે. વર્ષોની ગુલામીએ પરદેશીઓને માથે ચડાવવાની આદત પાડી દીધી હોય તેવી પ્રતિતી છે. અંગ્રેજોએ શાળાઓનો અભ્યાસક્રમ એવો બનાવ્યો કે જે તૈયાર થાય તે તેમના વહીવટી તંત્રમાં ક્લાર્ક તરીકે કામ કરે, આપણે એ જ અભ્યાસક્રમ અપનાવ્યો અને આજે વાઈટ કોલર જોબના માણસો તૈયાર કરીએ છીએ. ભારતનું બુધ્ધિધન ભારત છોડી દે છે કારણ કે સંશોધન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને જે છે તે સરકારી છે, તેમાં કામ કરતી વ્યક્તિઓને નોકરીની સલામતી છે, પગાર સારા મળે છે અને અર્થહીન પેપરો પ્રકાશિત કરવામાં રસ છે. ભારતના અબજોપતિ ઉધ્યોગ સાહસિકોને સંશોધનોમાં રસ નથી. આમીરખાનની – ‘થ્રી ઇડિયટ’ની વાંગડુની શાળા સ્થાપવામાં કોઈ ને રસ નથી. એજ્યુકેશન એક બીઝનેશ છે. હવે પ્રાઈવેટ સ્કુલોનો એવો ટ્રૅન્ડ ચાલ્યો છે કે સ્કુલ હાઈફાઈ ટેકનોલોજી સાથેની હોય, પણ કામ કરનાર શિક્ષકો – બે-પાંચ હજારના પગાર ધોરણવાળા. (સામાન્ય ચોકીદારોના પગારો પણ પાંચ હજારથી વધારે હોય છે.). સારા એજ્યુકેશનની અપેક્ષા ક્યાંથી રાખી શકાય ?

બીજો વિચાર એવો પણ આવે છે કે આપણે ઉત્સવપ્રિય છીએ ? ઉત્સવ ઉજવવાનું બહાનું શોધીએ છીએ ? સુરતમાં તો એવું જ છે. થોડા વર્ષો પહેલાંની વાત છે – આકાશમાં ઉલ્કાપાતનો નજારો જોવાના સમાચાર હતા, સુરતીઓએ પહેલેથી જ અગાસીઓમાં ફ્લડ લાઈટો ગોઠવી ચા-નાસ્તા અને સ્ટિરીયો સિસ્ટ્મ અને મિત્રો સાથે હલ્લા-ગુલ્લા શરુ કરી દીધા (ફ્લડ લાઈટના પ્રકાશમાં ઉલ્કાપાતનો નજારો કેવો દેખાય તે તો તેઓ જાણે). નિયત સમય પ્રમાણે ઉલ્કાપાત નજરે ન પડ્યો તો સુરતવાસીઓએ રોકેટો છોડી ઉલ્કાપાતની મજા માણી લીધી.

જો ઉત્સવપ્રિય હોઈએ તો શા માટે ? ‘અભાવ’ માં જીવીએ છીએ તેથી ? કે લાગણીશીલ છીએ તેથી ?

અને છેલ્લે મીડીયાનો પ્રભાવ ? સરઘસ કાઢીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવું ?

આ સવાલો એટલે ઉઠે છે કે જો એના જવાબ મળે તો આપણે કઈ દિશામાં જવું તે નક્કી કરી શકાય. તમારા મનમાં શું છે ? ….

 

Advertisements

7 comments on “બેગાની શાદીમે હમ સબ દિવાને –

 1. Atul Jani (Agantuk) કહે છે:

  આપણી પ્રજા પૂજક પ્રજા છે. ક્યાંક જરાક વિશેષતા જોશે કે પૂજન કરવાનું શરુ કરી દેશે. જ્યાં સુધી પ્રજા પૂજક મટીને સ્વ-નિર્ભર અને સ્વાભીમાન ધરાવતી નહીં થાય ત્યાં સુધી આવા દૃશ્યોથી છાપાઓ અને મીડીયાઓ ઉભરાયા કરશે.

  Like

  • jitu48 કહે છે:

   પૂજક છે એટલે જ મહારાજો ફાવી ગયા છે. રામદેવજીએ સ્વાભીમન અભિયાન શરુ કર્યું ત્યારે આનંદ થયો હતો, પણ હવે દિશા બદલાઈ ગઈ.
   આભાર.

   Like

   • Atul Jani (Agantuk) કહે છે:

    સ્વાભીમાન અભીયાન કોઈ રામદેવજી કરે તો તે કદી સફળ ન થાય. પ્રત્યેક વ્યક્તિએ પોતે સ્વાભીમાન અભીયાન શરું કરવું પડે.

    જેને સ્વમાન હોય તે બીજાનો આદર કરી શકે અને બીજાની અંદર રહેલા ગુણોને જોઈ શકે. બાકી પૂજક પૂજ્ય ભાવ તો ભીખારાવેડા અને આત્મગ્લાની સીવાય બીજું શું છે?

    લોકોને સ્વનિર્ભર બનાવવા માટે અને આત્મશક્તિ જગાડવા માટે સ્વામી વિવેકાનંદે જેટલું કાર્ય કર્યું છે તેટલું અન્ય કોઈએ નથી કર્યું.

    Like

   • તમે માત્ર સ્વામી રામદેવ ના હાવ ભાવ , તેમની ટોટલ બોડી લેન્ગવેજ અને ચિત્ર વિચિત્ર જગ્યાએ કરતો બફાટ નું મનોવૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ કરશો , તો ખ્યાલ આવશે કે યોગી હોય એવી વ્યક્તિ આટલી અસ્થિર ન હોઈ શકે !

    તેમના માં કોઈ પણ જાતની સ્થિરતા , કે કોઈ પણ પ્રકારનો ઠહેરાવ નજરે પડતો નથી .

    Like

 2. jitu48 કહે છે:

  અતુલભાઈ/નિરવભાઈ
  સ્વામી વિવેકાનંદની વાત હવે સ્વપ્નવત થઈ ગઈ છે. રાજકોટ, રામકૃષ્ણ આશ્રમમાં દાખલ થતાં જ મનની તાજગીનો અનુભવ અનેરો છે. હવેના મહારાજો ફક્ત છબછબીયા જ કરે છે એવું લાગે. ક્યાંય ઉંડાણ દેખાતુ નથી. બાકી રહી રામદેવજીની વાત –
  મને એવું લાગ્યું છે કે મહદ અંશે દરેક મહારાજોની શરુઆત ખૂબ સારી હોય છે પણ પૈસા અને પબ્લીસીટી મળે પછી મૂળ વાત બાજુમાં રહે છે. રામદેવજીને યોગી ન કહી શકાય, પણ યોગના પ્રચારાર્થે શરુઆતમાં જે પ્રયત્નો કર્યા તેની નોંધ જરુર લેવી પડે. એલોપથી તરફથી આયુર્વેદ તરફ લોકોનું ધ્યાન દોરવું એ ઘણું છે. ધીરજપૂર્વક પ્રાણાયમનો અભ્યાસ ચોક્કસ ફાયદો કરે છે.
  બાકી ‘પુજક’ના મુળીયા પકડવાનો પ્રયત્ન હવે પછીની પોસ્ટમાં કરશું. આભાર !

  Like

  • Atul Jani (Agantuk) કહે છે:

   શ્રી જીતુભાઈ,
   શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પ્રવેશતી વેળા થતી તાજગી ખરેખર અલૌકિક આનંદ અર્પતી હોય છે.

   આટલા વર્ષો પછીએ શ્રી રામકૃષ્ણ મીશન કદીએ ઠાકુર, મા અને સ્વામી વિવેકાનંદના આદર્શોમાંથી ડગ્યું નથી. ધીરે પણ મક્કમતાથી તેમના દ્વારા થયેલા અને થઈ રહેલા કાર્યોની જગતે વખતો વખત સાનંદ નોંધ લીધેલી છે.

   શ્રી રંગનાથાનંદજી મહારાજે Human Values પર ખૂબ વજન મુકેલું. તેમના પ્રવચનો દેશ અને વિદેશમાં શ્રોતાઓને સારી રીતે આકર્ષી શકતાં.

   રામદેવજી મહારાજે આયુર્વેદ અને પ્રાણાયામનો સારો પ્રચાર કર્યો છે તે વાતની નોંધ લેવી જ પડે. તેમ છતાં તેમને યોગી ન કહી શકાય. તેઓ એક વ્યવસાઈક મહારાજ વધારે લાગે છે.

   પૂજક પૂજ્ય ભાવમાં જ્યાં પૂજ્ય પ્રત્યે માગણી છે અથવાતો પૂજ્ય કોઈ મહાન છે અને પૂજક નગણ્ય છે તેવો ભાવ મને અત્યંત હિણપતભર્યો અને આત્મગ્લાની કરનારો લાગ્યો છે.

   ઈશ્વર પ્રત્યે ભક્તોના સાચા પ્રેમને હું પૂજ્ય પૂજક ભાવ નથી કહેતો. ત્યાં ઈશ્વર કોઈ સમર્થ અને ભક્ત હિન તેવો ભાવ નથી હોતો પણ ઈશ્વર પ્રત્યેનો હ્રદયપૂર્વકનો પ્રેમ ભક્તને ઈશ્વરના સ્વાભાવિક ચિંતનમાં ડુબાડી દેતો હોય છે.

   આગામી પોસ્ટ દ્વારા ’પૂજક’ ના મૂળદર્શનની રાહમાં.

   Like

 3. jitu48 કહે છે:

  આપની રાહનો અંત – આજની પોસ્ટ – ‘લાગણી-એક અવરોધ’ માં

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s