ભુત, ભવિષ્ય કે વર્તમાન ?

ભુત, ભવિષ્ય કે વર્તમાન ?

આપણે ક્યા કાળમાં જીવીએ છીએ ?

ભુતકાળ ? વર્તમાન કે ભવિષ્ય ?

વિજ્ઞાનની નવા નવા સંશોધનો વિષે જાણીએ કે બુધ્ધિજીવી લેખકોના લેખ વાંચીએ, પણ આ પ્રશ્ન મને વારંવાર સતાવે છે કે –

આપણે ક્યા કાળમાં જીવીએ છીએ ?

હમણાં હમણાં સમાચાર આવ્યા કે વિજ્ઞાને ‘ગોડ પાર્ટીકલ’ શોધી કાઢ્યો – જે આપણને ભ્રહ્માંડની ઉત્પત્તિ અંગે જાણકારી આપશે. મેં ઘણા વખત પહેલા એક વેબસાઈટ પર વાંચ્યું હતું કે એક વૈજ્ઞાનિકે બાયોલોજીકલ સેલમાં એક એવા કણની નોંધ કરી કે જે દ્રવ્ય અને શક્તિ વચ્ચેની અવસ્થા ધરાવતો હોય. ‘ગોડ પાર્ટીકલ’ ની નોંધ સામે યજુર્વેદનો સંદર્ભ આપી કહેવાય કે વેદકાળમાં આવા જ કણનો ઉલ્લેખ ‘હિરણ્યગર્ભ’ તરીકે કરવામાં આવ્યો છે.

આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ વિષે જાણી લીધું, હવે ? શું નવું બ્રહ્માંડ બનાવશું ?

ગોડ પાર્ટીકલની શોધ પાછળ જે અબજો રુપિયાનું આંધણ થયું તે સામાન્યજનના પ્રશ્નોના હલ માટે વપરાયા હોય તો ?

પ્રોટોન કણોને ઝડપ આપવા કેટલાય કીલોમીટરની લાંબી ટનેલો બનાવવાને બદલે સામાન્યજનને ચાલવા માટે સારા રસ્તાઓ ન બનાવી શકાય ?

ટનેલોની ટ્યુબમાં ચુંબકત્વ ઉભું કરવા વપરાતી વીજળીથી છેવાડાના ગામને અજવાળવાનો પ્રયત્ન ન કરી શકાય ?

જે બની ગયું છે તેની કડાકુટ કરવા કરતાં આજના વર્તમાનને સુધારવા પ્રયત્ન ન કરી શકાય ?

અમરત્વ મેળવવા દવાઓ શોધવાને બદલે આજનો માણસ ભલે સો વર્ષ ન જીવે  પણ જીવનના સીતેર વર્ષ પણ સુખચેનથી જીવી શકે તેવું ન કરી શકાય ?

કેટલાક લેખકો લગ્નસંસ્થાનું સ્વરુપ હવે કેવું બનશે ? તેની ચર્ચા કરી રહ્યા છે.

પણ ભાઈ ! હાલમાં જીવતા બે માણસો સુખશાન્તિથી જીવી શકે એવા ઉપાયો શોધવાની ચર્ચા કરવામાં શું મુશ્કેલી છે ?

બસ ! પ્રશ્નો જ પ્રશ્નો ….

સારુ છે કે બહુજન સમાજ પોતાના રોજીંદા પ્રશ્નોમાંથી ઉંચો આવતો નથી તેથી આવા મુદ્દાઓને ‘જસ્ટ થ્રીલ’ તરીકે લઈ ભૂલી જાય છે.

આ લખાણ અપલોડ કરવામાં મને તકલીફ લાગતી હતી, મને જેમ આ પ્રશ્નો તકલીફ પહોંચાડે છે તેમ અન્યને પણ આવી તકલીફ થાય તો ? પણ મારા મનનો ઇર્ષ્યાભાવ લાગી ઉઠ્યો – હું એકલો શું કામ ? ભલેને બીજાને પણ મારી જેમ દુઃખ થાય, એવી આશા પણ છે કે આવા ઘણા બધાનો દુઃખનો જ્વાળામુખી કોઈક દિવસ ફાટી નીકળશે અને કંઈક નવું સર્જન થશે.

આ પ્રશ્નોમાંથી નીકળવાનો એક વિચાર પણ આવે છે. પ્રકૃતિને જરા જીણવટથી નિહાળો –

બધું જ ‘સાઈક્લીક’ છે

બધા જ તારા, ગ્રહો, ઉપગ્રહો ગોળ છે અને ચક્રાકાર ગતિ કરે છે – જ્યાંથી શરુ થાય ત્યાં પાછા ફરે છે.

જીવ-જંતુ, માણસો જન્મે છે, વિકાસ પામે છે, મરે છે, જન્મે છે …

રોજ દિવસ ઉગે છે, મધ્યાન્હ થાય છે, સાંજ પડે છે, રાત્રી થાય છે અને ફરી દિવસ ….

અરે ! સજીવોના સુક્ષ્મ કોષો પણ નિર્માણ પામે છે, વિકાસ પામે છે અને નાશ પામે છે.

બ્રહ્માંડ પણ સર્જાયું, વિકાસિત થઈ રહ્યું છે અને નાશ પણ પામશે.

લગ્નસંસ્થા પણ અસ્તિત્વમાં આવી, વિકસિત થઈ અને નાશ પણ પામશે.

હવે જો આ ચક્ર ફરતું જ રહેવાનું હોય તો આ ચક્રના ક્યા સ્થાનની ચિંતા આપણે કરવી જોઈએ ?

તમે જ્યાં છો તેની કે તમે ક્યાં હતા કે ક્યાં પહોંચવાના છો તેની ?

મારી પુત્રીએ હમણા સમાચાર આપ્યા – “આપણે ‘લંડન આઈ’ (દેશી ભાષામાં લંડનનુ એક ખૂબ મોટું ચકડોળ) ની ગતિની પળેપળનો આનંદ લીધો હતો તેવું ….. સાથે ન થયું, તેઓ તો  કેબીનમાં બેસીને કેમેરામાં પાડેલા ફોટા જોવામાં મશગુલ થઈ ગયા, ટોચ પર પહોંચ્યા ત્યારે યાદ પણ કરાવ્યું કે જુઓ શહેર કેટલું સુંદર દેખાય છે, પણ એક નજર નાખી ફરી ફોટા જોવામાં મશગુલ”

આપણે શા માટે વર્તમાનનો આનંદ ભૂલી ભૂતકાળ કે ભવિષ્યને વાગોળીએ છીએ ?

મારુ તારણ તો એટલું નીકળે છે કે –

વર્તમાનના સુખ-દુઃખને માણવા જોઈએ.

તમારું ?

Advertisements

One comment on “ભુત, ભવિષ્ય કે વર્તમાન ?

  1. Dipak Dholakia કહે છે:

    સાચું છે. આપણા હાથમાં માત્ર વર્તમાન છે. ભૂતકાળ પથ્થર બની ગયો છે, એમાં ફેરફાર ન કરી શકીએ. ભવિષ્ય હવા છે. એમાં બાચકા ન ભરાય. વર્તમાન પ્રવાહી છે. આજે જે આપણે કરશું તેમાં આપણા ભવિષ્યનો આકાર હશે. બીજા શબ્દોમાં, ભૂતકાળ નિશ્ચિતતા છે, ભવિષ્ય સંભાવનાઓ છે. વર્તમાન આમાંથી એક સંભાવનાને પકડી લે છે. આ સાથે બીજી બધી સંભાવનાઓનો અંત આવે છે. આમ જીવનનું નિર્ણાયક બળ વર્તમાન જ છે.

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s