‘સ્વ’ની ખણખોદ – ૫

‘સ્વ’ની ખણખોદ – ૫

‘સ્વ’ ને સમજવા માટે અત્યાર સુધીની ખણખોદ પૂરતી છે.

પણ…, પણ …., મારી ફરીયાદ પણ ખૂબ છે.

છેલ્લા કેટલાક સમયથી આપણે ‘સ્વ’ ની ખણખોદ કરીએ છીએ, પણ તમે એ દિશામાં શું કર્યું ? તમે તમારા વર્તનનો કોઈ અભ્યાસ કર્યો ? અન્ય સાથે વ્યવહાર કરતી વખતે તમને તમારા ઇગો સ્ટેટની ટ્યુબલાઈટ થઈ ? સો ટકા નથી થઈ.

કારણ ?

માનવીની મોટામાં મોટી નબળાઈ ‘અંદર ઝાંખવાની છે’. મને મારાથી એટલો પ્રેમ છે (અહીં ‘લગાવ’ સમજવું, કારણ કે ’પ્રેમ’ બહુત બડી ચીજ છે) કે હું તેમાં કોઈ ખામી જોઈ શકતો જ નથી. અને જ્યાં પ્રેમ આવે ત્યાં ફેન્ટસી આવે અને ફેન્ટસી આવે ત્યાં આપણા પગ જમીન પર ટકી શકે નહી, વાસ્તવિકતા દૂર સરી જાય. અને બીજુ કારણ –

“જે છે તે બરાબર છે” – મારા ઘરની નાણાકીય સ્થિતિ બરાબર છે, વિદ્યાર્થીઓ માટે અભ્યાસ બરાબર ચાલે છે, માતાઓ બરાબર છે …. જો હું અંદર ઝાંખું અને કંઈક ગરબડ લાગે તો ?

“ડર” ! ‘બરાબર નથી’ નો ડર એટલો મોટો છે કે તેના તરફ ધ્યાન દેવાની હિંમત જ થતી નથી. એંસીના દાયકામાં શ્રી સુરેશ સોમપુરાની ‘અભય’ નામની નવલકથા (પ્રસંગકથા) વાંચી હતી. આ પ્રસંગકથામાં તેમણે ડરની માનસિકતા તો વર્ણવી છે જ, પણ ડરની માનવીના મગજ પર કેટલી મજબૂત પકડ છે અને તે કેવા કેવા ભયંકર કાર્યો કરી શકે તેનું વૈજ્ઞાનિક આધાર સાથે વર્ણન પર કર્યું છે. (અહીં Dual Personality ની વાત નથી ). કથાને અંતે તેમનો સંદેશ ‘અભય’ બનવાનો છે, અને ‘કલ્પનાયોગ’ની સમજણ પણ આપી છે. પણ આ તો આડવાત થઈ, આપણે આપણા મનમાં ઝાંકવાની હિંમત કરતા નથી. જેમ ચાલે છે તેમ ચલવા દો ની વૃતિ છે. મને ઘણી વખત વિચાર આવે છે કે માનવી વધુ આવક મેળવવા નોકરી બદલવાની તપાસ કરે છે, નવા મકાનની તપાસ કરે છે, ગપસપ કરવા ફેઈસબુકમાં નવા મિત્રોની શોધ કરે છે, ટાઈમપાસ કરવા નવા નવા તુક્કા લગાવે છે (મારા જેવા, બ્લોગ લખે છે ! ) યાદશક્તિ કે વિચાર શક્તિ વધારવા કે કાર્યકુશળતા વધારવા સેમીનારો એટેન્ડ કરે છે (મેનેજમેન્ટ ગુરુઓનું પેટ ભરે છે), પણ જાતે પ્રયત્ન કેમ કરતા નથી ? મેનેજમેન્ટ ગુરુઓએ કહેલા સિધ્ધાંતો ને તમારા મનમા રહેલા વિચારો સાથે સરખાવી જુઓ ! એ બધુ તમે જાણતા જ હતા. અરે ! મારા બ્લોગ પરની પોસ્ટ્ના વિચારો નવા નથી, તમારા મનમાં રહેલા છે જ. ફક્ત મનને ‘સ્કેન’ કરવાની જરુર છે. જગતનું સર્વ જ્ઞાન આપણામાં રહેલું જ છે પણ મનમાં શોધવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. (અધ્યાત્મની ભાષામાં આપણે ‘Universal Self’ સાથે જોડાયેલા છીએ.) મારા તાલીમ કાર્યક્રમોમાં હું પ્રથમ દિવસે જ સમજાવતો કે ‘મારે કશું નવું શીખવવાનું છે નહીં, ફક્ત તમે જે જાણો છો તેને ‘લાઈન અપ’ કરી આપવાનું છે. તમારા મગજમાં –  બસમાં એકીસાથે ચડવા માગતા ટોળાની જેમ – વિચારો પડેલા છે, મારે તેને કસરત કરવા ગોઠવાયેલા વિધ્યાર્થીઓની જેમ લાઈનસર ગોઠવી આપવાના છે, જેથી તમને જે વિચારની જ્યારે જરુર પડે તે તુરંત નજરે પડે. કોલસો અને હીરો બન્ને કાર્બન તત્વના બનેલા છે, પણ કોલસામાં અણુઑ ટોળાની જેમ ગોઠવાયેલા છે જ્યારે હીરામાં આ જ અણુઑ લાઈનસર ગોઠવાયેલા છે. બન્ને વચ્ચેની કિંમત કે ગુણધર્મ નૉ ફરક સમજાવવાની જરુર ખરી ? ’

‘બધુ બરાબર છે’ પણ જો તમે મગજમાં ઝાંકીને કંઈક કરશો તો ‘બધુ વધુ સારુ બનશે’ એની ગેરન્ટી.

હું તો છેવટ બાકી ટાઈમપાસ કરવા પણ લખીશ,પણ તમે ‘સ્વ’ ના લગાવને દૂર કરી, ‘ડર’ને દૂર રાખી, ‘બધુ વધુ સારું કરવા’ પ્રયત્ન કરશો તો કોઈ જોખમ નથી. મનુષ્ય અને પ્રાણીના તફાવતમાં ‘મનુષ્ય’ સિધ્ધ થવા કશુંક તો કરવું રહ્યું !

અસ્તુ !

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s