‘સ્વ’ની ખણખોદ – ૪

‘સ્વ’ની ખણખોદ – ૪

ઇગો સ્ટેટસને થોડા વધુ સ્પષ્ટતાથી સમજવા જરુરી છે, કારણ કે સામેવાળી વ્યક્તિ સાથે સંવાદ સાધવો હોય તો તે ક્યા ઇગો સ્ટેટમાંથી આપણી સાથે વ્યવહાર કરે છે તે જાણવું જરુરી છે અને તો જ આપણે તેને યોગ્ય ઇગો સ્ટેટ પરથી પ્રત્યુત્તર આપી શકીએ અને વ્યવહાર આગળ વધારી શકીએ.

માબાપની વાણી-વર્તનમાં તમે બે પ્રકાર અનુભવ્યા હશે. એકમાં માતા બાળકને પ્રેમથી સમજાવે છે અને એજ માતા બાળકને સાચે સાચ ગુસ્સે થઈને પણ વાત કરે છે. આથી આવા બે પ્રકારના વ્યવહારના કારણે પેરન્ટ ઇગો સ્ટેટના બે પ્રકાર પાડવામાં આવ્યા – Nurturing Parent – જેમાં વ્યક્તિ શાંત, પ્રેમાળપણે વર્તે છે. Critical Parent – (Prejudiced Parent પણ કહે છે.) આ પ્રકારમાં વ્યવહાર પૂર્વગ્રહોથી પ્રેરીત હોય છે. સતત ટીકાત્મક વાણી-વર્તન આ ક્રીટીકલ પેરન્ટ દર્શાવે છે. પેરન્ટ ઇગો સ્ટેટનુ ઘડતર આપણા બાળપણના અનુભવો, માબાપ અને વડીલોની સુચનાઓ/શીખામણો, તેમના વાણી-વર્તન જોઈને થાય છે.

એવી જ રીતે આપણા ચાઇલ્ડ ઇગો સ્ટેટનું ઘડતર પણ આપણા ઉછેર દરમ્યાન થાય છે. સતત ટીકાત્મક વાતાવરણમાં ઉછરેલા બાળકો મોટા થઈને દુનીયાને પૂર્વગ્રહથી જ જોતા હોય છે. બંડખોર હોય છે (Rebellious). વધુ પડતા સાર-સંભાળ હેઠળ ઉછરેલા બાળકો ખૂબ આજ્ઞાંકિત, નરમ, બીજા પર આધાર રાખનારા હોય છે (Adapted). (થોડા સમય પહેલાં વર્તમાનપત્રમાં માબાપ માટે એક નવી વ્યાખ્યા વાંચવા મળેલી – હેલીકોપ્ટર પેરન્ટીંગ – એવા માબાપ કે જે હેલીકોપ્ટરની જેમ બાળાકની આસપાસ મંડરાતા રહે). જ્યારે પ્રમાણસર વાતાવરણમાં ઉછરેલા બાળકો રમતીયાળ, બુધ્ધીશાળી, સર્જનાત્મક વિચારસરણીવાળા બને છે (Free). આમ નાનપણમાં આપણે અનુભવેલા માબાપ અને વડીલોના ઇગો સ્ટેટસના આધારે તૈયાર થયેલ આપણો ચાઈલ્ડ ઇગો સ્ટેટ ત્રણ પ્રકારમાં વિભાજીત થાય છે – Free Child, Adapted Child અને Rebellious Child.

થોડા સમય પહેલાં મેં વાચેલાં Carol Solomon, Ph.D. ના પેપરનું એક સરસ ઉદાહરણ  –

Let’s take a very simple example of a child playing in the sand and look at how the different content develops in the different ego states:

Nurturing Parent: “ Go ahead, play and have fun !”

Critical Parent: ”  Now, don’t you DARE get yourself all messy !”

Adult: “ This sand looks really interesting. I can make a castle.”

Free Child: ”  WOW ! Look how tall my castle is!!!!! “

Adapted Child: “ I better not get my clothes all dirty.”

Rebellious Child: “ I don’t CARE if I do get dirty !” (While dumping a bucket of sand on her head)

 

તમે અથવા તો અન્ય કોઈ ક્યા ઇગો સ્ટેટ પરથી વાત કરે છે એ જો તમે જજ કરી શકો તો તમે તમારા વ્યવહારને કન્ટ્રોલ કરી શકો. તમારા અન્ય સાથેના વ્યવહાર વધારે સારા બનાવી શકો. જેના ઇગો સ્ટેટને ઓળખવો હોય તેના અવાજનો લય (ટોન), શબ્દો, હાવભાવ, માથું, આંખ, હાથની ચેષ્ટા (Gestures), શરીરની અવસ્થા (posture) વગેરેની નોંધ લેવી જોઈએ. આ બધાની તમારી જાણકારી છે જ પણ અત્યાર સુધી તમે તેની નોંધ લીધી નથી. આ બધી બાબતો Non Verbal Communication ના ભાગરુપે છે. માણાસ જન્મે ત્યારથી Non Verbal Communication થી પરિચિત છે.ભાષા જ્ઞાન તો પછી આવે છે. તમે થોડો પ્રયત્ન કરશો તો તમે પણ સારા જજ બની શકશો અને તમારા વ્યવહાર પણ સારા બનાવી શકશો.

હવે ફરી તા. ૯ પછી મળી શકાશે. હું પણ તમારા જેવું જ સામાજીક પ્રાણી છું, ભઈ ! સંબંધો તો સાચવવા પડે ને !

પણ તમે ઇગો સ્ટેટસ પર થોડું હોમવર્ક કરો અને ફીડબેક આપો એવી અપેક્ષા.

(નોંધ – મારા બ્લોગની ભાષા સાહિત્યિક નહી હોય, આથી શુધ્ધ ગુજરાતી નો આગ્રહ રાખતા વાંચક મિત્રોનો ક્ષમાપાર્થી છું)

Advertisements

One comment on “‘સ્વ’ની ખણખોદ – ૪

  1. Dipak Dholakia કહે છે:

    હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી સાથે મુલાકાત ન થાય! તમે મારા હાવભાવ. અવાજ, ચે્ષ્ટાઓ પરથી જ મારૂં Ego State પારખી જશો તો મારો નકાબ જ ઉતરી જશે!
    આ તો મઝાક છે, પણ લેખ વાંચવાની મઝા આવી. ફુરસદે ભાગ ૩ અને ૪ પર કૉમેન્ટ લખીશ.

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s