Identity

 ‘આઈડેન્ટીટી’

‘સાહેબ ! વાળ કેવા સેટ કરુ ? દેવાનંદ કે રાજેશખન્ના ?”

વર્ષો પહેલાં શ્રી ભૂપત પટેલ, વાળંદની દુકાનમાં ખુરશી પર ગોઠવાયા અને વાળંદે સવાલ કર્યો.

“ભૂપત પટેલ જેવા”

“ ? “

યસ ! સવાલ ‘આઈડેન્ટીટી’ નો છે. “હું” એ “હું’ જ છું. મારે બીજા જેવા શા માટે દેખાવું જોઈએ.

હમણા ટીવી પર ચેનલો ફેરવતાં ફેરવતાં એક ચેનલ પર રોકાઈ ગયો. વાત કંઈક આમ હતી –

એક છૂટાછેડા લીધેલા અને એક નાના બાળકવાળી સ્ત્રી, જેની પત્ની ગુજરી ગઈ છે અને બે બાળકો છે એવા પુરુષ સાથે પરણે છે. બન્નેનો ઇરાદો બાળકોને મા-બાપ મળે તેવો છે. પુરુષના બાળકો નવી માને સ્વીકારી શકતા નથી. આથી પેલી સ્ત્રી તેમની મૃત પામેલી માની ઓળખ સ્વીકારી બાળકોને પોતાની ‘મા’ તરીકેની સ્વીકૃતિ કરાવવા માંગે છે. સ્ત્રીની મા આનો વિરોધ કરે છે. તેનું સ્પષ્ટપણે માનવું છે કે સ્ત્રીએ પોતાની ઓળખ જાળવી રાખવી જોઈએ.

હું પણ એવું માનું છું કે દરેક વ્યક્તિએ પોતાની ‘ઓળખ’ જાળવી રાખવી જોઈએ. “Identity” ની વીકીપેડીયાની વ્યાખ્યા જોઈએ તો –

“Identity” may be defined as the distinctive characteristic belonging to any given individual, or shared by all members of a particular social category or group.

હવે જો દરેકને પોતાના અલગ અલગ ગુણધર્મ હોય તો પોતાના મુળભૂત ગુણ ભુલી જઈને અન્યના ગુણ શા માટે સ્વીકારવા ? નકલ શા માટે કરવી ? અનુકરણ શા માટે કરવું ? એક મુદ્દો એકદમ સ્પષ્ટ છે કે પ્રત્યેક વ્યક્તિનુ વાતાવરણ અલગ છે, ઉછેર અલગ છે, સંસ્કાર અલગ છે, શારિરીક ક્ષમતા અલગ છે, તો એકનો ગુણ બીજાને કેમ અનુકુળ આવે ?

અગાઉ આપણે ‘I am OK’ ની પોસ્ટમાં જોયું જ છે કે – I am OK – You are OK. હું મારા જ્ઞાન, વિચારો, શક્તિ, આવડત પ્રમાણે બરાબર છું, તમે તમારા જ્ઞાન, વિચારો, શક્તિ, આવડત પ્રમાણે બરાબર છો. હવે જો એમજ હોય તો મારે મારી આઈડેન્ટીટી ભૂલી જઈને તમારી ઓળખ શા માટે ધારણ કરવી. કોઈકની દલીલ આવશે કે પ્રગતિ કરવી હોય તો  ઓળખ બદલવી જોઈએ. હું ઓળખ બદલવાની ના નથી પાડતો પણ તેને પોતાને અનુકુળ થાય તે રીતે બદલવા કહું છું અને આમ પણ પર્સનાલીટીથી ‘એન્ટ્રી’ મળે, સફળતા ના મળે. ભૂપતભાઈ ધારે તો ‘હિરો’ બની શકે પણ ‘રાજેશખન્ના’ ન બની શકે. તો પછી તેણે પોતાની ભૂપત પટેલની ઓળખ શામાટે ગુમાવવી જોઈએ. પણ પોતાની જ ઓળખ જાળવી ‘હીરો ભૂપત પટેલ’ શા માટે ન બનવું.

મતલબ કે આપણે આપણી ઓળખ જાળવીને પ્રગતિ કરી શકાય. ઓળખમાં યોગ્ય ફેરફાર કરી શકાય, રોલ મોડેલ નક્કી કરી એ દિશામાં જઈ શકાય, અનુકરણ ન કરાય. ઓળખ બદલો, પણ એ બદલાવ પોતાનો હોવો જોઈએ, બીજાની નકલ નહીં.

મહાન માણસોએ ઘણા આદર્શો સ્થાપિત કરેલા છે, છતાં એવુ કહેવાય છે કે ‘મોટા માણસો કહે તેમ કરવું, કરે તેમ નહીં’. આ વાક્ય જ સ્પષ્ટ કરે છે કે મોટા માણસ અને મારું વાતાવરણ, સંસ્કાર વગેરે અલગ છે. એટલે એ જેમ કરે તેમ હું કરવા જાઉં તો પરીણામ ધારેલું ન આવે અને જ્યારે તે કંઈ કહે ત્યારે મારા મગજનું કોમ્પ્યુટર એનું વિશ્લેષણ કરી મને અનુકુળ અથવા એમાં આંશિક ફેરફાર કરી ત્યાર બાદ તેને સ્વીકારે છે. તમે કોઈ વડીલને મળો અને કહે ‘બેસો’ ત્યારે તમે તુરત બેસી પડતા નથી, પણ આસપાસ જોઈ, મનમાં કેટલીક ગણત્રી કરી, પછી યોગ્ય જગ્યાએ બેસો છો. આમ જ્યારે વડીલ કોઈ આદર્શની વાત કરે ત્યારે મારુ મગજ ગણત્રીઓ કરી અને એ આદર્શને મને અનુકુળ બનાવીને સ્વીકારે છે. જે અક્ષરસહ પાલન કરે છે તે ઢોંગી બાબાના ચેલા જેવું વર્તન કરે છે, તેમ કહી શકાય.

ટુંકમાં મારે મારું ‘હું’ જાળવી રાખવું જોઈએ. ( અહમ નહીં )

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s