‘I am OK’

 ‘I am OK’

ગઈકાલની પોસ્ટમાં ‘સમજણપૂર્વક વિરોધ’ ની વાત કરી. (‘લેટ ગો’ – તા. ૧૭ જુન) પણ પછી થયું કે આ તો ગોળ ગોળ ફેરવવાની વાત થઈ, કોઈ સ્પષ્ટતા ન થઈ. કારણ કે સમજણ એટલે ‘બાંધછોડ’ આવે જ અને આ બાંધછોડનો સવાલ હોય તો પાછી  ‘લેટ ગો’ વાળી વાત આવે જ. હવે ‘બાંધછોડ’ કરવા માટે સમજણ કેળવી લઈએ તો કદાચ મનનું સમાધાન થાય.

ટ્રાજેક્શન એનાલીસીસમાં (TA – Transactional Analysis)  ‘લાઈફ પોઝીસન’ ની વાત કરે છે. એની સમજણ ઉપયોગી થાય તેમ છે. TA માં ચાર લાઈફ પોઝીસનનો ઉલ્લેખ છે.

I am not OK – You are OK

I am OK – You are not OK

I am not OK – You are not OK

I am OK – You are OK

આ બાબતને ઉદાહરણથી સમજીએ.

બાળક શારિરીક રીતે ઘણી બાબતો માટે સક્ષમ નથી. દુધ પીવું છે, જાતે પી શકતું નથી (I am not OK), મમ્મી પર આધાર રાખવો પડે છે, મમ્મી પીવડાવી શકે છે, માટે મમ્મી સક્ષમ છે (You are OK). હોમવર્ક કરવાનું છે પણ દાખલાઓ આવડતા નથી, પપ્પાની મદદ લેવી પડે છે. લગભગ બધી જ બાબતોમાં અન્ય પર આધાર રાખવો પડે છે. ઓફીસમાં પણ જુનીયર્સને સીનીયર્સ પર આધાર રાખવો પડે છે. જ્યારે આપણે અન્ય પર આધાર રાખવો પડે ત્યારે મનમાં એક લાગણી ઉભી થાય – I am not OK – You are OK. મનમાં ‘લઘુતાગ્રંથી’ (Inferiority complex) બંધાય.

આ જ બાળક મોટું થાય, પોતાના કાર્યો જાતે કરી શકે, ત્યારે તેનો પોતાનો આત્મવિશ્વાસ પણ વધે અને મનમાં એક નવી જ લાગણી ઉત્પન્ન થાય ….. I am OK – You are not OK. તમે બાળકોને પોતાના ટીચર વિશે બોલતા સાંભળ્યા જ હશે – ‘મારા ટીચરને કંઈ જ આવડતું નથી’. ઓફીસમાં જુનીયર્સ પણ પોતાના સીનીયર્સ માટે આવા મંતવ્યો રજુ કરતા હોય છે. વ્યક્તિનો આત્મવિશ્વાસ વધતાં, ધીમે ધીમે ‘અભિમાન’માં બદલાય અને સામેવાળી વ્યક્તિને પોતાના કરતાં ઉતરતી કક્ષામાં મુકે અને જીવનમાં પ્રશ્નો ઉભા કરે છે. સંબંધોમાં તીરાડ પાડે, આ ગ્રંથી સાથે જીવનમાં એકલતા ઉભી કરે. મનમાં ‘ગુરુતા ગ્રંથી’  (Superiority complex) બંધાય.

ગુરુતા ગ્રંથીથી પીડાતો માણસ જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે તેને થાય કે મારાથી આ પ્રશ્ન સોલ્વ થતો નથી એટલે મારામાં કંઈક ખામી લાગે છે (I am not OK), આમ હવે પોતાના પ્રશ્નનો ઉપાય મળતો નથી અને  બીજા બધા તો not OK છે, આથી મનમાં સ્ટ્રેસ અનુભવે છે, નિરાશા (ડીપ્રેસન) આવે છે, જીવનમાં મજા આવતી નથી. ધીમે ધીમે તે હતાશામાં બદલાય અને જગત જીવવા જેવું લાગતું નથી. સંબંધો તૂટી જાય છે.

હવે જો તમારે લઘુતાગ્રંથી, ગુરુતાગ્રંથી કે નિરાશાથી બચવું હોય તો એક જ ઉપાય છે – I am OK – You are OK. હું મારા જ્ઞાન, વિચારો, શક્તિ, આવડત પ્રમાણે બરાબર છું, તમે તમારા જ્ઞાન, વિચારો, શક્તિ, આવડત પ્રમાણે બરાબર છો. બન્નેને પોતપોતાના અભિપ્રાયો મુબારક, પણ હવે આપણી વચ્ચે જે મુદ્દો ઉપસ્થિત થયો છે તેનો ઉકેલ સાથે મળીને કરીએ.

હવે જો તમે આ પ્રમાણે વિચારશો તો સામેવાળાના વિચારોને આવકારવા કે સમજવા તમારા મનને તૈયાર કરી શક્શો. તમારા મનના રેડીયોની ફ્રીકવન્સી સામેવાળાની ફ્રિક્વન્સી સાથે ટ્યુન કરી શકશો અને બન્ને વચ્ચેના વિરોધનો ઉકેલ આવી શકશે. આ આખી વાત ‘સમજાણપૂર્વકના વિરોધ’ની થઈ. આ રીતે, તમે બાંધછોડ તો કરવાના, પણ એ બાંધછોડ તમે સામેવાળાને સમજીને કરેલ છે, મનમાં કોઈ કડવાશ નથી. સંબંધો સુદ્દ્ઢ છે.

દરેક માણસ સતત આ ચાર પરિસ્થિતિમાં જીવે છે અને પોતાની આસપાસના વાતાવરણ પ્રમાણે પોઝીસન બદલાવતો રહે છે. સવારથી સાંજ સુધીમાં તો ઘણીવાર આ ચારે પોઝીસનમાંથી પસાર થાય છે. એવું પણ બની શકે કે વ્યક્તિ જીવનનો મહત્તમ સમય કોઈ એક પોઝીસનમાં વધારે સમય પસાર કરે, કોઈ લઘુતાગ્રંથીમાં જીવે તો કોઈ ગુરુતાગ્રંથી, તો કોઈ નિરાશામાં જીવે. પણ સૌથી ઉત્તમ તો ……..

I am OK – You are OK

તમે પણ થોડું સ્વનિરીક્ષણ કરી જુઓ, તમે ક્યાં છો ?

હવે ‘સમજણપૂર્વક વિરોધ’ નો વાંધો નથી ને !

Advertisements

5 comments on “‘I am OK’

 1. Dipak Dholakia કહે છે:

  આપણે અપૂર્ણ છીએ. આ સત્ય છે એનો સ્વીકાર કરી લઈએ તો ઘના વિખવાદનો અંત આવે છે, પણ આપણા ચિંતન્માં પૂર્નતા પર જોર અપાયું છે. પૂર્ણની સામે અપૂર્ણ કેમ ટકી શકે? આથી આપણે હંમેશાં પોતાને પૂર્ણ માનીએ છીએ, પરિણામે સામી વ્યક્તિનો સ્વીકાર કરી શક્તા નથી.હું માનું ક કે હું અપૂર્ણ છું, તો જ બીજાનો સ્વીકાર કરી શકું..

  Like

  • jitu48 કહે છે:

   સાચી વાત, પણ હું અપૂર્ણ છું એવું સ્વીકારવાની વાત લઘુતાગ્રંથી છે, હું બરાબર છું – સામેવાળી વ્યક્તિ પણ બરાબર છે – એમ સ્વીકારવાથી બન્ને બાજુ બરાબરી થશે, અને બન્ને વચ્ચેનો વ્યવહાર વધારે સરળ થશે. આભાર…

   Like

   • Dipak Dholakia કહે છે:

    હું અપૂર્ણ છું એ સત્ય છે. આ સત્યનો સ્વીકાર ન કરવાથી તકલીફો પેદા થાય છે. પૂર્ણતા કલ્પના છે, અપૂર્ણતા યથાર્થ. હું પણ અપૂર્ણ છું અને સામી વ્યક્તિ પણ અપૂર્ણ છે. એટલે હું મૂલ્યાંકન કરૂં તે જ સાચું ન પણ હોય. મારે સામી વ્યક્તિને પણ સાંભળવી જોઈએ.આમ માનીએ તો જ વ્યવહાર સરળ થાય.

    Like

 2. Prof. HITESH JOSHI કહે છે:

  Dear Sir,
  Really 4th conclusion is quite OK…!!! to continue the relation between two different individuals.
  You have explained enough to come down to 4th conclusion….!

  Like

 3. સુરેશ કહે છે:

  મારું બહુ જ પ્રિય પુસ્તક. એની જાણ 1993 – XLRI માં એક વીકના મેનેજમેન્ટ કોર્સ વખતે થયેલી. પછી અમદાવાદ આવી, ખરીદી એ પુસ્તક ઝડપભેર વાંચી નાંખેલું. અને દરેક વાત સાવ લોજિકલ – શીરાની જેમ ગળે ઉતરી જાય એવી.
  પણ…
  એ સિદ્ધાંતો આત્મસાત થવાની શરૂઆત છેક ૨૦૧૦ થી થઈ… અને હજુ એ પુરા આત્મસાત થતાં કેટલાં વર્ષો નીકળી જશે – એ ખબર નથી!!

  આ જ્ઞાન માત્ર બુદ્ધિથી નથી આવતું – એટલી ખબર પડી છે. એને માટે સાધના જોઈએ; તપ જોઈએ. અને એ તપના દરેક પગલાનો અભ્યાસ કરતી વખતે ‘ શૂન્ય’ બનવાની તૈયારી જોઈએ.
  ‘હું’ કાંઈ નથી
  મારું કશું નથી
  મારે કશું જોઈતું નથી.

  અહીં જે ‘હું’ ની વાત છે – તે આપણું મહોરૂં નહીં – આપણું પાયાનું હોવાપણું. જેમ જેમ એ અભ્યાસથી એ ભાવ સહજ આવતો થાય તેમ તેમ
  I am OK – You are OK
  ભાવ વધારે ને વધારે વખત રહેતો થાય; અને કટોકટીની ઘટનાઓ વખતે સ્વભાવ વશ વિસરાઈ જાય; તો પણ દિવસના અંતે, જૈન રીત મૂજબના સામાયિક કાળ વખતે ; એ બધી શીથિલતાઓનો સ્વીકાર; નીજ દોષ પરિક્ષણ ; પ્રતિક્રમણ; અને ફરીથી આમ ન થાય તે માટે શક્તિ માંગવાની પરમ તત્વ પાસે યાચના.

  આ સ્વાનુભવે નીવડેલો રસ્તો છે.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s