‘લેટ ગો’

‘લેટ ગો’

‘હશે ! જવા દો !’

‘અરે એમાં શું ? આવું તો ચાલ્યા કરે’

‘થોડું લેટ ગો કરતાં શીખો’

‘એક ગાલે થપ્પડ મારે તો બીજો ગાલ ધરવો’, ‘ઇશ્વર તેને માફ કરજે, તેઓ શું કરે છે તેની તેમને જાણ નથી.’

આ બધું ક્યાં સુધી ? એની કોઈ લીમીટ હોય ખરી ? મા, દીકરી, વહુ – આ બધાએ સેક્રીફાઈસ કરવાનું …. કાંઈ કારણ ?

કુંટુંબમાં નાનુ હોય તેણે વડીલોની ફેવરમાં જતું કરવાનું. નવી પેઢીએ જુનીપેઢીનું સાંભળવાનું.

બસ હવે બહુ થયું, કોઈ લીમીટ બાંધો. મારે જતું કરવાનું .. મંજુર.

પણ ક્યાં સુધી ?

જતું કરવાની સલાહ બધા આપે છે,

પણ કોઈ ચોખવટ કરતું નથી કે કેટલું જતું કરવું ?

ભારતની લોકશાહીમાં બદલાવ માટે બધા જ બુધ્ધીજીવીઓ સલાહ આપે છે કે યોગ્ય ઉમેદવારને મત આપવો….

મંજુર ! પણ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો ભ્રષ્ટ અને ગુંડા જેવા હોય તો ? (સારો અને સ્વચ્છ વ્યક્તિ ચૂંટણીમાં ઉભા અહી શકે તેમ છે ?). સલાહ મળશે કે ઓછા ભ્રષ્ટને મત આપવો (જેથી પાર્લામેન્ટમાં જઈ, તાલીમ લઈ વધૂ સારો ભ્રષ્ટાચારી બની શકે !)

સલાહ આપનાર બુધ્ધિજીવીઓ/કોલમરાઈટરો માટે પ્રશ્ન – કોને મત આપવો ?

હવે, તમને લાગે છે ને કે ફક્ત સલાહ લેવાથી કે દેવાથી કશું શક્ય નથી.

આપણે જાતે જ કંઈક કરવું પડશે. કોઈક લીમીટ આપણે જ બાંધવી પડશે.

આપણે થોડા સમય પહેલાં ‘સ્વ’ની વાત કરી હતી. હું માનું છું કે આપણે જગતમાં જીવવા આવ્યા છીએ, સેક્રીફાઈસ કરી સંત મહાત્મા બનવા નથી આવ્યા. કારણ કે મહાવીર-બુધ્ધ-ગાંધી એ અપવાદો છે. ધારી લો કે દુનીયાનો પ્રત્યેક માણસ ગાંધી બની જાય તો આ દુનિયા ચાલે ખરી ? કારણ કે જીવનમાં ભાગંમભાગ, સમય, પૈસાની  મારામારી, સંબંધોની ભરમાર છે, તો જીવન છે. મહાવીર-બુધ્ધ-ગાંધી અપવાદો છે. આપણે ‘કોમન મેન’ છીએ અને જીવન ‘કોમન મેન’ માટે જ છે. સાચા સંત-મહાત્માઓ (આજના નહીં !) આપણા માટે ‘આદર્શ’ છે. તેમની થોડીક નકલ આપણા માટે, ધોમ તડકામાં, જિંદગીના માર્ગમાં આવતા લીલાછમ વૃક્ષોના છાયડાં સમાન છે.

ટુંકમાં મારે મારા ‘સ્વ’ માટે લીમીટ નક્કી કરી લેવી જોઈએ. મારી માતૃભાષામાં (કાઠીયાવાડી) આપણે આપણી ‘હેસીયત’ જાણી લેવી જોઈએ.

આ લીમીટ બાંધવા માટે ના માપદંડ ક્યા ક્યા ?

મારા મતે બે બાબત મુખ્ય છે – બૌધ્ધિક ક્ષમતા અને શારિરીક ક્ષમતા.

શારિરીક ક્ષમતા માટે તો કંઈ વિચારવાનું ન હોય કારણ કે સામે મસલમેન ઉભો હોય તો મુઠ્ઠીઓ વાળી ભાગવાનું જ હોય.

પણ બૌધ્દિક ક્ષમતાને જરાક ઓળખવી પડે. IQ વિષે તો સાંભળ્યું હોય જ. પણ આપણે તેના આધારને ઓળખવાનો પ્રયત્ન કરીએ.

બુધ્ધિને ઘણી રીતે વ્યાખ્યાયીત કરવામાં આવે છે અને જુદા જુદા કાર્યો સાથે સાંકળીને તેના પ્રકાર પણ પાડવામાં આવે છે. પણ આપણા માટે તો સામાન્ય સમજ કેળવી લઈએ તો પણ ચાલે.

સૌ પ્રથમ તો તમારું જ્ઞાન કેટલું છે ચકાશો, કેટલી માહિતી તમારી પાસે છે, માહિતી મેળવવાની તમારી તૈયારી કેટલી છે, મેળવેલ માહિતીને પ્રોસેસ કરી જ્ઞાનમાં ફેરવવાની તમારી કેટલી ક્ષમતા છે, કારણ કે જ્ઞાનનો ઉપયોગ કરીને તમે સર્જનાત્મક રીતે પ્રશ્નોને હલ કરી શકશો. જ્ઞાનના ઉપયોગથી સર્જનાત્મક રીતે પ્રશ્નનું નિરાકરણ એ બુધ્ધિશક્તિના માપદંડોમાંનો એક માપદંડ છે.

બીજો મુદ્દો, તમારા જ્ઞાનને અન્ય સુધી પહોચાડવાની (Communicate) તમારી કેટલી ક્ષમતા છે તે નક્કી કરો.

તમારી વાંચવા/લખવાની ક્ષમતા પણ તમારા બુધ્ધિઆંકને નક્કી કરે છે.

યાદશક્તિ – ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની – પણ બુધ્ધિક્ષમતાનો એક ભાગ છે.

તમે જે જુઓ છો, સાંભળો છો તેને પ્રોસેસ કરવાની (તેને સમજવાની) ક્ષમતા કેટલી છે તે પણ ધ્યાનમાં લેવું જરુરી છે.

ખાલી પ્રોસેસ કરવાની આવડત જ નહી પણ પ્રોસેસ કરવાની સ્પીડ પણ મહત્વની છે. જેમ કે ક્રિકેટરે દડાને આવતો જોયો અને તેના બેટને દડાનો સ્પર્શ થયો તે સમય દરમ્યાન, તેણે કઈ દિશામાં દડો આવશે, કેટલી સ્પીડમાં હશે, આ બાબતોને પ્રોસેસ કરી, તેને ફટકારવાનો પ્લાન કર્યો (કઈ દિશામાં, કેટલા જોરથી) અને ફટકો માર્યો. ઘણી ચેનલો આ રીસ્પોન્સ ટાઈમ દર્શાવતી હોય છે.

અહીં એક  બીજો  મુદ્દો  પણ  ઉપસ્થિત  થાય, ક્રિકેટરે દડાને ફટકારવાનો નિર્ણય લેવાનો છે એટલે નિર્ણય લેવાની સ્પીડ પણ મહત્વની છે.

આમ તમે તમારી બુધ્ધિશક્તિનો અંદાજ બાંધી લીધો, હવે આ જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સામેવાળાની બુધ્ધિશક્તિનો અંદાજ પણ બાંધો અને જો તમને લાગે કે એની સરખામણીમાં તમે શક્તિશાળી છો તો પછી મેદાન છોડવાનો પ્રશ્ન જ નથી. યુવામિત્રો આ વાંચીને ખુશ થશે. જુની પેઢીને પછાડવા કમર કસી લેશે. પણ મિત્રો ! ઉપરની વાત તો વિજ્ઞાન આધારિત છે. તેમાં શ્રધ્ધા, વિવેક અનુભવ વગેરેને સ્થાન સામાન્ય રીતે અપાતું નથી. પશ્ચિમમાં વિજ્ઞાનનું મહત્વ વધૂ છે, પ્રમાણભાન રાખ્યા વિના, શ્રધ્ધાને પૂર્વની ‘અંધશ્રધ્ધા’માં ખપાવે છે. મહાન વૈજ્ઞાનિકોમાંન એક,  પ્રિય બીલાડી અને તેનું બચ્ચું લેબોરેટરીમાં પ્રવેશી શકે એટલા માટે લબોરેટરીના દરવાજામાં મોટું અને નાનું એમ બે હોલ પડાવે છે. મારે ફક્ત એટલું જ કહેવું છે કે વિજ્ઞાન સિવાયના મુદ્દાઓને પણ બુધ્ધિશક્તિ ઉપરાંત ધ્યાનમાં લેવા જરુરી છે. જે શિક્ષક વિદ્યાર્થીને દિલોજાનથી ભણાવતો હોય, તે કદાચ ભૂલમાં પણ શિક્ષા કરે તો સહન કરી લેવી જોઈએ. મા-બાપ સાથે મતભેદ હોય શકે પણ તેમની સામે સમજાવટભર્યો વિરોધ નોંધાવવો વધારે સારો.

તો મિત્રો ! ઊઠો, જાગો અને તમારી ક્ષમતા અનુસાર વિવેક બુધ્ધિથી જીવન જીવવા તૈયાર થઈ જાઓ.

અસ્તુ !

 

(છેલ્લા કેટલાક દિવસથી કેટલાક બ્લોગ પરના લખાણોએ મન વિચલિત કરી દીધું હતું, પછી, મે પણ મારા ‘સ્વ’નું માપ કાઢી નવી પોસ્ટ લખવાની તૈયારી કરી તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો.)

 

Advertisements

5 comments on “‘લેટ ગો’

 1. Dipak Dholakia કહે છે:

  બહુ સારો લેખ છે. આપને બધા સામાન્ય માણસ છીએ પણ જરા પ્રોસેસિંગ સુધારી શકીએ એટલી ક્ષમતા તો છે જ..્મહાપુરુષોએ પણ વિચારોનું પ્રોસેસિંગ સુધાર્યું.એટલે મહાપુરુષ બન્યા.

  Like

 2. Prof. HITESH JOSHI કહે છે:

  Dear Sir,
  Now it is high time to write in NEWS PAPERS regularly to explore your critic view to YOUTH PEOPLE.
  I am really waiting for such TRUE CLIPS…!!!
  Thanks for live guidance.
  Prof. HITESH JOSHI
  OPJIT – Raigarh (CG)

  Like

 3. dhruv1986 કહે છે:

  ખૂબ સારો લેખ છે.હુ એકવાર ઓશો રજનીશનુ પ્રવચન સાંભળતો હતો તેમાં પણ એવુ હતુ કે કોઈ કોઈની સલાહ લેતુ નથી.

  Like

 4. સુરેશ કહે છે:

  લગભગ આવા જ વિચાર પરના મારા લેખ પરની કોમેન્ટ વાંચી, એનો જવાબ અહીં આપું ….

  ‘લેટ ગો’ કહેવું સહેલું છે – આચરવું એટલું સહેલું નથી. એ માટેનો રસ્તો ‘જાત સાથે સગપણ’ – એમ જીવવાનો પાયો જ સાક્ષીભાવ છે. આમ વાત તો બેય એક જ છે. અભિવ્યક્તિ અલગ.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s