સમાજના બે ‘કોમન’ ભાગ

સમાજના બે ‘કોમન’ ભાગ –

માનવ સમાજ જુદી જુદી ઘણી રીતે વહેંચાયેલો છે. જાતિ આધારિત, ધર્મ આધારિત, સંપ્રદાય આધારિત વગેરે, પણ પ્રત્યેક વિભાગમાં પણ પાછા બે ભાગ પડે છે, તે થોડા સુક્ષ્મ છે આથી તુરત નજરે પડતા નથી. પ્રત્યેક સમાજમાં મોટા ભાગના લોકો ‘સામાન્ય’ હોય છે, જ્યારે તેનો નાનો ભાગ ‘બુધ્ધિજીવી’ માનવોનો છે. એટલે આપણે નનપણમાં ગણિતમાં ભણતા હતા – ગુરુત્તમ સાધારણ અવયવ અને લઘુત્તમ સાધારણ અવયવ – તેમ માનવ સમાજને બે ‘કોમન’ ભાગમાં વહેંચી શકાય – સામાન્ય માણસો અને બુધ્ધિજીવી માણસો. બુધ્ધિજીવી માણસોને શોધવા મુશ્કેલ નથી. જરા ઝીણી નજરે જોશો તો તેમની વાણી, વર્તન વિશિષ્ટ હોય તેમ વર્તાય જશે. જાણે સમગ્ર જગત તેમનામાં સમાયું હોય તેવા ભારેખમ મુખારવિંદ સાથે તમારી સાથે વાત કરશે, તેમની નજર, તમને એક ક્ષુલ્લક પ્રાણી હોવાનો અહેસાસ કરાવશે. ચાલશે ત્યારે સમગ્ર જગતનો ભાર તેમના પર હોય તેવી ગજરાજની ચાલે ચાલશે. (જો કે તેમાં તેમનો વાંક નથી, કારણ કે તેમનામાં પણ સામાન્ય માણસ રહેલો છે, તેને બહાર આવવું છે, પણ ‘બુધ્ધિજીવી’ છાપ ભૂંસાય જાય એ બીકે તેને દબાવી રાખવા તેમને મહેનત કરવી પડે છે.) સલાહ-સૂચનોનો ખજાનો તો તેમની પાસે જ છે. મોટામાં મોટો ફરક વિચારવાની ‘સ્ટાઈલ’ નો છે. સામાન્ય માણસ ‘જે છે તે’ રીતે વિચારે છે, જ્યારે બુધ્ધિજીવી ‘જે છે તે નહી, પણ બીજું જ કંઈક છે’ તેવો અહેસાસ કરાવે છે. સામાન્ય માણસને ‘ફેન્ટસી’ માં લઈ જાય છે. રોજબરોજની ઝંઝટથી કંટાળેલ સામાન્ય માણસ ફેન્ટસીમાં જવાથી થોડો સમય તાણમુક્ત બને અને બુધ્ધિજીવી તરફ અહોભાવની દ્રષ્ટિએ જુએ છે.

હવે એક બુધ્ધિજીવી કોલમીસ્ટના એક લખાણના અંશો વાંચો –  લેખનું ટાઈટલ ‘કવિતાનો પેશન હોવો જોઈએ’, બેત્રણ લીટીના લખાણ પછી આવે ‘જુનાગઢમાં કવિતાના પેશન કરતાં આજે શેરના સટ્ટાનો નશો વધુ દેખાય છે. કોણ જાણે જુનાગઢના ડૉક્ટરોની કમાણી બેહિસાબ હોવી જોઈએ….(ડૉક્ટરોના નામ પણ લખીને જણાવે) .. શેર બજારના રસીયા હતા. સ્વ. ….. પ્રોફેસર પણ શેર બજારના રસિયા હતા…. નરસિંહ મહેતા આજે જીવતા હોત તો શેરબજારનો મેનીયા જોઈને તે પણ કદાચ કરતાલ અને તંબુરો મુકીને ‘દિવ્યભાસ્કર’નું સોમવારનું બિઝનેસ પાનું વાંચતા હોત’ આખા લેખમાં કવિતાના પેશનની બદલે તમને શેરબજારની શેર કરાવે, નરસિંહ મહેતાના નામ સાથે આપણા જેવા સામાન્ય માણસને ‘પ્રભાતિયા’ યાદ આવે, ‘હું નટવર નાનડો’ નું નટખટપણું અને તરત જ ‘હું કોણ’ ના હુંકાર સાથે ‘મારુ નામ કૃષ્ણ કાનડો’ ની કાલીનાગ સાથેની યુધ્ધ સ્ટ્રેટેજી યાદ આવે, પણ બુધ્ધિજીવી આપણને દિવ્યભાસ્કરના પાનામાંથી શેરબજારની ફેન્ટસીની અનુભૂતિ કરાવી શકે. સામાન્ય માણસને સીધેસીધું દેખાય કે પ્રકાશકને સારુ લગાડવા, દિવ્યભાસ્કરના કોલમરાઈટરને શેરબજારના વિશિષ્ટ પ્રકાશનોના નામને બદલે દિવ્યભાસ્કરનું જ નામ લખવું પડે, પણ બુધ્ધિજીવી કોલમ રાઈટરે તો, – કવિતા … શેરબજાર …. વ્યક્તિગત ટીકા ….. નરસિંહ મહેતા જેવી ફેન્ટસી રચવી પડે. એજ કોલમીસ્ટની એજ છાપામાં આવતી બીજી કોલમ ખરેખર કંઈક નવું આપી જાય. બે માંથી એક કોલમ ‘ભાડા’ના રાઈટરથી (Ghost Writer) ચાલતી હશે. રામ જાણે…..

આવું જ એબસ્ટ્રેક્ટ આર્ટનું છે. આપણે સામાન્ય માણસોને આ આર્ટમાં સમજણ પડતી નથી. (મને તો નથી જ સમજાતી. બુધ્ધીજીવીઓ સામાન્ય માણસોને ‘બિચારા મુર્ખ’ પ્રાણીઓ ગણે છે, હું કદાચ એ કેટેગરીમાં આવતો હોઈશ). મા દુર્ગાની નારી સહજ આકૃતિ, શક્તિનું રૌદ્ર સ્વરુપ દર્શાવે, પણ એબસ્ટ્રેક્ટ આર્ટીસ્ટ દ્વારા તૈયાર થયેલ ચિત્રમાં નગ્નતા સુચક અંગ-ઉપાંગો વિશિષ્ટ આકારમાં દોરી ‘હાઈલાઈટ’ કરવામાં આવે કરવામાં આવે અને પછી કોઈ ટીકા કરે તો તેને ‘પુઅર મેન્ટાલીટી’ કહેવાય. વાનર સાથે દોરેલી નગ્ન સ્ત્રી, આપણને આદીવાસી અબળા સમજાય, પણ ‘મહાન’ આર્ટીસ્ટને તેમાં ‘સીતા’ ના દર્શન થાય.

તમારે આ અલ્પ સંખ્યક વિભાગમાં દાખલ થવું તો આંખ મીચીને સમાજના આ સભ્યોના ગુણગાન ગાવા માંડો. તમને પણ તેમાં સ્થાન મળી જશે. (પણ પછી અંદરના સામાન્ય માણસના માનસ સાથે બુધ્ધિજીવી માનસનો દ્વંદ સહન કરવાની તૈયારી રાખજો. જેવી તમારી મરજી ………)

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s