પતિ-પત્ની નજીક આવો – ૫

પતિ-પત્ની નજીક આવો – ૫

જોહરી વિન્ડોનો ઉપયોગ કેમ કરવો તેનો એક નાનકડો ટેસ્ટ કરી જોઈએ.

નીચે વ્યક્તિના ગુણ દર્શાવતા દશ શબ્દો લખ્યા છે, એમાંથી, તમારુ સ્વ-નિરીક્ષણ કરી જે તમને લાગુ પડૅ છે તેની સામે ‘હા’ અને તમને લાગુ ન પડતા હોય તેની સામે ‘ના’ લખો

લાગણીશીલ

આશાવાદી

ત્વરીત નિર્ણય લેનાર

ઇર્ષાળુ

પરીશ્રમી

સ્વાર્થી

વિનમ્ર

સમયપાલનનો આગ્રહી

વાચાળ

મદદરુપ થનાર

હવે આ જ શબ્દો એક અલગ કાગળ પર લખી, તમારા મિત્ર/પતિ/પત્ની ને આપો. તેને જણાવો કે તે તમારા માટે શું ધારે છે. એનૅ પણ ‘હા’ કે ‘ના’ લખવા જણાવો. જેમકે પહેલો શબ્દ ‘લાગણીશીલ’. હવે તમારા પાર્ટનર લાગતું હોય કે તમે લાગણીશીલ છો, તો તેણે આ શબ્દ સામે ‘હા’ લખવું, જો એમ ન લાગતું હોય તો ‘ના’ લખવું. એવી રીતે દરેક શબ્દની સામે તેનૅ તમારા વિશેનો અભિપ્રાય આપવાનો છે. આમ એક કાગળમાં તમારે પોતાના વિશે અભિપ્રાય આપવાનો છે અને બીજા કાગળ પર તમારા પાર્ટનરે તમારા વિશે અભિપ્રાય આપવાનો છે. અભિપ્રાય આપવાની બાબતમાં બન્નેઍ તટસ્થ રહેવાનું છે. પોતાની જાતને કે અન્યને સારુ લગાડવાનો પ્રયત્ન કરવાનો નથી. હવે બન્નેના જવાબો સરખાવો. કોઈકની સામે બન્નેઍ ‘હા’ લખી હશે, કોઈક જગ્યાએ, એકે ‘હા’ અને બીજાએ ‘ના’ લખી હશે, અને કોઈક જગ્યાએ બન્નેઍ ‘ના’ લખી હશે.

આમાં તમે તારણ શું કાઢશો ?

 • જ્યાં બન્નેઍ ‘હા’ લખી છે તે તમારો ‘Open’ એરીયા છે.
 • જ્યાં બન્નેઍ ‘ના’ લખી છે તે તમારો ‘Open’ એરીયા છે અથવા ‘Unknown’ એરીયા છે.
 • જ્યાં એકે ‘હા’ અને બીજાઍ ‘ના’ લખી છે તે તમારો ક્યાં તો ‘Blind’ અથવા ‘Closed’ એરીયા છે.

જ્યાં Open છે ત્યાં બધું બરાબર છે. સંબંધો સરળ છે. જ્યાં Blind છે ત્યાં તમારે યોગ્ય ફીડબેક લઈ તમારામાં સુધારો લાવવાનો છે, જ્યાં closed એરીયા છે ત્યાં તમારે નિર્ણય લેવાનો છે કે કોની સામે કેટલા અને ક્યારે ખુલ્લા પડવું અને સંબંધો જાળવવા. આમ Self discloser  અને  Feedback  દ્વારા  તમે તમારા સંબંધો વધારે મજ્બુત અને સરળ બનાવી શકો.

(મિત્રો, ઉપરોક્ત લખાણ, શક્ય તેટલું સરળ અને સમજુતિભર્યું લખવાનો પ્રયત્ન કરેલ છે. છતાં કોઈ અસ્પષ્ટતા માટે કોમેન્ટસ તેમજ મેઈલ કોન્ટેક્ટસ આવકાર્ય છે.)

૧ જુન પછી ફરી મળીએ. ત્યાંસુધી આવજો !

2 comments on “પતિ-પત્ની નજીક આવો – ૫

 1. Kaushalya says:

  ભાઈ મારે આ જોહરી વિન્ડો ની માહિતી જોઈએ છે..જે doc. કે pdf માં ઉપલબ્દ્ધ હોય તેવી..
  જેનો ઉપયોગ શિક્ષણ માં થઇ શકે તેની માટે હોય..
  અમારે તે અભ્યાસક્રમમાં આવે છે…અને તેને લગતું કોઈ પણ મટીરીયલ અમારી પાસે નથી…
  જો તમારી પાસે હોય તો આપવા વિનંતી..

  Like

  • jagdish48 says:

   કૌશલ્યાબેન,
   તમને આ બધી પોસ્ટ ગમી અને પ્રતિભાવ આપ્યો એ બદલ આભાર !
   આ અંગે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે પણ તેને તમારી જરુરીયાત મુજબના ઢાંચામાં ઢાળવું પડે તમે મને તમારી જરુરીયાતને વધારે વિસ્તારથી કહેશો તમને ગાઈડ કરી શકીશ. ‘હળવા બનો’ પેઈજ પર મારું મેઈલ આઈડી આપેલું જ છે, છતાં – jtj1948@gmail.com પર ક્યા ધોરણના વિધ્યાર્થીઓ છે ? અંગ્રેજીમાં જરુરી છે કે ગુજરાતીમાં ? વગેરે વિગતો મોકલશો.

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s