પતિ-પત્ની નજીક આવો – ૪

પતિ-પત્ની નજીક આવો – ૪

(ગઈકાલે કોમ્પુટરની કૃપાથી (?) કોઈ પોસ્ટ ન લખી શકાઈ. So…r..r.y)

આપણે વાત કરવાની હતી ‘જોહરી વિન્ડો’ નો આપણા સંબંધોમાં ઉપયોગ કેમ કરવો તેની. જોહરી વિન્ડોનો બધો ખેલ  Self Discloser અને Feedback પર આધારીત છે. તમે તમારી જાતને અન્યની સામે ખુલ્લી કરો (‘પારદર્શિતા શું છે’ – વાંચો) અને તેના બદલમાં સામેવાળાનું ( કે પત્નીનું) મંતવ્ય જાણો. (Feedback નો ગુજરાતી પર્યાય ધ્યાનમાં આવે તો જણાવશો)

જોહરી વિન્ડોનું ડાબી બાજુનું ઉપરનું ખાનું ધ્યાનમાં લઈએ તો પતિની કેટલીક બાબતો પતિ-પત્ની બન્ને જાણે છે અને તેના લીધે જીવન વ્યવહાર સરળાતાથી ચાલે છે. બન્ને માટે આવી જાણીતી બાબતોમાં  સંબંધો smooth છે. આના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે પતિનો open area વધારે હોય તો સંબંધ વધારે smooth રહે છે. પત્નીને પણ આ જ બાબત લાગુ પડે. પ્રત્યેક વ્યક્તિને પોતાની અંગત જોહરી વિન્ડો હોય, એટલે સંબંધો સુધારવા દરેક વ્યક્તિએ પોતાની જોહરી વિન્ડો સુધારવી પડે. હવે જો મારે મારી જોહરી વિન્ડોનો ઑપન એરીયા વધારવો હોય તો બે દિશામાં પ્રયત્ન કરી શકાય –

Blind એરીયા ઘટાડીને અને

Closed  એરીયા ઘટાડીને

Image

Blind એરીયા ઘટાડવા માટે નો માર્ગ – જેની ખબર નથી તે  સંકોચ  વગર  અન્યને  પુછવું,  અહી ‘હું કોણ’ મનમાં ન રાખવું, તેમજ  અન્યને આપણા વિશે ‘મંતવ્ય’ (Feedback) આપવા માટે  પ્રેરવા. આ બન્ને ક્રિયા આપણા blind ને ઘટાડે છે.

Closed એરીયા ઘટાડાવા માટે જાતને અન્ય સામે ખુલ્લી (Self Discloser) પાડવી. જેમ Blind એરીયા ઘટાડવામાં આપણો ‘અહંમ’ (હું કોણ) નડે, તેમ અહીં ‘જો જાતને ખુલ્લી પાડીશ તો કોઈ લાભ લઈ જશે’ એવી આશંકા નડતરરુપ થાય છે. પણ મિત્રો ! આપણા મનમાં સ્વાભિમાન (અહંકારનું યોગ્ય પ્રમાણ) અને Self Discloser નું કોઈક પ્રમાણ નિશ્ચિત થયેલું હોય છે. આપણે તેને યોગ્ય રીતે નક્કી કરવાનું છે અને જે ‘પરિસ્થિતિ’ આધારીત છે. અંતે આપણે સામેવાળી ‘વ્યક્તિ’ અને ‘પરિસ્થિતિ’ ને આધારિત જોહરી વિન્ડોની ડીઝાઈન બનાવવી પડે. કઈ પરિસ્થિતિમાં કેટલું અને કોની સામે ખુલ્લા પડવું એ આપણે નક્કી કરવાનું છે.

દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ અલગ છે, પરિસ્થિતિ અલગ અલગ હોય એટલે કોઈ ઉદાહરણ આપવા એ વ્યર્થ છે. જેમ કે એક ઉદાહરણ લઈએ (‘હેવી’ ઉદાહરણ જ લઈએ, એટલે પરચુરણ આપોઆપ સમજાય) – પતિએ પત્નીને કોલેજકાળની ગર્લફ્રેન્ડની વાત કે પત્નીએ કોલેજકાળના બોયફ્રેન્ડની વાત અરસપરસ કરી self dicloser અપનાવવું કે કેમ ? અહીં પતિ કે પત્નીનો સ્વભાવ, ઉમર, ઘરનો માહોલ, બન્ને વચ્ચેના રેગ્યુલર સંબંધો, આ discloser ની જરુર, એવી ઘણી બાબતોને ધ્યાનમાં લેવી પડે. ફક્ત જોહરી વિન્ડોની જાણકારી મેળવી મેદાનમા કુદી ન પડાય. પણ તેની સમજણ હોય, concept તરીકે જાણતા હોઈએ તો ધીમે ધીમે અનુભવે, સંબંધો સુધારવામાં કામ લાગે. પણ એટલું તો સાચું જ છે કે ‘Open’ એરીયા જેટલો વધુ એટલા સંબંધો વધુ સારા.

આ દિશામાં પગલા ભરવા હોય તો કેવી રીતે આગળ વધવું એ હવે પછી …

Advertisements

3 comments on “પતિ-પત્ની નજીક આવો – ૪

 1. Kaushalya કહે છે:

  Feedback એટલે પ્રતિસાદ અપાવો..
  જેવી રીતે શિક્ષક વર્ગખંડ માં કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે વિદ્યાર્થી તેનો જે જવાબ આપે , તેને શિક્ષક દ્વારા યોગ્ય શબ્દ થી વધાવવો..જેમ કે ,- શાબાશ , ખૂબ સરસ …તેને આપણે Feedback તરીકે ઓળખીશું…

  Like

 2. Kaushalya કહે છે:

  એટલે કે વિદ્યાર્થી કેટલો સાચો કે ખોટો છે તેના વિશે જણાવવાનું…

  Like

 3. KAUSHALYA કહે છે:

  Feedback = પ્રતિપોષણ

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s