પતિ-પત્ની નજીક આવો – ૨

પતિ-પત્ની નજીક આવો – ૨

વસંત ઋતુની વહેલી સવારે તમારી ઊંઘ ઉડી જાય, પંખીઓનો મીઠો કલરવ સંભાળાતો હોય, અધખુલ્લી બારીમાંથી વસંત વાયરાઓની લહેરખીઓ આલ્હાદકતાની અનુભૂતિ કરાવે અને તમે પણ આ પ્રવાહમાં તણાયને આનંદની લાગણી અનુભવો છો. (આ વસંતની વાતને તો કવિઓ માટે રાખી મૂકો, પણ તમારા આનંદને યાદ રાખો)

જીંદગીની કેટલીક ક્ષણોએ, વસંત વગર પણ, તમે આવી જ જીવન વસંતનો અનુભવ કર્યો જ હશે. પણ આવો અનુભવ વસંતના વાયરાની લહેરખીઓ સમાન હશે. સામાન્ય અનુભવ તો, વિવિધ ટેન્સન, મજબૂરી અને દુઃખની લાગણીઓને ઉભરાવે એવા થતા હશે. પણ ક્યારેક રણમાં મીઠી વીરડી સમાન પ્રસંગોએ મન પ્રફુલ્લિત કર્યું હશે.

ક્યારેક તંગ અને કંટાળાભરેલ આપણી માનસિક સ્થિતિ દરમ્યાન, અન્ય લોકોની પ્રફુલ્લિતતા જોઈ, આપણને ઇર્ષા થાય છે કે બીજા લોકો કેટલા સુખી છે, મારા જીવનમાં તો બસ મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ છે, મારા નસીબમાં સુખનો છાંટોય નથી.

પણ મિત્રો ! ‘મારા નસીબમાં સુખ નથી’ એ વાક્યની યથાર્થતા ચકાસવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે ? સુખ, આનંદ, પ્રફુલ્લિતતા પામવાને આડે આવતા અવરોધો અંગે ક્યારેય વિચાર્યું છે ?

કે પછી ….

ઝખમ દેનારાઓની યાદીમાં પ્રથમ પાને જ અંગત નામો જોઈને ડાયરી બંધ કરી દેનારા શાયરની જેમ સુખ મેળવવાના અવરોધોમાં પહેલું જ નામ તમારુ જોઈને આગળ જોવાનો પ્રયત્ન જ છોડી દીધો ? પ્રાથમિક પ્રયત્નમાં તો તમને તમારું નામ અવરોધરુપે નહી દેખાય, પણ સચ્ચાઈપૂર્વક પ્રયત્ન કરશો તો કદાચ એ સ્પષ્ટ દેખાશે, જેમ અન્ય તરફ એક આંગળી ચીંધતી વખતે ત્રણ આંગળીઓ તમારા તરફ જ હોય છે.

પણ આપણે વાત કરતા હતા બેડરુમની અધખુલ્લી બારીની. જેમ આ અધખુલ્લી બારી વસંતની આલ્હાદકતાને સંપૂર્ણપણે માણવામાં અવરોધરુપ થાય છે, તેમ જીવન વસંતને માણવા આપણા ‘મનની બારી’ અવરોધરુપ થાય છે.

આ મનની બારી કેવી હશે ?

આવો, આપણે એને જાણવા અને ખોલવાનો પ્રયત્ન કરીએ.

“જોહરી વિન્ડો” (Johari Window) તરીકે ઓળખાતી આ માનસિક બારી આપણી, ‘સ્વ’ (પોતાના) વિશેની આપણી જાણાકારી અને અન્ય લોકોની આપણા વિશેની જાણકારીના આધારે રચાયેલ છે. (આ તબક્કે માનસશાસ્ત્રના જાણકારોને એટલું જણાવી દઊં કે આ ચર્ચા સામાન્યજન માટેની છે એથી જોહરી વિન્ડોની સમજુતીમાં છુટ્છાટ લીધેલી લાગશે. પણ જેઓને શાસ્ત્રીય જાણકારીનો આગ્રહ હોય તેમને માટે ગુગલ સર્ચ હાજર જ છે.)

બીજી પણ એક સ્પષ્ટતા જરુરી છે. જેઓ ઇન્ટરનેટ પર ફેઈસબુક જેવા સંબંધોમાં રસ ધરાવે છે તેમને માટે સંબંધોની આ શ્રેણી ઉપયોગી નથી.

કાલે થોડો વધારે સમય સ્પેર કરજો, કારણ કે ‘જોહરી વિન્ડો’ સંળંગ સમજવામાં મજા આવશે.

મળીએ કાલે …

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s