પતિ-પત્ની નજીક આવો – ૧

પતિ-પત્ની નજીક આવો – ૧

વિવિધ સંબંધોમાં અગત્યનો અને અન્ય સંબંધોને સીધો કે આડકતરી રીતે અસરકર્તા આ સંબંધની વાત કંઈક નિરાલી જ છે.

અને તમે પણ લખાણનું ટાઈટલ વાંચી જે કુતુહલથી ક્લીક કર્યું હશે એ સ્વીકારીએ તો આ સંબંધની અગત્યતા અને આંટીઘુંટી એ ક્લીકમાં જ પ્રતિબિંબિત થાય છે.

પરીણિત મિત્રોને પહેલો સવાલ તો ઉઠ્યો જ હશે કે શું અમે નજીક નથી ? કામકાજના સમય સિવાયનો સોનેરી સમય સાથે જ વિતાવીએ  છીએ.      (….કે એક્બીજાને સહન કરીએ છીએ ?) આ સહન કરવાની વાતમાં કંઇ કરી શકાય કે કેમ ?

જો આપણે પતિ-પત્નીને ‘નજીક’ જ જોતાં હોઈએ તો લગ્નજીવનમાં પ્રવર્તતા લડાઈ-ઝગડા, અસંતોષ, અંજંપો ક્યાંથી હોય ? પણ આ નજીકતામાં ક્યાંક કંઈક ખૂટે છે. નજરે દેખાતી ‘નિકટતા’ એ ભૌતિક છે, આપણી વાત ‘માનસિક નિકટતા’ની છે, મનમેળની છે. પત્નીને અમુક રંગની સાડી કે ડ્રેસ પસંદ નથી જ્યારે પતિ તેને એવા જ રંગની સાડી ભેટ આપે અને પાછી એવી અપેક્ષા રાખે કે પત્ની પોતાની ભેટની કદર કરે. પત્નીને ઘરકામમાં કોઇ ટોકે એ ગમતુ નથી, પતિ પોતાનો અહમ સંતોષવા કે જ્ઞાનનું પ્રદર્શન કરવા ઘરકામમાં માથુ મારે. પત્ની ઇચ્છે કે પતિ વ્યવસાયમાંથી પરવારી સાંજનો સમય ઘરમાં વિતાવે, જ્યારે પતિને, પત્ની કે ઘર કરતાં મિત્રોમાં વધુ રસ હોય.

સામે પક્ષે પણ પરસ્થિતિ સરખી જ છે. પતિને હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી પણ રજાના દિવસે રસોડામાં પણ રજા જ પડી હોય. વ્યવસાયમાંથી થાકેલો પતિ ઘરમાં પગ મૂકે ને ઘરપારાયણ શરુ થઈ જાય. બહેનપણીનો પતિ અમુક પ્રકારના કપડા પહેરે એટલે પોતાના પતિને પણ એવા જ કપડા પહેરવા જોઈએ એવો દુરાગ્રહ સેવાય.

તમને બહુ સામાન્ય દેખાતા, આવા અસંખ્ય દાખલાઓ ગણાવી શકાય પણ આવા જ ‘એડજસ્ટમેન્ટ’ ધીમે ધીમે ‘મનમેળ’ ઘટાડે અને લગ્નજીવનનું ‘રગશીયું’ ગાડું આગળને આગળ ખેંચાતું ચાલે. આમ ભૌતિક રીતે નજીક દેખાતા પતિ-પત્ની માનસિક રીતે જોજનો દૂર ઉભા હોય.

તમે પણ થોડી જાત તપાસ કરી જુઓ ને !

હૈંયા પર હાથ મુકી જાતને પુ્છો ને ‘તમે તમારા સાથીદાર થી નજીક છો ?’

જવાબ સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’ માં ન પણ મળે, પણ ‘હા’ કે ‘ના’ માંથી કોઈ એક તરફ તો ઢળતો હોય શકે. જો ‘હા’ તરફ ઢળતો હોય તો જીવન જીવવા જેવું લાગતું હોય, જો ‘ના’ તરફ હોય તો …….(મારે લખવાની જરુર નથી, જવાબ તમારો જ છે, ખાનગી છે અને ખાનગી રહેશે.). મને તો માનવીય લાગણીઓમાં શ્રધ્ધા છે અને તેથી હું તો માનું છું કે પતિ-પત્નીના સંબંધો એ અમદાવાદના ઝુલતા મીનારા જેવા છે, બન્ને દુન્યવી રીતે એકબીજાથી સ્વતંત્ર દેખાય છે, પણ એક્ને ઢંઢોળો તો બીજો તુરંત જ આંદોલીત થાય. જો આવું ન હોય તો ? એમાં ફેરફાર થઈ શકે ? જરુર થઈ શકે. ફક્ત એકબીજાના લાગણીતંત્રને જોડતા કંપનો આડેથી અવરોધો દૂર કરવા પડે. આ માટે પ્રયત્ન કરવો પડે, જેઓને અવરોધ દેખાય છે તેમણે અવરોધ દૂર કરવા માટે અને જેમને કોઈ અવરોધ નથી તેમણે જીવનને વધુ મધુર બનાવવા માટે.

તમને ધીરજપૂર્વક પ્રયત્ન કરવાની ઇચ્છા છે ? તો આત્મ નિરીક્ષણ કરવું પડશે. આત્મનિરીક્ષણની વાત સાંભળી આધ્યામિકતામાં સરી પડવાની જરુર નથી, એવી કોઈ વાત જ નથી. પણા માનસશાસ્ત્રના સાદા નિયમોને ધ્યાનમાં લઈ થોડાક જવાબ આપવાના છે.

તમે તૈયાર છો ?

કાલે ફરી મળીએ….

(મિત્રો ! પતિ-પત્નીના સંબંધોને સુમધુર બનાવવા કેટલાક પ્રયત્ન કરી શકાય તેમ છે. ચાલો, આ લખાણોની એક શ્રેણી બનાવીએ અને માંગલ્યની દિશામાં સંયુક્ત પ્રયત્ન કરીએ.)

Advertisements

One comment on “પતિ-પત્ની નજીક આવો – ૧

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s