‘માબાપને ભૂલશો નહી’

‘માબાપને ભૂલશો નહી’

એક ગુજરાતી કલાકારના ‘માબાપને ભૂલશો નહી’ ટાઇટલના કાર્યક્રમમાં હાજરી આપી. મારા માટે ખાસ પ્રભાવિત ન રહ્યો. માએ બાળક માટે આપેલા ત્યાગના ઉદાહરણો ભાવુક ભાષામાં રજુ થયા અને વચ્ચે વચ્ચે ગીતસંગીત. ઉદાહરણોની રજુઆતે પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની યાદ અપાવી. આ ભાગવત કથાકાર જ્યારે યશોદા-કાનજીના પ્રસંગો વર્ણાવે ત્યારે મા-દિકરાના પ્રેમની ચરમસીમાની અનુભૂતિ થાય. મા-દિકરાનો સંબંધ એ લાગણીના સંબંધોમાં શિરમોર સમો છે. પણ આપણે વર્તમાન જગતના માઇનોરીટિમાં આવતા લાગણીના સંબંધોના સ્થાને, અપેક્ષાઓ અને જરુરીયાતોના મેજોરીટી સંબંધોની ચર્ચા કરીએ છીએ.

મા-દિકરાના સંબંધોની ચર્ચા દરમ્યાન કલાકારે મા અને દિકરાની વહુ વચ્ચેના સંબંધની વાતો પણ કરી. વહુ દિકરા માટે ‘પઝેસિવ’ હોય છે, એવું પણ કહ્યું. અહીં, તેઓશ્રી, માતા પણ એક ‘સ્ત્રી’ છે એ મૂળભૂત સત્ય વિસરી ગયા. મારી દ્રષ્ટીએ કદાચ માતા પણ પુત્ર માટે પઝેસિવ હોય છે અને તેથી જ લગ્ન જીવનની શરુઆતમાં સાસુ-વહુના સંબંધોમાં વિસંવાદિતતા ઉભી થાય છે. દરેક વ્યક્તિમાં ‘અન્યને પ્રભાવમાં રાખવાની’ વૃતિ (Power Motivation – to influence others) ઓછાવત્તા પ્રમાણમાં હોય છે જ. મા પુત્રની નાનામાં નાની જરુરિયાતોને જાણતી હોય છે, લગ્નજીવનની શરુઆતમાં પત્ની આવી બાબતોમાં અજાણ હોય છે. થોડા સમયના સહજીવન બાદ પત્ની પણ આ જરુરીયાતોને જાણી જાય છે. પછી પુત્ર પરના કન્ટ્રોલની હરીફાઇ (Power Motivation) શરુ થાય છે અને સાસુ-વહુના સંબંધોમાં વિસંવાદિતતા શરુ થાય. જો સાસુ-વહુ બન્ને એક્બીજાના આ power motivation ને સ્વીકારી લે, સમજી લે તો સંબંધોમાં કડવાશ ઓછી થાય. સાસુ-વહુના સંબંધોમાં મા (સાસુ), પુત્રના લાંબા ભવિષ્યને ધ્યાનમાં લઈ, થોડી ત્યાગની વૃતિ સ્વીકારે તો conflicts ઘટે. જો કે અહીં મા-પુત્ર-વહુનો ત્રીકોણીય સંબંધ છે એટલે પુત્ર પણ પીક્ચરમાં છે તેણે પણ પોતાની જવાબદારી અદા કરવાની છે, પત્ની અને મા સાથેના સંબંધોને બેલેન્સ કરવાના છે.

વધુ વાતો ફરી ક્યારેક ….

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s