સંબંધોમાં જૂઠ


સુરતમાં એક ઓફીસમાં સાંભળેલ એક ભાઇની મોબાઈલ ટોક –

“હું મુંબઈ છું, બે દિવસ પછી આવું ત્યારે મળીએ,……”

આને શું કહેવું – નવી ટેકનોલોજીનો આશિર્વાદ, ભાગેડુવૃતિ, સંબંધોની અવગણના, સંબંધોમાં જૂઠ …..?

આપણે જાણતા નથી એ ભાઈએ ખોટો સંદેશો કેમ આપ્યો. પણ આપણા સંબંધોમાં પણ જૂઠ હોય જ છે, એ હકીકત છે.

પછી ભલે તે સંબંધ ટકાવવા હોય, સામેવાળાની લાગણીને સાચવવા હોય, આપણી ભૂલ સુધારવા માગેલ સમય હોય કે અન્ય કોઈ કારણે હોય.

પણ મને લાગે છે કે જૂઠ એ જૂઠ છે જ, કોઈ વખત ખુલ્લુ પડશે ત્યારે પ્રશ્ન ઉભો થવાનો જ છે. સંબંધોની મજબુતાઈ પ્રશ્નોના નિરાકરણ પર રહેલી છે.

જો સંબંધ ટકાવવા ખોટું બોલવું પડે તો એ સંબંધનું જીવન કેટલું ? આવા અલ્પજીવી અને ઉપરછલ્લા સંબંધો ટકાવવા તમે વાપરેલ શક્તિ અને સમયની ગણત્રી કરી જોજો. સરવાળે નુકશાન તમને જ હશે.

કોઈની લાગણીની આળ પંપાળ માટે જૂઠુ બોલવું પડે તો સામેવાળી વ્યક્તિની લાગણીની સચ્ચાઈ કેટલી ? માની લો કે તમે એમની લાગણી જાળવી રાખશો તો અન્ય કોઈ, એ લાગણી પર ઘા કરશે. અંતે એ વ્યક્તિને દુઃખ તો પહોંચવાનું જ છે. તો પછી આપણે જ એ વ્યક્તિને એની લાગણીની સચ્ચાઈનો સામનો કરાવી, તેમના વધારે વિશ્વાસપાત્ર શા માટે ન બનવું. આપણા કુંટુંબની જ કોઈ વ્યક્તિની લાગણી સંતોષવા તેમની ગેરવ્યાજબી માંગણી સ્વીકારવી, કેટલી યોગ્ય ગણાય ?

આપણી ભૂલ સુધારવા વાપરેલ જૂઠાણુ તો જીવનને રિવર્શ ગિયરમાં લઈ જવાનું જ કાર્ય છે.

હરીફાઈના જમનામાં જ્વલેજ લેવામાં આવતો મોબાઈલ જૂઠનો સહારો કદાચ ક્ષમ્ય ગણાય, પણ એવી ટેવ ન પડે એ જો જો.

શું કહો છો ?

Advertisements

2 comments on “સંબંધોમાં જૂઠ

 1. Harsukh Thanki કહે છે:

  જુઠ્ઠું બોલવું ક્યારે યોગ્ય ગણાય અને ક્યારે અયોગ્ય ગણાય તથા કેટલા પ્રમાણમાં યોગ્ય કે અયોગ્ય ગણાય એ હંમેશાં વિવાદનો વિષય રહ્યો છે પણ એક વાત ચોક્કસ છે કે મોબાઇલ આવ્યા પછી માણસ વધુ જુઠ્ઠું બોલતો થયો છે. જુઠ્ઠું બોલવા સંદર્ભે અગાઉ એક બ્લોગ લખ્યો હતો. લિંક આ રહી : http://thankibabu.wordpress.com/2008/05/11/hello-world/

  Like

  • jitu48 કહે છે:

   પણ બાપુ ! બટલરને ડાહ્યો કેમ ગણવો ?
   સત્ય તો કોઈ મૂરખ પણ બોલી શકે, પણ જુઠ્ઠું સારી રીતે કેમ બોલવું એ માટે તો માણસમાં થોડી અક્કલ જોઈએ. — સેમ્યુઅલ બટલર
   બાકી
   કોઈ માણસમાં એટલી બધી યાદશક્તિ નથી હોતી કે તે સફળ જુઠ્ઠો બની શકે. — અબ્રાહમ લિંકન
   પાકો ડાહ્યો માણસ
   ખૂબ ખૂબ આભાર

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s