નકામી એમને તકલીફ થાય

“રહેવા દો, બધું ચાલશે !”

“અત્યારે ફોન નથી કરવો, એમને ડીસ્ટર્બ થાય !”

“હજી તો નવ વાગ્યા છે, અત્યારમાં તેમને ક્યાં તકલીફમાં મૂકવા ! મોડેથી જશું.”

આવું તો તમે ઘણીવાર બોલતા હશો કે વિચારતા હશો.

ઍક ગઝલના શબ્દો યાદ આવે છે –

“કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,

પણ ઊભા રહી અમે કોઈને ન નડ્યા”

એક ‘સારા’ માણસ તરીકે સાંભળવામાં કેટલું સારુ અને સાચું લાગે છે.

પણ, આપણા પોતાના ‘અસ્તિત્વ’ નું શું ? બીજા લોકોના વાણી-વર્તનથી હું ડીસ્ટર્બ નથી થતો ? હું જેમ અન્ય માટે વિચારું છું તેમ બીજા મારા માટે વિચારે છે ? શું ફક્ત મારે જ બીજા બધાનું સાચવવાનું છે ? મારી પસંદ-નાપસંદ જોવાની જ નહી ? મારી પસંદ-નાપસંદને અવગણીને હું ક્યાં સુધી જીવી શકું ? આ બધા જ સવાલો અને જવાબો આપણા સંબંધોને અસર કરે છે.

સામે પક્ષે, એ પણ સવાલ ઊભો થાય કે બીજાને તકલીફમાં મુકવાનો કે ડીસ્ટર્બ કરવાનો મને હક છે ? એમનું પણ પોતાનું અલગ ‘અસ્તિત્વ’ નથી ?

પતિ-પત્નિના સંબંધો તો અસ્તિત્વના વિલય વિના શક્ય નથી. પ્રેમનું મૂળ જ ‘આપવામાં’ રહેલું છે. બે વ્યક્તિઓ પોતાના અસ્તિત્વને એકબીજામાં ઓગાળી નાખે તો જ પ્રેમનો સંબંધ બાંધી શકે. આ ‘Intimate Relationship’ માં ‘હું’ ને ભૂલી જવું પડે.

પ્રેમ સંબંધ સિવાયના સામાજીક સંબંધોમાં ‘સહ-અસ્તિત્વ’ અંગે વિચારવું પડે. હું તમને મળવા આવ્યો, તમારે મારી પસંદની ચા પીવડાવવી પડે અને તમે મારે ત્યાં આવ્યા મારે તમારી પસંદને અનુકુળ થવું પડે, આ સામાજીક સંબંધોનો વિવેક છે, શિરસ્તો છે. ઘરમાં સૌ સાથે રહે છે, તો બધાએ એકબીજાને અનુકુળ થવું જ પડે. તમે સવાલ કરશો જ કે હું તો સામાવાળાને અનુકુળ થાઉં જ છું પણ એમનો પ્રતિભાવ નકારાત્મક છે. આ સમયે જો તમે સામેવાળાના સ્વતંત્ર અસ્તિત્વને ‘સમજશો’ તો પછી તેનો સ્વીકાર આપોઆપ થશે અને અનુકુળ થવામાં મુશ્કેલી નહીં પડે. સાથે સાથે તમારે તમારી અપેક્ષાઓને સામેવાળાની દષ્ટિથી સમજવી પડે. કારણ કે તમે વાણી-વર્તન માટેના જે ધોરણો (standards) નક્કી કરેલા છે તે સામેવાળાના ધોરણો (standards) કરતા અલગ પણ હોય શકે. આનું નિરાકરણ ? તારીખ 6/5/2012 ની પોસ્ટની ‘પારદર્શિતા’ કામ ન લાગે ? બન્ને વ્યક્તિ પારદર્શક બની એકબીજાને પોતાની ધારણા, લાગણી વ્યક્ત કરી દે તો સમસ્યાનું સમાધાન થઈ જાય. આ વાત સહેલી નહી લાગે, કારણ કે પારદર્શક બનવામાં સામેવાળાની લાગણીઓને ઠેસ પહોચશે એવી બીક લાગે છે. પણ મિત્રો, આ ડરમાં જીવવાને લીધે તમે તમારી લાગણીઓને દબાવીને જીવશો અને આ દબાયેલી લાગણી બીજી કોઈ રીતે વ્યક્ત થશે જે કદાચ વધારે નુકશાનકર્તા નીવડે.

પશ્ચિમી જગત કદાચ આપણા જેટલું લાગણીશીલ નથી પણ પારદર્શક તો છે જ. જે લોકો પારદર્શક નથી બનતા, તેઓ ‘withdrawal’ – પોતાની જાતને વ્યક્ત કર્યા સિવાય પાછી ખેંચી લે છે. એ સમયે નુકશાન બન્ને પક્ષે થાય છે. આવા તબક્કે સામાવાળાએ તો પારદર્શક થઈ પોતાની લાગણીઓ વ્યક્ત કરી જ દેવી જોઈએ એમ હું માનું છું.

સામાજીક સંબંધોમાં જો આપણાથી ‘સામેવાળાને તકલીફ થશે’ કે ‘સામેવાળાથી આપણને તકલીફ થશે’ એમ ‘ધારી’ ને વાણી-વર્તન રાખીએ તો જીવનમાં કોઈ ‘thrill’ નહી રહે. જીવન જીવવા માટે ચોક્કસ કાયદા-કાનુનો બનાવી જીવવાથી જીવન ‘monotonous’ થઈ જશે. ‘સામેવાળાને તકલીફ પડશે’ તો પડવા દો, ‘આપણને મુશ્કેલી પડશે’ પડવા દો. તો જ જીવન જીવવાની મજા આવશે.

બધા કહે જ છે ને કે જીવનનો સાર – “કેટલું જીવ્યા તેમાં નહી, પણ કેવું જીવ્યા તેમાં છે !”

બસ ! હવે તો સામેવાળાને તક્લીફ આપો અને ખુદ પણ તકલીફ ઉઠાવો અને જીવંત બનો.

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s