પતિ-પત્નિ મજબુત સંબંધોમાં કડવાશ શાથી ?

પતિ-પત્નિ મજબુત સંબંધોમાં કડવાશ શાથી ?

એક સાંજનો પતિ-પત્ની વચ્ચેનો માનસિક સંવાદ –

આખો દિવસ ઓફિસમાં માનસિક તણાવ અને ગુસ્સામાં પસાર કરી પતિ મહાશય ઘેર પહોચ્યા અને હમણાં પત્નીનો ખુશખુશાલ ચહેરો જોવા મળશે એવી અપેક્ષાસહ કોલબેલનું બટન દબાવ્યું. આજે કંઇક વધારે પડતા ઘરકામમાંથી માંડ માંડ પરવારેલી તૂટતા શરીરે આડી પડેલી પત્નીએ ઉભા થઈ લઘરવઘર સાડીમાં વીંટળાઇને થાકેલા ચહેરે દરવાજો ખોલ્યો. પતિમહાશયની અપેક્ષા વિરુધનું દ્રશ્ય જોવા મળ્યું અને પતિ મહાશયનું રીએક્શન આવ્યું (અલબત્ત માનસિક) અને કટાણું મોં કરી સોફામાં પડતું મૂક્યું  –

સાંભળો સ્વગત સંવાદ ……

(પતિ) – “આખો દિવસ મહેનત કરી પાછા ફરીએ ત્યારે પણ આવા દિવેલીયા ડાચા સાથે સ્વાગત થાય છે.”

(ઓફિસનો અવ્યક્ત ગુસ્સો (Anger) અને સુંદર સ્મિતની નિષ્ફળ અપેક્ષા (Expectations) બોલી)

(પત્ની) – “કામવાળીની જેમ મજુરી કરી તૂટી જઈએ તો પણ કદર જ ક્યાં છે.”

(ઓળખના અસ્વીકારે (non-recognition) લાગણીનો ટેકો લઈ વ્યક્ત કર્યું.)

“એ ભલે ના બોલાવે, પણ ચા-નાસ્તો તો આપું” (સંસ્કારે માર્ગદર્શન કર્યું)

(પતિ) – “ચાનો કપ લઈને આવી પણ કંઈ બોલી ? મારે શું ? મને ક્યાં એની પડી છે.

(પુરુષનો અહમ (Ego) બોલ્યો)

(પત્ની) – “ચા સાથે નાસ્તો પણ આપ્યો પણ મારી હાલત જોઇ કંઇ પૂછ્યું ?”

(પત્નીની અપેક્ષા (Expectations) એ સવાલ કર્યો)

(પતિ) – “ઘરના બધા સાચુ જ કહે છે, એને પિયરીયાનો ધમંડ છે.”

(પત્નીની ગેરહાજરીમાં ઘરમાં થતી ચર્ચામાંથી બંધાયેલી ધારણા (Assumption) એ કોમેન્ટ કરી.)

બસ ! મને લાગે છે કે વધૂ લખીશ તો શરુ થયેલા અબોલા છૂટાછેડા સુધી લંબાઈ જશે.

પણ મિત્રો ! આ સંવાદ કપોળ કલ્પિત નથી. મોટા ભાગના લોકોએ વિવિધ સ્વરુપે અને તબક્કે આવો વાસ્તવિક અનુભવ કરેલો જ છે.

iStock_000011553872Small

(http://michaelhyatt.com/what-i-learned-about-leadership-from-a-fight-with-my-wife.html પરથી સભાર)

ઉપરોક્ત સંવાદ આવો પણ હોય શકે –

ઘરનો દરવાજો ખુલ્યો અને …..

પતિ – “કેમ ! સાવ આમ ?”

પત્નિ – “આજે તો બહુ કામ હતુ, થાકી ગઈ છું”

(પતિની સોફા પર પડતું મુકવાની ક્રિયાનું રીએક્શન …)

“તમારે ય આજે કંઇક તકલીફ લાગે છે.”

પતિ – “હા યાર ! મારે ય આજે ઓફીસમાં બહુ માથાકુટ હતી. છોડ ને એ બધું, ચાલ ચા પીએ.”

અને ચા પીતાં પીતાં પતિ-પત્ની એકબીજાની તકલીફોમાં રાહત આપતા થઈ ગયા. મિત્રો ! નોંધ કરો, ઉપરના સંવાદમાં ક્યાંય પ્રેમનું પ્રદર્શન નથી, પણ અવ્યક્ત પ્રેમ અને હુંફ જરુર છે જે એકબીજાને નજીક લાવી દે છે.

શબ્દો વડે (Verbal) કે શબ્દો રહીત (Non-verbal, જેમકે શુષ્ક નજર, મોં ફેરવી લેવું, પ્રશ્નોના જવાબ ન આપવા, હાજરીની નોંધ ન લેવી વગેરે) રચાયેલ ઉપરોક્ત સંવાદોના મૂળમાં રહેલા ગુણ કે લાગણીઓ ચકાસો.(જે દરેક સંવાદ પછી કૌંસમાં લખેલા લખાણમાં બોલ્ડ અક્ષરોમાં દર્શાવી છે.) જેમકે ગુસ્સો, અપેક્ષા, ઓળખનો અસ્વીકાર, અહમ, પૂર્વધારણા વગેરે.

મનમાં એક્વાર ઉત્પન થયેલો ગુસ્સો કોઇ ને કોઇ સ્વરુપે વ્યક્ત થાય છે જ. પતિ મહાશયનો ઓફિસનો ગુસ્સો ઘેર આવીને તિરસ્કાર અને ઉપેક્ષાના સ્વરુપે વ્યક્ત થયો. ઘણા શાંત દેખાતા લોકો મહદ અંશે ભ્રમમાં જીવે છે કે “હું ગુસ્સો કરતો નથી”.પણ આવું માનવાથી કે બોલવાથી ગુસ્સાની લાગણી નાશ પામી હોય છે એવું નથી. આપણી અપેક્ષાઓની અસંતુષ્ટિ કે અવહેલના, વ્યક્તિત્વની ઊપેક્ષા જેવા પ્રસંગોએ ગુસ્સાનું ટ્રીગર દબાય જ છે. કદાચ આપણી સજાગતાને કારણે અવ્યક્ત રહે. પણ ટ્રીગર દબાય એટલે ગોળી છૂટે જ, પણ સજાગતાને કારણે મુખ્ય ટાર્ગેટને અસર ન થાય. પણ એક્વાર છુટેલી ગોળી ક્યાંક ને ક્યાંક તો નુકશાન કરે જ.આ રીતે અવ્યક્ત ગુસ્સો કોઇક ને કોઇક લાગણીના સ્વરુપે પ્રગટ તો થાય જ છે.

ગુસ્સો, ઓળખનો અસ્વીકાર, નકારાત્મક લાગણીઓ, અહમ, અપેક્ષા અને એવા બીજા ગુણ કે લાગણીઓ પતિ-પત્ની કે અન્ય સંબંધોમાં તીરાડ પાડવાના કે સંબંધોમાં વિસંવાદિતતા (Conflicts) ઊભા કરવા માટેના ટ્રીગરો છે. મનમાં કડવાશ ઊભી કરે છે.

જેમ ગુસ્સો સંબંધોમાં તિરાડ પાડવાનું કામ કરે છે, તેમ સામેની વ્યક્તિની ઓળખનો અસ્વીકાર પણ એક ટ્રીગર છે. મનમાં ગાંઠ બાંધી લો કે દરેક વ્યક્તિને પોતાની અલગ ઓળખ (પહેચાન) છે જ. ઘણા ફીલ્મી ડાયલોગ “મૈં અપની પહેચાન બનાઉંગા” તમે સાંભળ્યા જ હશે. હવે જો આ પહેચાનને સામેવાળી વ્યક્તિ ન સ્વીકારે તો સ્વભાવિક છે કે સંબંધમાં કડવાશ આવી જ જાય. તમને પણ સામેવાળી વ્યક્તિની ઓળખનો અસ્વીકાર કરવાની પ્રેરણા મળે. “એ તે વળી કઈ વાડીનો મૂળો” એવી ભાવના જાગૃત થાય અને પછી બન્ને એકબીજા માટે અજાણ્યા બની જાય.

સંબંધોમાં અપેક્ષાની મહત્તા આપણે અગાઉ પણ જોઇ ગયા છીએ. સાવ અપેક્ષા વગરના સંબંધો ગણ્યાગાંઠ્યા જ હોય છે. જ્યારે જ્યારે આપણી અપેક્ષા મુજબનું વર્તન સામેવાળાનું ન થાય ત્યારે આપણને ખૂંચે છે. આપણી અપેક્ષાઓની અવગણના કે અવહેલના થાય ત્યારે સંબંધોમાં કડવાશ આવે છે.

‘અહમ’ વિશે તો આપણે એટલું બધું જાણીએ છીએ કે સ્વાભિમાન અને અભિમાન વચ્ચેની ભેદરેખા પણ ભૂસી નાખી છે. પતિ-પત્નીના સંબંધમાં વધુમાં વધુ કડવાશ, અહમનો ટકરાવ પેદા કરે છે. જે સંબંધમાં (પતિ-પત્નીના) સ્વાભિમાનને પણ ઓગાળી નાખવું જોઈઍ ત્યાં આપણે અહમને જીવતો રાખી જીવનમાં કડવાશ ઊભી કરીએ છીએ.

આપણે મળતી સાચી-ખોટી માહિતીના આધારે આપણે “હવે આમ જ થશે” એવી પૂર્વ ધારણાઓ બાંધીએ છીએ. દરેક વખતે એ ધારણા સાચી જ હોય તેમ માનવાને કોઈ કારણ નથી. પતિ-પત્ની કે અન્યના સંબંધોમાં વાણી-વર્તનને સહજ સ્વરુપે સ્વીકારવાના બદલે આપણે તેને પૂર્વધારણાના તોલમાપથી તોલીએ છીએ અને સંબંધોમાં કડવાશ વધારીએ છીએ.

આવા બીજા ઘણા ગુણો/લાગણીઓ આપણા સંબંધોમાં કડવાશ ઘોળે છે. તમે પણ આમાં કંઈક ઉમેરો. આપણે સંબંધોની કડવાશ ઓગાળી જીવનને સુખમય અને શાંતિમય બનાવવાનો સહિયારો પ્રયત્ન કરીએ.

–       જગદિશ જોષી

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s