આ પારદર્શિતા શું છે ?

સંબંધોની કડવાશની અનુભૂતિ માટે પારદર્શિતાની વાત તો કરી, પણ આ પારદર્શિતા શું છે ?

અરીસા સામે ઊભા રહો, તમારુ પ્રતિબિંબ દેખાશે, કદાચ સવારનો ઉંઘરેટો ચહેરો દેખાશે, પણ ક્લીયર ગ્લાસની બારી પાસે ઊભા રહો, બગીચામાં મહાલતી કુદરત દેખાશે. કુદરતની અનુભૂતિનો આનંદ તમને બારીનો પારદર્શક કાચ કરાવશે. સંબંધોની મીઠાશનો આનંદ માણવો હોય તો જાતને પારદર્શક બનાવવી પડશે. જાતને અપારદર્શક રાખવા માટે અસંખ્ય દલીલો છે, પણ એમાની કેટલી સત્ય છે એ જાણવાનો અખતરો તમે કેટલી વાર કર્યો છે ? ‘સત્ય’ પરથી મને ૧૯૮૪માં વાંચેલી ધર્મની વ્યખ્યા યાદ આવે છે. (મારું જીવન એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર્યો છે, અને મારી ઓળખની Punch line ‘Born to live Best Life’ પ્રમાણે જીવન જીવી શક્યો છું)

 “અઘોરીઓ સાથે પાંચ દિવસ” માં શ્રી સુરેશ સોમપુરા લખે છે –

સ્વધર્મ ક્રાંતિકારી વિચાર છે. તમને તમારી પરસ્થિતિથી સંતોષ હોય તો આ તરફ આવશો નહીં. તમને ગુલામી મંજુર હોય તો આ તરફ જોશો નહીં. તમે સત્યને સહન ન કરી શકતા હો તો આ તરફ આવવાનો વિચાર જ ન કરશો. સ્વાર્થને ફેંકી દેવાની તમારી તૈયારી ન હોય તો મુઠ્ઠીઓ ભીંસીને મોં બંધ રાખી બેસી રહેજો.

સ્વધર્મનો સ્વીકાર કરતાં પહેલાં તમારે તમારા મિથ્યાજ્ઞાન, મિથ્યા માન્યતાઓ, અને સ્વાર્થને ફેંકી દેવા પડશે. પ્રકૃતિથી દૂર આવ્યા છો – તમારે પ્રકૃતિ પાસે પાછા જવું પડશે.

સ્વધર્મનું તત્ત્વજ્ઞાન – સત્ત્વજ્ઞાન ત્રણ શબ્દોમાં સમાયું છે.

સત્ય – સંયમ – સ્નેહ

આ સિવાય કશું જ નહીં. આ ત્રણ શબ્દો પર વિશ્વના દરેક ધર્મ રચાયાં છે.”

સંબંધો પણ આ ત્રણ શબ્દો પર બંધાય છે, ટકે છે, ફુલેફાલે છે અને મીઠાશ આપે છે.

સત્ય – જે છે તે આ છે ! (પારદર્શિતા),  તમને મારી સાથે સંબંધમાં રસ છે ?

સંયમ – વગરના સંબંધ લગામ વગરના પશુ જેવા છે.

સ્નેહ – વગર તો સાચો સંબંધ હોય શકે જ નહીં.

(આ વિચારો સાથે આપની અસંમતિ સ્વીકારવા તૈયાર છું, પણ તેની પાછળનો તર્ક કહેશો તો આનંદ થશે.)

સંબંધોની લહેરો અને કડવાશની વાત હવે પછી…….

 

Advertisements

2 comments on “આ પારદર્શિતા શું છે ?

  1. […] થતા જાય, ત્યારે પ્રવાહી બને (પાણી) અને પારદર્શક બને, પણ અસ્તિત્વ તો નોંધાવે જ. હજુ વધુ […]

    Like

  2. […] ખુલ્લી કરો (‘પારદર્શિતા શું છે’ – વાંચો) અને તેના બદલામાં સામેવાળાનું ( કે […]

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s