મમળાવો –

મનમાં થયું કે ક્યાંક ઘણી વખત દિલને અસર કરે તેવું વાંચવા/સાંભળવા મળે છે, જો એ પણ બધાની સાથે વહેંચાય તો ?

ફલશ્રુતિમાં આ નવું પેઈજ ઉમેરી દીધું અને સાથે એને અનુરુપ નવો વિચાર પણ !

આવા જ સુવિચારો અને પોસ્ટર્સ – સંવેદનાને સથવારે – પર મુક્યા છે.

(નવો વિચાર પેઈજની શરુઆતમાં જ)

ઓગસ્ટ ૩૧, ૨૦૧૩

મારી ઓગસ્ટ ૩૦ ની પોસ્ટ પર મુકેલી શ્રી વિનોદભાઈની કોમેન્ટમાંથી –

‘મતલબ’ થી જ બધાને નિસ્બત છે…….

રેશનાલીસ્ટ, આસ્તિકો અને ભગવાનનો દોષ કાઢ્યા કરે, પણ ‘નિસ્બત’ નો માનવીય ગુણ ભુલી જાય.

આભાર, વિનોદભાઈ

કોણ ભલા ને પૂછે છે, અહી કોણ બુરા ને પૂછે છે.
મતલબથી બધાને નિસ્બત છે, અહી કોણ ખરા ને પૂછે છે.
અત્તરને નીચોવી કોણ પછી, ફૂલોની દશાને પૂછે છે.
અરે સંજોગ ઝુકાવે છે, નહિ તો કોણ ખુદા ને પૂછે છે.
~ કૈલાસ પંડિત

 જુલાઈ ૧૨, ૨૦૧૩

સાભાર – મુર્તઝાના બ્લોગ પરથી –

http://nilenekinarethi.wordpress.com/2013/07/12/good-thoughts-in-ramazan/

•= ઝિંદગી બેવફા હોઈ શકે, છતાં પણ જીવનને માણતા રહેવું વફાદારીનું કામ છે.

•= જ્યારે કોઈ બાબતે શંકા થાય ત્યારે, અટકી જવા કરતા સૌથી નજીકનું પગલું પણ ભરવું તો ખરૂ જ.

•= જ્યારે તમે માંદા પડો ત્યારે તમારી જોબ સંભાળ નહિ રાખે. પણ તમારું કુટુંબ અને દોસ્તો મદદે આવશે.

•= ઉગ્ર ચર્ચામાં પડો ત્યારે ખોટી દલીલબાજીથી દૂર રહેવું. અને દિલમાં જે સચ્ચાઈ હોય તે રાખી મુકવી.

•= રડવું આવે ત્યારે એકલા રડવા કરતા કોઈકના ખભાનો સહારો લેવો.

•= જ્યારે ખુદની ઉપર સખત ગુસ્સો આવે ત્યારે ખુદાને પણ ઠપકારી દેવો. એ તમારી વાત સાંભળીને પછી તમને સંભાળી લેશે.

•= જે વસ્તુની જરૂરીયાત વારંવાર રહેતી હોય તેને સાચવતા રહેવું.

•= જે વસ્તુને વાપરવાની જરૂરત ન જ પડે તે ક્યારે ન ખરીદવી.

•= જેમને સાચે જ જીવવું છે તેમના માટે ઝિંદગી બહુ ટૂંકી છે. માટે દુઃખ પણ આનંદ સાથે ભોગવવું.

ડિસેમ્બર ૨૦, ૨૦૧૨

વર્ષો પહેલા એક વર્તમાનપત્રમાં રોડ પર ફરતી ટ્રકોની પાછળ લખાયેલ શાયરીઓ પ્રસિધ્ધ થતી હતી, તેમાંના સેમ્પલ ….

“ યે પલ ખુશીકી જન્નત હૈ, ઇસ પલ મેં જી લો દિવાને,

આજકી ખુશીયા એક હકીકત, કલ કી ખુશીયા અફસાને હૈ”

થોડુક રોમાન્ટીક ….

“લમ્હે યે સુનહરે કલ સાથ હો ન હો,

કલ મે આજ જૈસી બાત હો ન હો,

યાદો કે હસીન લમ્હે દિલમેં રહેંગે,

તમામ ઉમ્ર ચાહે મુલાકાત હો ન હો”

ડિસેમ્બર ૨૪, ૨૦૧૨

‘જીંદગીનો અર્થ શું, જો સાવ એ સસ્તો મળે,

ક્યાંય ન પહોંચાડે એવો રસ્તો મળે.

યું તો કઈ નામ હે ખુદા કે, યે ભી મે જાનતા હું,

મગર મુસીબતમેં કામ આયે, ઉસીકો ખુદા માનતા હું.

(સાભાર – દિવ્યભાસ્કર)

ડિસેમ્બર ૧૨, ૨૦૧૨

“મોટાઓની અલ્પતા જોઈ થાક્યો ,

નાનાની મોટાઈ જોઈને જીવું છું”

  શ્રી ઉમાશંકર જોષી.

આભ કે દરીયામાં એકપણ કેડી નથી,

અર્થ એનો એ નથી, કોઈએ સફર ખેડી નથી

 – રાજેશ વ્યાસ (મીસ્કીન)

ડિસેમ્બર ૧૧, ૨૦૧૨

ખીચડી ચડી કે નહીં એ જોવા માટે આપણે એક જ દાણો દાબી જોઈએ છીએ અને પછી નક્કી કરીએ છીએ કે તે કાચી છે અથવા ચડી ગઈ છે. પણ માણસનું મન કંઈ ખીચડીના તપેલા જેવું નથી કે તમે દાણો દાબી જુઓ અને પછી કાયમને માટે નક્કી કરી નાખો કે તે સારો છે અથવા ખરાબ છે.

‘ઝાકળબિંદુ’, વજુ કોટક

ડિસેમ્બર ૯, ૨૦૧૨

ક્યાંક વાંચેલું –

મારી પાસે એક સફરજન હોય અને તમારી પાસે એક સફરજન હોય, જો આપણે બન્ને તે એકબીજાને આપીએ તો બન્ને પાસે એક એક સફરજન રહે. પરંતુ મારી પાસે એક વિચાર હોય અને તમારી પાસે એક વિચાર હોય, જો આપણે બન્ને તે એકબીજાને આપીએ તો આપણી બન્ને પાસે બે બે વિચાર થાય.

–     જ્યોર્જ બર્નાડ શો

3 comments on “મમળાવો –

 1. સુરેશ જાની કહે છે:

  મમળાવવા જેવી ચીજોના હાથવગા સંગ્રહ માટે આ બરાબર રીત નથી. દરેક આવી વાત એક સામાન્ય પોસ્ટ તરીકે જ પ્રકાશિત કરવાની ; પણ એક સરખી વસ્તુ વાળી પોસ્ટોની લિન્ક એક પાના પર આપવી.
  દા.ત. આ નવલકથા
  http://gadyasoor.wordpress.com/novel/
  એમાં બધાં પ્રકરણોની લિન્ક તો છે જ; પણ સાથે આખી નવલકથા ડાઉનલોડ કરવાની લિન્ક પણ આપી છે.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s